Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 27
________________ 19...જો જે કમાય ll { પ્રાયશ્ચિત આપનાર ગુe aણ હોય? - આલોચનાનું પ્રાયશ્ચિત આપનાર ગુરૂ આગમ આદિ પાંચ વ્યવહારના જાણકાર હોય. ૧) આગમ વ્યવહારી :- એટલે કેવલજ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ૧૪, ૧૦, ૯ પૂર્વી હોય, તેમની પાસે પ્રાયશ્ચિત લેવું. ૨) શ્રdવ્યવહારી :- જો આગમ વ્યવહારી ન હોય તો, શ્રુતવ્યવહારી એટલે કે અર્ધાથી માંડી ૮ પૂર્વી, અંગ્યાર અંગ, નિશીથઆદિના જાણકાર પાસે પ્રાયશ્ચિત લેવું. ૩) આજ્ઞા વ્યવહારી :- જો શ્રત વ્યવહારીનો યોગ ન મળે તો, બે ગીતાર્થ આચાર્ય મળી શકે, એવી શક્યતા ન હોય, ત્યારે સાંકેતિક ભાષામાં અગીતાર્થ સાધુને સમજાવી ગીતાર્થ આચાર્યશ્રી પાસે મોકલે, અને એ ગીતાર્થ આચાર્ય સાંકેતિક ભાષામાં જવાબ આપે, તેની પાસે પ્રાયશ્ચિત લે. ૪) ધારણા વ્યવહારી :- આશા વ્યવહારી ન હોય તો ગીતાર્થ ગુરૂએ જે પ્રાયશ્ચિત આપ્યું, તે યાદ રાખી પ્રાયશ્ચિત આપે, તેની પાસે પ્રાયશ્ચિત લે. ૫) જિત વ્યવહારી :- ધારણા વ્યવહારી ન હોય, તો જે ગુરૂ સિધ્ધાન્તમાં જણાવેલ પ્રાયશ્ચિત કરતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જાણી હીન-અધિક પ્રાયશ્ચિત આપે. વર્તમાનમાં જીતવ્યવહારી સ્વગચ્છના આચાર્યશ્રી પાસે સાધુ કે શ્રાવક પ્રાયશ્ચિત લે. જો પોતાના ગચ્છના આચાર્યશ્રી ન મળે, તો સ્વગચ્છના ઉપાધ્યાયજી, પ્રવર્તક, સ્થવિર કે ગણાવચ્છેદક પાસે પ્રાયશ્ચિત લેવું. જો ઉપર કહ્યા પ્રમાણે ન મળે, તો સાંભોગિક એટલે કે જેની સાથે સ્વગચ્છની સમાચારી મળતી હોય, તે આચાર્યાદિ પાંચ પાસે પ્રાયશ્ચિત લે,જો તેવા આચાર્યાદિ ન મળે, તો 'વિષમ સમાચારીવાળા આચાર્યાદિ પાંચ પાસે પ્રાયશ્ચિત લે. ઉપર પ્રમાણે ૭૦૦ યોજન અને ૧૨ વર્ષ સુધી ગીતાર્થ ગુરૂ ન મળે, તો પછી ગીતાર્થ પાસસ્થા પાસે પ્રાયશ્ચિત લે. પ્રાયશ્ચિત લેવા માટે પાસસ્થાને પણ વંદન કરવું જોઈએ. ધર્મનું મૂળ વિનય છે. જો પાસસ્થાદિ પોતાને ગુણરહિત માને અને તેથી જ તે વંદના ન કરાવે, તો આસન પર બેસાડી પ્રણામ કરીને આલોચના લે. જો ગીતાર્થ પાર્થસ્થઆદિનો સંજોગ ન મળે, તો ગીતાર્થ સાપિક પાસે આલોચનાનું પ્રાયશ્ચિત લે. ઉપર કહેવા પાસત્થા આદિ ન મળે, તો રાજગૃહી નગરીમાં ગુણશીલ ચેત્ય આદિમાં જે દેવતાએ તીર્થકર, ગણધર વગેરે મહાપુરૂષોને ન આલોચના આપતા જોયા છે, તેમને અઠ્ઠમ આદિ તપથી પ્રસન્ન કરી તેમની પાસે આલોચના લે. કદાચ તે દેવનું ચ્યવન થઈ || 1 hoy? hanala apnar gurudev kehva hoy? Aalnchan' E ducation into FOR PERSONES POWERED B Y

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114