Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 59
________________ 51... છે જે રમાય ની બીજા ભવમાં અરુણદેવને શૂળીપર ચઢવાનું અને tવણીને કાંડા કપાવવાનું થયું. ll ચંદ્રા અને સર્ગે sોધની આલોચના ન લીધી... વર્ધમાન નગરમાં સુઘડ નામના કુલપુત્રની ચંદ્રા નામની પત્ની હતી. તેને સર્ગ નામનો પુત્ર હતો. ઘરમાં ગરીબી હોવાથી બન્ને જણ મજૂરી કરી જીવન જીવતા હતા. એક દિવસ ચંદ્રા કોઈના ઘરે કામ કરવા ગઈ હતી. ત્યાં કામકાજ વધારે હોવાથી આવવામાં મોડું થઈ ગયું હતું. એનો પુત્ર જંગલમાંથી લાકડા લઈને આવ્યો, ત્યારે તેણે આજુબાજુમાં તપાસ કરી છતાં રોટલો ન જડ્યો. તેથી તે આકુળ વ્યાકુળ થઈ ગયો. એટલામાં તો કામકાજ કરીને ભૂખ અને તરસથી પીડાતી ચંદ્રા આવી ગઈ, ત્યારે ક્રોધમાં ધમધમતાં સર્ગે કહ્યું કે, “શું તું શૂળીએ ચઢવા ગઈ હતી? અહીં આવવામાં આટલી વાર કાં લગાડી?” ક્રોધવાળા કઠોર અને તિરસ્કારભર્યા શબ્દો સાંભળી ચંદ્રા ક્રોધમાં લાલ પીળી થઈ ગઈ અને સર્ગને કહ્યું કે, “શું તારા કાંડા (હાથના કાંડા) કપાઈ ગયા હતા, કે જેથી સિકામાંથી રોટલો લેતા તને જોર આવતું હતું?” આવા ક્રોધમય વચન બોલ્યા પછી આલોચના ન લીધી. શાસ્ત્રમાં કહ્યું છે કે, “તે પણ મૂઢત્તણએ કર્થીવિ નાલોઈય કવિ” અર્થાત્ મૂઢપણાના કારણે તેની આલોચના ન લીધી. કાળ કરીને અનુક્રમે સર્ગનો જીવ તામ્રલિપ્ત નગરમાં અરુણદેવ નામે શ્રેષ્ઠીપુત્ર થયો અને ચંદ્રાનો જીવ પાટલીપુત્રમાં જસાદિત્યને ત્યાં પુત્રી તરીકે જન્મ્યો. તેનું નામ દેવણી રાખવામાં આવ્યું, યુવાનવયમાં જોગાનુજોગ અરુણદેવ અને દેવણીના પરસ્પર લગ્ન થઈ ગયા. કેવી વિચિત્ર સ્થિતિ છે કર્મની! એક વખત માતા અને પુત્રનો સંબંધ હતો, તે ફેરવાઈને હવે પતિપત્નીનો સંબંધ બની ગયો. એક દિવસ અરુણદેવ મિત્ર સાથે સમુદ્રમાર્ગે વહાણમાં રવાના થયો. પરંતુ અશુભ કર્મના યોગે વહાણ તૂટી ગયું. બંને મિત્રોને એક પાટીયું મળી ગયું. તેના આધારે તરતાં તરતાં કિનારે આવી ચઢ્યા. ત્યાંથી આગળ ચાલ્યા, તો પાટલીપુત્રનગરની નજીક આવી Jain Education in Son Private Use Only ww. redrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114