Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 66
________________ જો જે કરમાય all...58 | અવસર જોઈ રાજકુમારે એક દિવસ અદશ્ય થવાવાળી કન્યા અંગે પૂછ્યું. “એ મારી પુત્રીને ઈચ્છે છે” એમ વિચારી હરિષણ તાપસે સંપૂર્ણ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. સાંભળીને રાજકુમારના રોમેરોમમાં હર્ષ વ્યાપી ગયો. યોગ્ય પાત્ર સમજી હરિજેણે પોતાની પુત્રીના લગ્ન કનકરથ જોડે કરી દીધા. ઋષિદત્તા જેવી ગુણીયલ પત્ની પામી કનકરથ જે પ્રયોજને નીકળ્યો હતો, એ પ્રયોજન છોડી દીધું. તે ઋષિદત્તાને લઈ પોતાના નગર તરફ પાછો ફર્યો અને ધામધૂમથી ત્યાં નગર પ્રવેશ કર્યો. જ્યારે રમિણીને આ વાતની ખબર પડી, ત્યારે એ નાગણની જેમ વેર લેવા કટિબદ્ધ બની ગઈ... “ગમે તે રીતે કનકરથને ઋષિદત્તાથી વિમુખ કરી દઉં, જેથી કનકરથ મારી જોડે લગ્ન કરવા તૈયાર થાય...” છે ને વાસનાના તોફાનો ? સામેની વ્યક્તિને ગમે તેવું નુકશાન પહોંચાડીને પણ પોતાની ધારેલી યોજના પાર પાડવાની ભૂખ, આ કેવી મેલી મુરાદ કહેવાય ? ઋષિદત્તા ઉપર અસહ્ય ઉis... એક દિવસ રુમિણીને સુલસા નામની તાપસીનો યોગ મળ્યો અને રુમિણીની દુષ્ટ ભાવના જોર કરવા લાગી. રુમિણીએ પોતાની કફોડી સ્થિતિનું એવું વર્ણન કર્યું કે સુલતા તાપસીએ કહ્યું કે... “હવે તારે કરવું શું છે ? તે મને કહે !” રુમિણીએ પોતાની મેલી મુરાદ બતાવી. ‘ઋષિદત્તાને દૂર કર, આ કાંટો વચ્ચે ન જોઈએ’ તાપસીએ આશ્વાસન આપી પ્રતિજ્ઞા કરી કે “તારી ઈચ્છા હું પૂરી કરીશ.” | સુલસા તાપસી રથમઈન પહોંચી ગઈ. ઋષિદત્તાને જોતાં જ એણીનો ઉત્સાહ ભાંગી ગયો... “અરે ! એવી સુંદર, સુશીલ, ગુણીયલ પત્નીને પામી બીજાની કોણ ઈચ્છા રાખે ? અમૃતને પીધા પછી વિષને કોણ ઝંખે? રાજકુમારે જે નિર્ણય લીધો છે, એ અત્યુત્તમ છે... પણ... પણ... મેં વચન આપ્યું છે... એનું શું...?'' બસ, અહીં જ માન આવીને ઊભું રહ્યું... ક ક ક ક ક ક ક ક મળી ગઈ છે ક ક ક ક ક ક Logan on ક કી ! :

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114