Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 85
________________ 77.. "ો જે કન્માય ની ઢંઢણકુમાર અંતરાય ઢંઢણકુમારનો જીવ પૂર્વભવમાં ખેડૂતોનો નિરીક્ષક હતો. જ્યારે ખેડૂતો કામ કરી થાક્યા પાક્યા જમવા માટે આવતા કે - તે બધાને કહેતો. મારા ખેતરમાં એક ચક્કર લગાવી આવો. એવી રીતે એકેક ફેરો બધાય કરે ને એમાં એનું ખેતર પૂરું વ્યવસ્થિત રીતે ખેડાઈ જાય. આ એની ગણતરી હતી. આ મફતમાં કામ કરાવી ભોજનમાં અંતરાય કરવાની આલોચના એણે ન લીધી બીજા ભવે - ઢંઢણકુમાર નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈ ઢંઢણમુનિ બન્યા અને અભિગ્રહ કર્યો કે મારી પોતાની લબ્ધિથી જો આહાર મળે, તો પારણું કરવું, નહિ તો નહિ. અહીં પૂર્વભવમાં બીજાને ભોજનમાં કરેલ અન્તરાયના કારણે બંધાયેલું અંતરાય કર્મ ઉદયમાં આવ્યું. શાસ્ત્રકારોએ કહ્યું છે કે “બંધ સમયે ચિત્ત ચેતીયે રે ઉદયે શો સંતાપ’ રે જીવ ! કર્મ બાંધતી વખતે ચેતવું જોઈએ... ઉધ્ય વખતે રડવા પાડવાથી શો ફાયદો...? હસતાં તે બાંધ્યા કર્મ, રોતાં તે નવી છૂટે રે... છ-છ મહિના સુધી તેઓ ફર્યા, પણ એમને પોતાની લબ્ધિથી ગોચરી ન મળી. એક દિવસ કૃષ્ણજીએ ઢંઢણમુનિને વંદન કર્યું, તે જોઈ એક પુણ્યશાળીએ ગોચરી વહોરાવી. ગોચરી વહોર્યા બાદ મુનિશ્રી નેમિનાથ ભગવાનની પાસે ગયા. નેમિનાથ ભગવાને ઢંઢણ મુનિને કહ્યું, “અરે ઢંઢણ ! આ તો કૃષ્ણ મહારાજા તમને વાંદતા હતા. તેથી ભાવિત થઇ તેણે તમને ગોચરી વહોરાવી છે.” આ રીતે શ્રીકૃષ્ણના પ્રભાવ (લબ્ધિ)થી તમને ગોચરી વહોરાવેલી છે, તમારી લબ્ધિથી આહાર મળ્યો નથી.” પોતાનો અભિગ્રહ પૂરો નથી થયો, એમ જાણી તેઓ ગોચરી પરઠવવા ગયા. પરઠવતાં પરઠવતાં શુકલ ધ્યાને ચઢી કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. આલોચના ન લીધી, તેથી કેટલું સહન કરવું પડ્યું. તેથી ભવિજનો ! આલોચના અચૂક લઈ લેજો. Jain Education Interational For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114