________________
૨૦]
શાયિ શોષક
[ હિંદ રૂ
E
નદી અને સોમનાથ વચ્ચે આશરે ૧૨૦૦ માઈલ (૨૦૦ પરસંગ )નું છેટું છે, તે પણ સોમનાથની મૂર્તિને નહવડાવવા માટે ત્યાંથી દરરોજ પાણી લાવવામાં આવતું. દરરોજ હજાર બ્રાહ્મણ સોમનાથની પૂજા કરતા અને જાત્રાળુઓને પૂજા કરાવતા. જાત્રાળુઓની હજામત કરવાને ત્રણસો હજામે કામે લાગતા. દેવળને દરવાજે સાડી ત્રણસો ગવૈયા ગાવા બેસતા, અને એ બધાને દરરોજ નકકી કરેલ પગાર મળતો. જ્યારે મહમૂદ ઉત્તરમાં જીત મેળવતો હતો અને મૂર્તિઓનો નાશ કરતો હતો ત્યારે હિંદુઓ કહેતા કે એ મૂર્તિઓ પર સોમનાથને કેપ થયો છે. જે સોમનાથ તેમની ઉપર પ્રસન્ન હોય તે તેમને કેઈથી પણ નાશ થઈ શકે નહીં. જ્યારે આ વાત મહમૂદના સાંભળવામાં આવી ત્યારે સોમનાથ પર ચઢાઈ કરી સોમનાથનો નાશ કરવાનો તેણે નિશ્ચય કર્યો. તેનું ધારવું એવું હતું કે જ્યારે હિંદુઓને માલમ પડશે કે સોમનાથની તેઓ પ્રાર્થના અને ભક્તિ કરે છે, તે નકામી છે ત્યારે તેઓ ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે. ”
તેથી મદદ માટે તેણે અલ્લાની પ્રાર્થના કરી અને ૩૦,૦૦૦ ઘેડા અને ઘણું માણસો લઈ શાબાનની દસમી તારીખે (હીજરી ૪૧૪ ઈ. સ. ૧૦૨૪) ઘઝનીથી ઉપડ્યું. મૂલતાનને રસ્તે લઈ તે રમઝાનની અધવચમાં મૂલતાન પહોંચ્યા. મૂલતાનથી હિંદુસ્તાન જવાનો રસ્ત, ખોરાક અને માણસ વગરના ઉજડ જંગલમાંથી જતો હતો, મહમૂદે રસ્તા ખર્ચ માટે ૩૦,૦૦૦ ઉંટ પર પાણી અને ખોરાક સાથે લીધે અને અણહિલવાડ તરફ ચાલવા માંડયું. જંગલ ઓળંગ્યા પછી એક બાજુએ તેણે એક કિલ્લો દીઠે. ત્યાં ઘણાં માણસ એકઠાં થયાં હતા અને ઘણા કુવા હતા. આગેવાન લોકે મહમૂદને સમજાવવા આવ્યા, પણ તેણે માન્યું નહીં, કિલ્લાને ઘેરો ઘાલ્યો અને ત્યાંના લોકે હકથી ગભરાયા અને તેથી અલ્લાની મહેરબાનીથી તેને છત મળી. એ જગે તેણે ઇસ્લામના અમલ તળે આણી, લકાને મારી નાંખ્યા અને મૂર્તિઓ ભાગી નાંખી. પછી તેના માણસો સાથે પાણી લઈને તે અણહિલવાડ તરફ ગ અને ઝલકાદની શરૂઆતમાં ત્યાં પહોંચે.”
“ અણહિલવાડને રાજા, જેનું નામ ભીમ હતું, તે ઉતાવળે નાઠે અને પોતાની રાજધાનીમાંથી નીકળી જઈ લટાઈની તૈયારી કરવા એક નિર્ભય કિલ્લામાં ભરાઈ બેઠે. મહમૂદે સોમનાથ તરફ ચાલવા માંડયું. રસ્તામાં તેણે સેમિનાથના તાબાની મૂતિઓવાળા ઘણું કિલ્લા જોયા. આ મૂર્તિઓને મહમૂદ સેતાન કહેતા. તેણે લોકોને મારી નાખ્યા, કિલ્લા તેડી નાંખ્યા, મૂર્તિઓ ભાગી નાંખી, અને પાણી વગરના જંગલમાં થઈ સેમિનાથ તરફ આગળ ચાલ્યો. જંગલમાં તેને ૨૦,૦૦૦ લઢયા મળ્યા. તેમના સરદારોએ તાબે થવા ના પાડી, તેથી તેમની સાથે લઢવા મહમૂદે લશ્કર મેકહ્યું, તેમને હરાવી નસાડયા અને તેની મિલક્ત લુટી લીધી. એ જંગલમાંથી તે દેબલવારા * આગળ આવ્યા. અહિંથી સોમનાથ બે દિવસની મુસાફરી જેટલું દૂર હતું. દેબલવારાના લોકો એમ ધારતા હતા કે તેમનાથ દુશ્મનને હાંકી કાઢો. તેથી તેઓ શહેરમાં જ ભરાઈ રહ્યા. મહમૂદે એ જ લીધી, લેકેને કાપી નાંખ્યા, તેમની માલમત્તા લૂંટી લીધી અને પછી સોમનાથ તરફ ઉપડયો.”
ઝીલીકાદના એક ગુરૂવારે સોમનાથ પહોંચતા મહમૂદે દરિયા કિનારે એક મજબૂત કિલ્લો જોયે. તેની ભીંત સાથે દરિયાનાં મોજાં અથડાતાં હતાં, કિલામાંના લેકે મુસલમાનોની હાંસી કરવા લાગ્યા, અમારે દેવ તમને બધાને કાપી નાંખશે એમ તેઓ કહેવા લાગ્યા. બીજે દિવસે એટલે શુક્રવારને દહાડે મુસલમાનોએ કિલ્લાની લગભગ જઈ હલ્લો કરવાનું મંડાણ કર્યું. મુસલમાને કેવા જુસ્સાથી લઢે છે એ હિંદુઓના જોવામાં આવ્યું ત્યારે તેઓએ કિલ્લા પરથી પિતાની જગે છેડી. મુસલમાને નિસરણુઓ
* ઉના પાસેનું દેલવાડા ગામ,
Aho! Shrutgyanam