Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 75
________________ 67...શો જે કરમાય ના ઋષિદત્તાના હૃદયની વિશાળતા... એક દિવસ પતિદેવનું પ્રસન્ન મન જોઈ ઋષિદત્તાએ તાપસકુમારનો આખો વૃતાન્ત કહી સંભળાવ્યો. એટલે કનકરથની મિત્રના વિયોગની વ્યથા પણ મટી ગઈ. પણ ઋષિદત્તાએ વરદાનની વાત યાદ અપાવી... ત્યારે કનકપંથે કહ્યું. ‘ખુશીથી વરદાન માંગ’... | ‘સ્વામિનાથ ! જેવી રીતે આપ મારી સાથે વ્યવહાર કરો છો, એવો જ વ્યવહાર રુક્મિણીની સાથે પણ કરો !... આટલું જ મારે વરદાનરૂપે માંગવું છે.” હૃદયની ઉદારતાથી ઋષિદત્તાએ આ માંગણી કરી. આ સાંભળતા જ કનકરથ આશ્ચર્યમુગ્ધ બની ગયો... મનોમન તે તેણીને નમી પડ્યો. આ તે કેવી નારી...! જેણીએ આવો ભયંકર અપરાધ કર્યો. તેણી ઉપર પણ પ્રેમ અને દયાની લાગણી !.... રાજકુમારના આંખમાં આંસુડા આવી ગયા. તેણે એ માંગણીનો સહર્ષ સ્વીકાર કર્યો. થોડા દિવસ પછી બન્ને પત્નીઓની સાથે તેણે રથમર્દન નગર તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચીને પિતાશ્રી હેમરથરાજાના ચરણોમાં નમસ્કાર કર્યા. | હેમરથરાજાનો પશ્ચાતાપ અને દીક્ષા... બધી વાત સાંભળતાં હેમરથરાજાને ખૂબ પશ્ચાતાપ થયો... કે ‘‘ધિક્કાર છે મારી અજ્ઞાનતાને...! ધિક્કાર છે મારી અહંવૃત્તિને...!'' કનકરથને રાજ્ય સોંપી સંસારથી વિરકત થયેલા રાજા હેમરથે આચાર્ય યશોધરસૂરિજી મ.સા.ની પાસે દીક્ષા અંગીકાર કરી. Education Int ernal For Personal & Puvate Use Only www.nerary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114