Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 88
________________ જો જે કરમાય ના...80 સુકુમારિકા સાધ્વી જંગલમાં આતાપના લેવા માટે વૈશાખ મહિનાના ભયંકર તાપને સહન કરતી હતી. એ જ ટાણે એ બગીચામાં કામલોલુપી પાંચ વ્યક્તિઓ એક વેશ્યાને લઈ આવ્યા અને એના ભિન્ન ભિન્ન અંગોનો સ્પર્શ કરતાં થકા ક્રીડા કરવા લાગ્યા. ખરેખર કામાન્ધો લાજ-શરમને નેવે મૂકી દેતા હોય છે. આ દૃશ્ય પર એ સાધ્વીની નજર પડી અને એ ભાન ભૂલી ગઈ ! તેણીએ એ જ વખતે નિયાણ કર્યું કે, “મારા તપ ત્યાગનું ફળ હોય, તો ભવાન્તરમાં મને પાંચ પતિ મળજો...” આની આલોચના લીધી નહિ. સુકુમારિકા કાળ કરીને દ્રુપદ રાજાને ઘરે અવતરી, દ્રોપદી કહેવાણી. સ્વયંવરમાં શરત મુજબ અર્જુને રાધાવેધ સાધ્યો, ત્યારે દ્રૌપદીએ તેના ગળામાં વરમાળા નાંખી પણ બધાના આશ્ચર્ય વચ્ચે એ માળા એ જ વખતે બીજા ચાર પાંડવોના ગળામાં પણ દેખાવા લાગી. દ્રુપદ રાજા હેબતાઈ ગયાં, રે... આ... શું? ત્યાં તો આકાશવાણી થઈ... જે થયું છે તે બરાબર જ છે. પછી ચારણમુનિ આવ્યા અને ઉકેલ કાઢી આપ્યો કે જે દિવસે જનો વારો હશે, એના સિવાય બીજાને મનથી પણ તે નહિ ઈચ્છે, જે અત્યંત કઠિન કહેવાય છે.' આલોચના ન લીધી, ત્યારે આ કાણ-મોકાણ મંડાણી... નહિંતર વિચારોની આલોચનામાં પ્રાયશ્ચિત કાંઈ માસક્ષમણો કરવાના આવતા નથી. છતાં જીવ અહંભાવે પ્રાયશ્ચિત લેવાનું માંડી વાળે છે. તેથી ભવાન્તરમાં એના જીવનમાં ભયંકર હોનારતો સર્જાય છે. દુઃખની રામાયણ અને મહાભારતો મંડાતા જીવન રગદોળાઈ જાય છે. કારમી ચીસો અને વેદના ભરેલાં આંસુઓ સિવાય કશું જ રહેતું નથી. તેથી જ્ઞાની ભગવંતો કહે છે કે ભાઈ ચેતો ! બાજી હજી હાથમાં છે. પ્રાયશ્ચિતથી જીવનની કાળી કિતાબને ધોઈ દો. For Parenta piata Use Only રસામાંલિકા શાસ્ત્રમાં નિષિદ્ધ છતાં ગામ બહાર આtપના લે છે. Sun Education international

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114