Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 79
________________ 7... છે જે કમાય ના પછી દીક્ષા લઈને વેગવતીએ સુંદર આરાધના કરી, કાળ કરી પાંચમાં દેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવી જનકરાજા અને વિદેહાની પુત્રી સીતા થઈ. રામની સાથે લગ્ન થયા બાદ વનવાસ દરમ્યાન રાવણે એનું અપહરણ કર્યું. ભયંકર યુદ્ધ થયું. રાવણનું કરુણ મોત નીપજ્યું. રામ વિજયી બન્યા. હરખઘેલા અયોધ્યાવાસીઓએ પોતાના વિજયી રાજવી રામ, લક્ષ્મણ અને સતી સીતાનો ભવ્ય પ્રવેશ કરાવ્યો. | પછી કેટલાક લોકો ખોટો આરોપ મૂકવા લાગ્યા. સીતા રાવણના ઘરે આટલા દિવસો સુધી એકલી રહી અને સતી...? રામચંદ્રજીએ કોઈ પરીક્ષા ન કરી અને ઘરમાં ઘાલી દીધી ! આવી રીતે લોકો જ્યારે સૂર્યવંશ ઉપર કલંક લગાડવા લાગ્યા, ત્યારે રામચંદ્રજી જો કે જાણતા જ હતા કે સીતા મહાસતી છે. છતાં નિર્ણય લીધો કે સીતાને જંગલમાં નિરાધાર મૂકી દેવી. તેનો સંપૂર્ણ ત્યાગ કરવો. | કૃતાન્તવદન સારથિને બોલાવીને આજ્ઞા કરી કે, તીર્થયાત્રાને બહાને સીતાજીને સિંહનિનાદ નામના જંગલમાં છોડી આવો...” ગર્ભવતી સીતાજીને રથમાં બેસાડી સારથિ રથ જંગલમાં લઈ ગયો. ગીચ જંગલમાં નીચે ઉતારી ધ્રુજતા હૈયે કૃતાન્તવદન બોલ્યો... “આ પાપી પેટના કારણે મારે આપને કહેવું પડે છે કે, આપ રથમાંથી નીચે ઊતરી જાઓ. રામચંદ્રજીની આજ્ઞા છે કે, આપને આ જંગલમાં અસહાય છોડી મારે પાછા વળવું...! લોકનિંદાના કારણે એમણે આ નિર્ણય લીધો છે.” આ સાંભળતાંની સાથે જ સીતાજીને તમ્મર આવ્યા અને નીચે પડી ગયા. આંખો બંધ... શ્વાસ બંધ... આ દૃશ્ય જોઈ સારથિનું હૈયું રડી રહ્યું હતું. મારા વચને એક સતીની હત્યા!... કૃતાન્તવદન અસહાય ઊભો હતો. એટલામાં જંગલમાંથી ઠંડો પવન વહેવા લાગ્યો. ઠંડા પવને સંજીવનીનું કામ કર્યું. નિશ્ચેષ્ટ સીતામાં ચેષ્ટાના પ્રાણ ફૂંકયા અને... “તમારી ફરજ તમે અદા કરી સારથિ!” હવે તમે પાછા જાઓ. મારો આ સંદેશો દશરથપુત્રને કહી દેજો કે... “લોકોના કહેવાથી મારો ત્યાગ કર્યો, એમાં તમારું નુકશાન ન પણ થાય કારણ કે હું મંદ ભાગ્યવાળી છું. પરંતુ લોકોના કહેવાથી ધર્મનો ત્યાગ ન કરશો. નહિતર ભવાંતર બગડી જશે.” આ સાંભળતાંજ સારથિની આંખો આંસુથી છલકાઈ ગઈ. હૈયું મહાસતીના આ સત્ય પર ધન્ય ધન્ય પોકારી ઊઠ્યું. For Personal Private Use (A) | Tu orn

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114