Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 25
________________ પાટણમાં ચૈત્યપરિપાટી. પાટણ ચૈત્યપરિપાટી. [ શ્રી. લલિતપ્રભસુકૃિત પાટણ ન'. ૨૮ તરીકે પ્રસિદ્ધ થઈ ગઇ છે ચેત્ય પરિપાટી અમદાવાદની શ્રી 'સવિજયજી જૈન ટ્રી લાયબ્રેરી ગ્રંથમાલા તેની કિંમત છ આના છે, તેની પ્રસ્તાવના સાક્ષર મુનિશ્રી લ્યાણવિજયજીએ. લખેલી છે તે અતિ ઉપયાગી અતિહાસિક વિગતા પૂરી પાડનારી હાઇ તે અમે પૂજ્ય મુનિરાજ શ્રી હંસવિજયજીની આજ્ઞાથી અત્ર આપીએ છીએ.] ત'ની. સ્વભાવથીજ ભારતવર્ષના પ્રાચીન વિદ્વાન એ ઇતિહાસ લખવા તરફ થોડું લક્ષ્ય આપેલું છે. અને જે કંઇ લખાયું હતું તેનેા પણ ઘણા ખરા ભાગ રાજ્યવિપ્લવાના દુઃસમયમાં નાશ પામી ગયા છે, માત્ર વ્યાખ્યાનિક સાહિત્યમાં ઉપયોગી થતા કેટલાક જન ઐતિહાંસિક સાહિત્યના અશ વ્યાખ્યાનરસિક જૈન સાધુઓના પ્રતાપે બચવા પામ્યા છે. પણ તેમાં ઐતિહાસિક કરતાં ઉપદેશતત્ત્વને મુખ્ય સ્થાન આપેલું હાવાથી તેવા ચિત્ર પ્રબન્ધાદિ ગ્રન્થો પૈકીના ધણા ભાગ ઔપદેશિક સાહિત્યજ ગણી શકાય, માત્ર કેટલાક રાસાએ અને પ્રબન્ધા ઉપરાંત શિલાલેખા, પ્રશસ્તિ, ચૈત્યપરિપાટીએ તથા તીર્થમાલાએજ આધુનિક દૃષ્ટિએ પ્રાચીન અતિહાસિક સાહિત્યમાં ગણવા યાંગ્ય છે. ઐતિહાસિક સાહિત્યમાં ચૈત્યપરિપાટીઓનુ સ્થાન. જો કે ચૈત્યપરિપાટી વા તીર્થમાલાએ તરફ ઘણા થાડા વિદ્યાતાનુ લક્ષ્ય ગયું છે અને ઐતિહાસિક દૃષ્ટિએ તેની ખરી કીંમત આંકનારા સાક્ષરા તે તેથીયે થેાડી સંખ્યામાં નીકલશે, એટલું છતાં પણ ઋતિહાસની દૃષ્ટિએ ચૈત્યપરિપાટી એ ઘણું ક’મતી સાહિત્ય છે, એના ઉંડાણમાં રહેલા તાત્કાલિક ધામિક તિહાસના પ્રકાશ, ધર્મની રૂચિ તથા પ્રવૃત્તિનું દર્શન અને ગૃહસ્થાની સમૃદ્ધ દેશાનું ચિત્ર ત્યાદિ અનેક ઇતિહાસના કીમતી અંશા ચૈત્યપરિપાટિએના ગર્ભમાંથી જન્મે છે કે જેની કીમત થાય તેમ નથી. ચૈત્યપરિપાટીઓના ઉત્પત્તિકાલ ચૈત્યપરિપાટીએ ક્યારથી રચાવા માંડી તેને નિશ્ચિત નિર્ણય આપી શકાય તેમ નથી. ચૈત્યપરિયાડીએ તીર્થમાલા અથવા એવાજ અર્થને જણાવનારા રાસાએ ધણા જુના વખતથી લખાતા આવ્યા ૧૦૩ છે એમાં શંકા નથી, પણ એવા ભાષાસાહિત્યની ઉત્પત્તિના પ્રારંભકાલના નિર્ણય હજી અંધારામાં છે, કારણ કે આ વિષયમાં આજ પર્યન્ત કાઈ પણ વિદ્યાને ઊહાપાતુ તક કર્યાં નથી, છતાં જૈન સાહિત્યના અવલાકનથી એટલું તેા નિશ્ચિત કહી શકાય કે જેનામાં ચૈત્ય વા તીર્થયાત્રા કરવાના અને તેનાં વર્ણના લખવાના રિવાજ ધણેાજ પ્રાચીન છે. તીર્થયાત્રાએ કરવાના રિવાજ વિક્રમની પૂર્વે ચોથી સદીમાં પ્રચલિત છે. તીર્થયાત્રાએ કરવાના રિવાજ વિક્રમની પહેલી વા ખીજી સદીમાં પ્રચલિત હતા એમ ઇતિહાસ જણાવે છે, જ્યારે તેનાં વહુને લખવાની શરૂઆત પણ વિક્રમની પહેલી વા ખીજી સદી પછીની તા ન જ હાઈ શકે; એ વિષયને વિશેષ ખુલાસા નીચેના વિવે. ચનથી થઈ શકશે— જૈન સાહિત્યમાં સર્વથી પ્રાચીન સૂત્ર આચારાંગની નિયુક્તિમાં તાત્કાલિક કેટલાંક જૈન તીર્થીની નોંધ અને તેને નમસ્કાર કરવામાં આવ્યા છે. નિ શીથસૂણિ'માં ધર્મચક્ર દેવનિર્મિત રતૂપ, જીવિતસ્વામિ પ્રતિમા, કલ્યાણભૂમિ આદિ તીર્થોની નોંધ કરવામાં આવી છે.૨ છેદત્રાના ભાષ્ય અને ટીકાકારા લખે છે કે અષ્ટમી ચતુર્દશી આદિ પર્વ દિવસેામાં સર્વ જૈન દેવરાસરાની વંદના કરવી જોઇયે. ભલે તે ચૈત્ય સંઘનું ૧. અઠ્ઠાવય ઉજ્જિતે ગયગ્ગપએ ય ધમ ય. પાસરહાવત્તનગ' વમપાય ચ વન્દ્વામિ. .. * ગજાગ્રપદે દશાણ કૂટવર્તિનિ તથા તક્ષશિલાયાં ધર્મચક્રે તથા અહિચ્છત્રાયાં પાર્શ્વનાથસ્ય ધરણેન્દ્રમહિમા સ્થાને. ” આચારાંગનિયુક્તિ પત્ર ૪૧૮, ૨. ઉત્તરાવહે ધમ્મચક્કે, મથુરાએ દેવણિસ્થિએ મા, કાસલાએ જિયતસામિપડિમા, તિર્થં’કરાણ વા જમ્મુભૂમિએ, —નિશીથસૂણિ પત્ર ૨૪૩–૨,

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129