Book Title: Jinruddhisuri Jivan Prabha Author(s): Fulchand Harichand Doshi Publisher: Jinduttasuri Gyanbhandar View full book textPage 8
________________ ચડતાં નહોતાં પણ ધીમે ધીમે યાદ રહેવા લાગ્યું. શ્રી રૂપચંદજી મહારાજની મારા પર ઘણું મમતા હતી. શ્રી રૂપચંદજી મહારાજ મૂળ પીપાડસીટી પાસેના રીયા ગામના વિસા ઓસવાળ મુત ગાત્રના હતા. તેમણે સં. ૧૯૩૬ ના નાગારમાં શ્રી સૂર્યમલજી મહારાજ પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી હતી. તેઓ વ્યાકરણ, કાવ્ય, સાહિત્યના સારા અભ્યાસી અને વિદ્વાન હતા. તેમણે ઘણા ગ્રંથો પણ લખ્યા છે. સં. ૧૯૫૭માં રાયપુરમાં મેં તેમની પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી. મારા મેટાભાઈ વીરચંદજી તથા મારા નાનાભાઈ ગીરધારીજી પણ તેમના શિષ્ય બન્યા હતા. તેમણે નાના-મોટા પરિસ ઘણું સહ્યા હતા. સં. ૧૯૬૧માં અમે સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે ઉલ્લાસથી ગિરિરાજની પાંચ યાત્રા કરી હતી. બરવાળામાં તેમને સંવેગી દીક્ષાના ભાવ જાગ્યા હતા પણ શારીરિક પરિસ્થિતિ સારી ન હોવાથી હદયથી તેઓ સંવેગી રહ્યા હતા. સં. ૧૯૭૦માં શ્રાવણ સુદી ૧૪ ના પાક્ષિક પ્રતિક્રમણ કરતાં મોટીશાંતિ બોલતાં બોલતાં નાગોર મારવામાં તેઓ સ્વર્ગવાસી થયા. ગુરૂદેવે મને રવમ આપી શત્રુંજય જવા પ્રેરણ કરેલી તેથી હું વિહાર કરી પાલીતાણું આવ્યું અને સિદ્ધાચળમાં મારા સદભાગ્ય મને ગુરૂદેવ શ્રી જનઅધિસૂરિજી મળી ગયા. મારે અત્મા આનંદથી નાચી ઉક્યો. મેં ગુરૂદેવના ચરણમાં મારું જીવન સમર્પણ કરી દીધું. ગુરૂ દેવ તે એટલા બધા ઉદાર અને સૌમ્યમૂર્તિ હતા કે મને તેમણે પ્રેમપૂર્વક સ્વીકારી લીધો અને સં. ૧૯૭૫ના વૈશાખ શુદિ ના ગિરિ રાજ શ્રી શત્રુંજયની છત્ર-છાયામાં પાલીતાણામાં ગુરૂદેવનો શિષ્ય બન્યો. બે વરસ ગુરૂદેવની સેવામાં રહ્યો. વળી ચંચળ મને ઉધામો કર્યો અને મારવાડ તરફ નીકળી પડ્યો. ગુરૂ સેવાની અણમોલ ઘડીઓના લાભથી વંચીત રહ્યો પણ પૂર્વ પુણ્યના ઉદય વેગે અને ગુરૂવર્યની કૃપાદૃષ્ટિથી પાંચ વરસે પાછો ગુરૂસેવામાં હાજર થઈ ગયા. ગુરૂદેવની તે એ જ અમિભરી દૃષ્ટિ એ સમયે પણ રહેલી હતી. પછી તે જ્ઞાન, ભકિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 382