Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 21
________________ 13... છે જે ઠરમાય ના . આલોચનાનું મહત્ત્વ જંબુદીવે જે હૃતિ પdયા, તે યે હૃતિ હેમસ્સા દિજર્જતિ સત્તખિતે, ન છુટ્ટએ દિવસ પચ્છિd III જબુદીd જા હજુ તાલુઆ, તાઉ હૃતિ ચણાઈ | દિજર્જતિ સત્તખિતે, ન છુટ્ટએ દિવસ-પસ્થિત પારા જંબુદ્વીપમાં જે મેરુપર્વત વગેરે પર્વતો છે, તે બધા સોનાના બની જાય અથવા તો જંબુદ્વીપમાં જે રેતી છે, તે બધી રત્ન બની જાય. તે સોનું અને રત્ન જો સાતક્ષેત્રમાં દાન તરીકે અર્પણ કરી દેવામાં આવે, તો પણ પાપ કરેલ આત્મા એટલો શુદ્ધ બનતો નથી, જેટલો ભાવપૂર્વક આલોચના કરી પ્રાયશ્ચિત વહન કરીને શુદ્ધ બને છે. આલોયણપરિણઓ સમું સંપઠિયો ગરસગાસે | જઈ અંતરાવિ કાલ કરેછે આરાઓ તહરિ II વધારે તો શું કહીએ, અરે ભવ્ય આત્માઓ, જેણે શુદ્ધ આલોચના કરવા માટે પ્રસ્થાન કર્યું હોય, અને પ્રાયશ્ચિત લીધા પહેલા જ તે વ્યક્તિ વચમાં કાળ કરી જાય એટલે મરી જાય, તો પણ તે આરાધક બને છે. અશુદ્ધ આલોચના કરવાવાળો આલોચના કરવા છતાં વિરાધક બને છે. માટે શુદ્ધ આલોચના કરવી જોઈએ. 1 અશુદ્ધ આલોચના કોને કહેવાય? લજજા ગોરવેણ બહુસુયભણ વાવિ દુયરિયં જે ન કહૃતિ ગુણં, ન હુ તે આરાહગા હૂંતિ III એટલે કે આવું અકૃત્ય કહેવામાં શરમ આવે છે, તેથી શરમથી કે લજ્જાથી અથવા તો હું આટલો ધર્મી છું કે મોટો છું ! પાપો કહેવાથી રખેને મારી લઘુતા થાય. આવી રીતે લજ્જા કે ગૌરવથી કે પંડિતપણું હણાઈ ન જાય, એવા ભયથી જે આત્માઓ શુદ્ધ આલોચના કરતા નથી, તે વાસ્તવમાં આરાધક બનતા નથી. I અશુદ્ધ આલોચના લેનારના 10 દોષો છે :આકંપfiા અણુમાણઈત્તા, જે દિä બાયર વા સહમં વાા - છન્ન - સકલય, બહુજણ અdm તસ્કેવી |III. અર્થાત્ ૧) આકંપ્ય એટલે ગુરુની વૈયાવચ્ચ કરીને ગુરુને પોતાની તરફ લાગણી ઉભી કરી કહે કે, આપ કૃપા કરીને મને આલોચનાનું પ્રાયશ્ચિત થોડું આપશો. ૨) એવી રીતે ગુરુની વૈયાવચ્ચ કરવાથી આ ગુરુ મહારાજ થોડો દંડ આપનાર છે, એવું અનુમાન કરીને પ્રાયશ્ચિત લે. ૩) બીજાએ જે દોષ જોયો હોય, તેની આલોચના કહે, પરંતુ જે દોષ કોઈએ જોયેલ ન હોય, તેની આલોચના ન કહે. ૪) મોટા દોષોની આલોચના કહે, પણ નાના દોષોની ઉપેક્ષાઓ કરીને આલોચના ન કહે. ૫) પૂછ્યા વગર ઘાસ વગેરે લીધું, એવી નાની નાની આલોચના કહે, પણ મોટી મોટી આલોચના ન કહે. ગુરુ પણ જાણશે જ કે, નાની-નાની આલોચના કહેવાની ચિવટ છે, તો મોટી આલોચના શા માટે છુપાવે, માટે તેવી મોટી આલોચના આવી જ નહિ હોય, એમ માની ગુરુ તેને શુદ્ધ માને એમ પોતાનું ગૌરવ જળવાઈ રહે, તેમજ આવીજ રીતે ગૌરવ જાળવવા પરિચિત ગુરુ આગળ આલોચના ન કહે, પણ અપરિચિત ગુરુની આગળ આલોચના કહે જેથી તેઓને આલોચકના જીવનની ગૌરવને ક્ષતિ ન પહોંચે એવી ભ્રમણાથી એમ આલોચના કહેનાર શુદ્ધ થયાનો ખોટો સંતોષ માને. ૬) છત્ર એટલે એવી રીતે બોલે કે તેની બરાબર ખબર ન પડે, એમ અવ્યક્ત Jain Education international For Personal Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114