Book Title: Jo je Karmay Na Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak TrustPage 20
________________ જે કમાય ll...12 નાખી મિથ્યાત્વમાં 1 ડોંચી જાય, માટે આવો વિચારસુદ્ધા પણ ગુરુદેવ પોતાના દિલમાં ન આવવા દે. તેથી તું નિઃસંકોચ પણે આલોચના કરી લેજે. જે થી તું શુદ્ધ બની જલ્દી મોક્ષનો ભોક્તા બનીશ. આલોચના કહેવી એ એક સુકૃત છે, સુકૃત કરનારને કોઈ દિવસ ગુરુદેવ ફટકારે નહિ, ફટકારે તો સુકૃતની અનુમોદના સાફ થઈ જાય અને ગુરુદેવને પણ અનેક ભવ કરવા પડે. રૂમિણી આદિના દૃષ્ટાંતોને જાણીને અરે મહામાનવ ! તું દિલમાં જરાયે અંશમાત્ર પણ પાપ ન રાખીશ. તું મહાન આરાધક થશે, એમાં કોઈ સંદેહ નથી. ' અરે આરાધક આત્મન ! પાપરૂપી ગુનો જેવી રીતે કર્યો હોય, તેવી રીતે તું કહી દેજે. જરાપણ સંકોચ ન રાખીશ. કોઈ વખત વાણીને પણ પાપ કર્યું હોય, તો કોઈ વખતે અજાણતા પણ કર્યું હોય, કોઈક વખત કોઈની પ્રેરણાથી કર્યું હોય. કોઈક વખત | બલાત્કારથી પણ કર્યું હોય. કોઈક વખત ધર્મસ્થાનોમાં પણ કર્યું હોય, કોઈ વખત હોટલ આદિમાં કર્યું હોય, તો કોઈક વખત રાત્રે પણ કર્યું હોય, તો કોઈક વખત દિવસે પણ કર્યુ હોય. કોઈક વખત રાગભાવથી આનંદપૂર્વક કર્યું હોય, તો કોઈક વખત અનિચ્છાએ કે દ્વેષથી પણ કરવું પડ્યું હોય, એ બધું સરલભાવે કહી દેજે. કહેવાની હિંમત ન હોય કે યાદ ન રહે, તો લખી જે. લખ્યા પછી ત્રણ ચાર વખત વાંચી લેજે. ફરી ફરી યાદ કરીને વિસ્તારથી લખી દેજે. જરા પણ ભય રાખીશ નહિ, રાસ્ત્રમાં કહ્યું છે કે... સહસા અષ્ણાએણ વ ભીએણ વ પિલ્લીએણ વા | વણેણાયકેણ વ મૂઢણ વ રાગદોસેહિં ||૧|| જ કિંચિ કયમકર્જ ઉજુય ભણઈ | ત ત આલોએજ્જા માયામયેવિપ્નમુક્કો ||ર| આ એકાએક, અજ્ઞાન, ભય, દબાણ, વ્યસન, સંકટ, મૂઢપણાથી કે, રાગદ્વેષથી જે કોઈ અકાર્ય કર્યું હોય, તે સરળપણાથી નાયા અને અહંકારથી રહિત બનીને કહી દેવું જોઈએ. ' અરે જીવ ! તું ગુનો કરવાથી ડર્યો નથી. તો હવે આલોચના વખતે શા માટે ડરે છે? પાપ કરતાં શરમ નથી આવી, છે પછી પ્રાયશ્ચિત વખતે શા માટે શરમ રાખે છે? અરે આત્મન્ ! આલોચના અને પ્રાયશ્ચિત તો આત્માના ભવોભવ સુધારી દે છે. અરે ! કેવલજ્ઞાન સુધી પહોંચાડી દે છે. મહાન સમાધિ તરફ લઈ જાય છે. www.jainelibrary.org in Education InternationalPage Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114