Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 76
________________ કનકરથ અને ઋષિદત્તાની દીક્ષા... પવનની પૈઠે સમય જાય છે, તેને બાંધનાર કોઈ નર જડતો નથી. રાજા કનકરથ સારી રીતે રાજ્યનું કામ સંભાળે છે. એક વખત ગર્ભવતી રાણી ઋષિદત્તાએ સિંહનું સ્વપ્ન જોયું અને કાળક્રમે સિંહ સમાન પુત્રરત્નને જન્મ આપ્યો. સ્વપ્નના આધારે પુત્રનું નામ સિંહરથ રાખ્યું. એક દિવસ પ્રાકૃતિક દૃશ્યો જોવામાં લીન રાજા અને રાણી વાતાયનની વાટે ધારીધારીને બહાર ગગનમાં જોઈ રહ્યા હતા... સાંજ સમયે સૂર્યના પ્રભામંડળથી પ્રકાશિત વાદળાઓ િિવધ રંગોથી સુસજ્જ થઈ અનેક રૂપરંગોમાં નાચી રહ્યા હતા... ‘‘રાણી ! આમ તો જુઓ... આ રંગોની કેવી સરસ ગોઠવણી થઈ છે...'' પોડીવારમાં તો સંધ્યાના વાદળાં વિખરાઈ ગયા અને રાજાની ચિંતનની ધારા આગળ વધવા લાગી. “રે... મારું પણ જીવન એક દિવસ આવી જ રીતે વેરવિખેર થઈ જશે...! મારી Jain Education International સત્તાનું નામોનિશાન મટી જશે?'' વિચારોના પ્રચંડ ઝંઝાવાતે મહારાજાનું હૈયું હચમચાવી દીધું. આ સંધ્યારાગની જેમ ચંચળ જીવનમાં જો હું સાધના નહિ કરું, તો મારું શું થશે? રાજાનું મન વૈરાગ્યથી વાસિત બની ગયું. એ જ વખતે ઉદ્યાનમાં આચાર્ય યશોધરસૂરિજી મ.સા. હેમરથમુનિ સાથે પધાર્યા. વ્યાખ્યાન શ્રવણ બાદ ઋષિદત્તાએ પ્રશ્ન કર્યો, “ભગવંત નિષ્કલંક મારા ઉપર આ ભયંકર કલંક શા માટે આવ્યું?' આ. ભગવંતે કહ્યું, ‘અરે, ભાગ્યશાલિની! પૂર્વભવમાં તે ઈર્ષ્યાને પરવશ થઈ સંગા સાધ્વી ઉપર આરોપ મૂક્યો હતો.. તેની આલોચનાનું પ્રાયશ્ચિત્ત નહોતું લીધું. તારા દુઃખનું કારણ એ જ છે. જો તેં આલોચનાનું પ્રાયશ્ચિત લઇ લીધું હોત, તો આવી કફોડી સ્થિતિ ન થાત!’’ For Personal & Private Use Only જો જે કમાય ના...68 આ સાંભળી ઋષિદત્તાને જાતિસ્મરણ (પૂર્વભવનું જ્ઞાન) થયું. સિંહરથને રાજ્ય સોંપી રાજા કનકરથે પોતાની પત્ની સાથે દીક્ષા ગ્રહણ કરી. સાધના કરી મોક્ષમાં ગયા. વ્હાલા વાચકો ! જોઈ લો આ વિચિત્ર કર્મોની ગતિ ! એક નાનું પાપ પણ આલોચના-પ્રાયશ્ચિત થી શુદ્ધ ન કરે, તો એ જ એક નાની ચિનગારી આગળ જઈ દાવાનળનું રૂપ ધારણ કરે છે. જો ઋષિદત્તાએ ગંગસેનાના ભવમાં સંગા સાધ્વીજીને રાક્ષસી કહેવાના પાપની આલોચનાનું પ્રાયશ્ચિત લઈ લીધુ હોત, તો આવી કફોડી સ્થિતિ ન સર્જીત ! એથી આપણે આલોચનાનું પ્રાયશ્ચિત લઈ શીઘ્ર શુદ્ધ થવું જોઈએ. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114