Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 48
________________ જો જે માય ના...40 પહાડ ઉપર જઈ બન્ને કુદકો મારી આત્મ-હત્યા કરવા પ્રયત્ન કરવા લાગ્યા. એટલામાં એકાએક મુનિએ ત્યાં આવી તેમને માનવ-જીવનની મહાનતા સમજાવી. તેથી બન્ને ભાઇઓએ દીક્ષા લીધી, ગામે ગામ વિહાર કરવા લાગ્યા. એકવાર બન્ને મુનિઓ હસ્તિનાપુર આવ્યા. ત્યાં માસખમણના પારણે બન્ને મુનિઓ ગોચરી ગયા હતા. ત્યારે પૂર્વના વેરનું સંસ્મરણ થવાથી ચક્રવર્તી સનત્યુમારના મંત્રી નમુચિએ પોતાના ગૌરવની રક્ષા માટે સિપાહી પાસે ગામ બહાર કઢાવી દીધા. સંભૂતિ મુનિ ક્રોધમાં આવી તેજાલેશ્યા તેના પર મુકવા તૈયાર થયા, તેના મોઢામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા. લોકો ગભરાઈ ગયા. સનત્કુમાર ચક્રવર્તીએ મુનિ પાસે માફી માંગી. મંત્રીને પણ પગે પડાવ્યો. ચિત્રક મુનિએ સંભૂતિ મુનિને ખૂબ સમજાવ્યા, ત્યારે સંભૂતિ મુનિએ બધાને ક્ષમા તો આપી, પણ બન્ને મુનિએ વિચાર કર્યો, કે આ દેહના નિમિતે કષાયો આદિ કરવા પડે છે, માટે આપણે બન્ને અનશન કરી લઇએ. બન્ને મુનિઓ જંગલમાં અનશન કરવા ગયા, લોકો બન્ને મુનિઓની ખૂબ ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. એ સાંભળી સનત્કૃમાર ચક્રવર્તીની પત્ની પટ્ટરાણી સ્ત્રીરત્ન સુનંદા એક લાખ બાણુ હજાર સ્ત્રી પરિવાર સાથે બન્ને મુનિઓને વંદન કરવા આવી, વંદન કરતાં-કરતાં સુનંદાના કેશ સંભૂતિ મુનિના પગે અડી ગયા, તેના સ્પર્શથી સંભૂતિ મુનિને અત્યંત રાગ ઉત્પન્ન થયો અને નિયાણું કર્યુ કે “મારા તપ અને સંયમનું ફળ હોય, તો મને સ્ત્રીરત્ન પરભવમાં મળજો,’’ ચિત્રક મુનિએ તેમને ઘણા સમજાવ્યા. પણ તેમને આલોચના ન લીધી. પણ કહ્યું કે, “મેં દૃઢ મનથી નિયાણું કર્યુ છે, તે ફરવાનું નથી. માટે હવે તું કશું કહીશ નહિ,” આ સાંભળી ચિત્રક મુનિ શાંત રહ્યા, પછી બન્ને મુનિઓ કાળ કરી દેવલોકમાં ગયા. ચિત્રકનો જીવ ત્યાંથી પુરિમતાલનગરમાં શ્રેણીકનો પુત્ર થયો અને સંભૂતિ મુનિનો જીવ કાંપિપુરમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો. ચક્રવર્તી મરીને સાતમી નરકે ગયો, જો તેણે આલોચના લીધી હોત, તો સાતમી નરકનો અનુબંધ ન થાત, માટે આપણે આલોચના જરૂર લેવી જોઇએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114