Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 74
________________ જો જે કરમાય ના...66 આ ખરેખર તાપસકુમાર પણ ધર્મસંકટમાં બરોબર ફસાયેલો હતો... બુદ્ધિપૂર્વક કામ ન લેવામાં આવે, તો ક્યાંક આડું વેતરાઈ જાય!... રાજાની પ્રાર્થનાને માન આપીને તાપસકુમાર રાજકુમારને સમજાવવા લાગ્યો... “દોસ્ત ! આ તું શું કરે છે... આત્મહત્યા!... - આત્મહત્યાથી તો આત્માની ભયંકર અધોગતિ થાય છે... પરલોક બગડે છે... કહેવાય છે કે નહિ... જીવતો નર ભદ્ર પામે...' આ વાક્ય સાંભળતાં જ આશાવાદમાં તણાએલો રાજકુમાર બોલી ઊઠ્યો... “તો શું મને ઋષિદત્તા મળશે?... મિત્ર જો તું ઋષિદત્તાને લાવી આપે, તો હું બળી નહિ મરું અને તને ઈચ્છિત વરદાન આપીશ. અરે, મિત્ર ! તને સાચી વ હ્યો છું કે ‘તેં ક્યાંક ઋષિદતાને જોઈ છે ?...” ‘જરૂર જોઈ છે. વિધાતા પાસે...” ગંભીરતાથી તાપસકુમારે જવાબ આપ્યો. રાજકુમારે કહ્યું કે, “તું ત્યાં જઈને લઈ આવ ને !” ‘મિત્ર ! હું લેવા જઈશ, તો મારે ત્યાં રહેવું પડશે અને ઋષિદરા આવી જશે.” રાજકુમારે કહ્યું છે કે, ‘તું આવે, તો ઠીક, નહીંતર ઋષિદત્તાને તો જરૂર મોકલજે !” તાપસ કુમારે કહ્યું, ‘પડદો કરો... હું ધ્યાનથી વિધાતા પાસે ‘જઈને તેણીને તમારી પાસે મોકલીશ, પણ હું પાછો નહિ આવી શકું...’ માણસ પોતાના સ્વાર્થ ખાતર શું શું કરી દે છે. આ હકીકત રાજકુમારના જવાબથી સિદ્ધ થઈ જાય છે... કે જે મિત્ર વિના એક ઘડી પણ નહોતો રહી શકતો, એવો રાજકુમાર ઋષિદત્તાના માટે તે મિત્રને છોડી દેવા તૈયાર થઈ ગયો. ઋષિદત્તાનું પ્રગટ થવું... તાપસકુમારે પડદામાં જઈ જટા શરીર પરથી કાઢી લીધી કે તરત જ ઋષિદના બહાર આવી. એને જોતાં જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા... અને કહેવા લાગ્યા... ખરેખર આવું અમૃત છોડી વિષ જેવી રુક્મિણી પાસે કનકરથ 'સંતોષ નહોતો પામતો, એ ઉચિત જ હતું... | હવે... રાજકુમારનું મન રુકમિણી પરથી એકદમ ઊઠી ગયું. રાજકુમાર એની સામે પણ નહોતો જોતો. આમ થવાથી (ગુણીયલ ઋષિદત્તાનું મન વ્યથિત થઈ ગયું. in Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114