Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 41
________________ 33...જો જે મારા ના આર્દ્રકુમારે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. માતાપિતા પાસે આર્યદેશમાં જવાની આજ્ઞા માંગી. મોહવશ માતાપિતાએ કડકાઈથી સાફ ઈન્કાર કર્યો. તે ભાગી ન જાય તે માટે રાજાએ પાંચસો સુભટોની ગોઠવણ કરી દીધી. આર્દ્રકુમાર કે આ પરિસ્થિતિને કૈદ તરીકે ગણવા લાગ્યો. તેણે ધીરે ધીરે વર્તન-વાણીની મિઠાસથી ૫૦૦ સુભટોનો વિશ્વાસ કેળવી લીધો. અવસર જોઈ એક દિવસ તે ઘોડા પર બેસીને અનાર્યદેશમાંથી રવાના થઈ ગયો. સમુદ્રમાં જહાજમાં બેસી, આર્યદેશમાં આવીને દીક્ષા લઈ લીધી. જો કે તે વખતે દેવવાણી થઈ કે, “અરે આર્દ્રકુમાર ! તારા ભોગાવલી કર્મ બાકી છે.'' પણ ભાવોલ્લાસથી તેણે દેવવાણી સાંભળી ન સાંભળી કરી દીધી. ચારિત્ર લઈને મુનિ ગામે ગામ વિચરવા લાગ્યા. એક વખત આર્દ્ર મુનિ વસંતપુર નગરમાં આવ્યા અને ઉદ્યાનમાં કાઉસ્સગે રહ્યા. ત્યાં બાલિકાઓ રમવા આવી. રમત રમતમાં, બાલિકાઓ ત્યાં ઉદ્યાનમાં થાંભલા પકડીને કહેતી, આ મારો પતિ છે.'' શ્રીમતી નામની બાલિકાએ (જે પૂર્વભવમાં પત્ની હતી) અજાણતાં સ્તંભની જેમ સ્થિર રહેલ આર્દ્રમુનિને અડીને કહ્યું,“ આ મારો પતિ છે”. પછી તરત ખબર પડી કે આ તો મુનિ છે. પૂર્વભવના સંસ્કારના કારણે ઘોષણા કરી કે, “જો હું લગ્ન કરીશ, તો આ મુનિ સાથે જ કરીશ. Use Only Dad PPERTYRENES અનાર્ય દેશમાંથી આર્દ્રકુમાર દીક્ષા માટે ભાગીને સ્થળમાર્ગ અને જળમાર્ગથી આર્ય દેશમાં આવ્યા. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114