Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 46
________________ છે જે કમાય [ 138 7 યિત્રક અને સંભૂતિ ચંsia બન્યા.. - તડકાના કારણે ચામડું સુકાવવાથી માથાની નસો ખેડતા લાગી. મુનિના નેત્રમાંથી ડોળા નીકળી પડ્યા, લોહી વહેવા માંડ્યું. હાડકાઓ તૂટવા માંડ્યા. મુનિએ રોષ ન કરતાં સમતા રાખી અને કેવળજ્ઞાન મેળવ્યું. મુનિ મોક્ષે ગયા. તે સમ, લાકડાનો ભારો પડવાના અવાજથી ગભરાઇને ક્રાંચ પક્ષીએ વિષ્ટા કરી જેમાં જવ નીકળી ગયા. આ જોઈ વસ્તુસ્થિતિ જાણી સોની ભય પામ્યો કે આ તો રાજાના ભૂતપૂર્વ જમાઈ હતા. મેં નિર્દોષ તે મુનિનું ખૂન કર્યું કહેવાય. રાજા ભયંકર સજા કરશે. તેથી ભ. મહાવીરસ્વામી પાસે જઈ દીક્ષા લીધી. આલોચના લઈ સદ્ગતિમાં ગયો. ગુરુના દોષ જોવાની આલોચના લઈ લીધી હોત, તો મેતારજ દુર્લભબોધિ ન બનત અને દુગચ્છાની આલોચના લીધી હોત, તો ચંડલને ત્યાં જન્મ ન થાત, ઉચ્ચકુલમાં જન્મ થત. આવી વિંટબણાઓનો તે શિકાર ન બનત, આવું જાણી આપણે ગુરુના દોષ જોવાની આલોચના તરત જ લઈ લેવી જોઈએ. જંગલમાં એક મુનિ પસાર થઈ રહ્યા હતા. રસ્તો ભૂલી જવાથી ગ્રીષ્મઋતુમાં બપોરના સમયે બેભાન થઈને જમીન પર પડી ગયા. ગાયો ચરાવવા માટે આવેલા ચાર ગોવાળીયાઓએ આ દૃશ્ય દૂરથી જોયું. તેથી નજીક આવ્યા. મુનિ બેભાન હતા. હોઠ વગેરે સુકાઈ ગયા હતા. તેના ઉપરથી તૃષાનું અનુમાન કરી તેઓએ ગાય દોહીને મોઢામાં દૂધ રેડ્યું. તેથી મુનિશ્રી ભાનમાં આવ્યા. ત્યાર પછી થોડા સમય બાદ મુનિશ્રીએ તે ચારેયને સંસારરૂપ જંગલમાં આપણો આત્મા ભટકી રહ્યો છે. તે દુઃખથી પાર ઊતરવા માટે એક માત્ર ચારિત્ર ધર્મ છે, એ પ્રમાણે બોધ આપ્યો. ચારેય જણાએ પ્રતિબોધ પામી ચારિત્ર લીધું, તેમાંથી બે આત્માઓ તો એ જ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. Jain Education International For Personal & Pevale Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114