Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 28
________________ જો જે કરમાય ના...20 ગય થય, તો બીજા દેવને પોતાની આલોચના કહી મહાવિદેહ ક્ષેત્રમાંથી અરિહંત ભગવાન આદિ પાસેથી પ્રાયશ્ચિત મંગાવે. જ જો તે શક્ય ન બને, તો પ્રતિમા આગળ આલોચના કહી પ્રાયશ્ચિત લઈ શુધ્ધ બને. જો તે પણ શક્ય ન બને, તો પૂર્વ અને ઉત્તરદિશામાં અરિહંત અને સિધ્ધ ભગવાનની સાક્ષીમાં આલોચના લઈ પ્રાયશ્ચિત સ્વીકારે, પણ આલોવ્યા વગર ન રહે, કારણ કે શલ્યસહિત મરનાર વિરાધક બને છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. અહીં ખાસ ધ્યાન રાખવું કે આલોચના નું પ્રાયશ્ચિત સ્વગચ્છીય આચાર્યશ્રી પાસે જ લેવું જોઇએ. સંજોગ ન જ મળે, તો છેવટે પૂર્વ ઉત્તર દિશામાં મોટું રાખી અરિહંતાદિની સાક્ષીમાં આલોચના કહેવી, પણ સ્વગચ્છીય આચાર્યશ્રીનો સંજોણા મળે, તો પણ પૂર્વ ઉત્તર દિશામાં મોઢું રાખીને અરિહંતાદિની સાક્ષીમાં આલોચના કહે, તો આરાધક થતો નથી. | શુદ્ધ આલોચના લેવાથી ૮ ગુણ પ્રગટ થાય છે - લહુઆ હાઈ જણાં અપ્પપરાનિવરિ અજજવી સોહી દુકકરકરણે આણા નિસલાં સોહિગુણા ||૧ાા છે અર્થાત્ (૧) જેમ માથા ઉપર ભાર વહન કરનાર ભાર દૂર થયા પછી હળવાશ અનુભવે છે, એવી રીતે શુદ્ધ આલોચના કર્યા પછી તેના હૃદય અને મસ્તકમાં હળવાશ અનુભવાય છે. કારણ કે દોષોનો બોજો હવે દિલ દિમાગમાં રહ્યો નથી. (૨) લ્હાઇજણણ એટલે કે, પ્રમોદ-આનંદ ઉત્પન્ન થાય છે જેવી રીતે કોઇ વ્યક્તિ પૈસા ખર્ચી સુકત કરે છે. તેને સુકત કર્યાના આનંદની અનુભૂતિ થાય છે. તેમ ખાલી કરી આલોચનાશુદ્ધિ કરવારૂપ સુકૃત કરે, ત્યારે તેને તે સુકૃત કર્યાના આનંદની અનુભૂતિ થાય છે. (૩) આલોચના કહેવાથી પોતાના દોષની નિવૃત્તિ થાય અને તેને જોવાથી બીજા પણ આલોચના કહે. તેથી સ્વપર દોષ નિવૃત્તિ થાય. (૪ (ર) દોષરૂપ મળ દૂર થવાથી આત્મા શદ્ધ બને છે. (૬) પૂર્વભવોનો અભ્યાસ હોવાથી દોષો અને પાપોનું સેવન થઈ જાય છે. તે દુષ્કર નથી. પણ તેની આલોચના ગુરુદેવને કહે, તે દુષ્કરકારક કહેવાય છે. કારણ કે મોક્ષને અનુસાર પ્રબળ વીર્યના ઉલ્લાસ વિશેષથી તેવી આલોચના કહેવાય છે. (૭) જિનેશ્વર ભગવાનની આજ્ઞાની આરાધના થાય છે, કારણ કે તીર્થંકર પરમાત્માએ ગીતાર્થગુરુને આલોચના 'કવાનું કહ્યું છે. (૮) દોષરૂપી શલ્યથી રહિત બને છે. આ nnario internationale deu kahva hov?

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114