________________
૨૮૨ ]
जैन साहित्य संशोधक
[खंड ३
અધ્યાપક હર્મન યાકોબી લિખિતા
समराइच्च कहानी प्रस्तावना
[ અનુવાદક-શ્રીયુત ચીમનલાલ જેચંદ શાહ બી. એ.] લકત્તાની એશિયાટિક સોસાયટી ઑફ બેંગાલ તરફથી, આચાર્યવર્ય શ્રીહરિભદ્રસૂરિ
રચિત રમાઈ જા નામની સુપ્રસિદ્ધ જૈનકથા જર્મનીના પ્રખ્યાત છે. ડે. હર્મન યાકેબીના હાથે સંપાદિત થઈને છેડા જ સમય ઉપર સંપૂર્ણ રૂપે પ્રકટ થઈ છે. એ કથાની પ્રસ્તાવના તરીકે ગ્રંથના પ્રારંભમાં ઉક્ત અધ્યાપકે લગભગ ૩૦ પાના જેટલી “ઈનટ્રોડકશન” લખી છે જેમાં– હરિભદ્રને સમય, ૨ હરિભદ્રનું જીવન, ૩ હરિભદ્રની કૃતિઓ, અને ૪ સમરાઇશ્ચકહીઃ આ ૪ મુદ્દાઓ ઉપર એમણે ઊપયેગી ઉહાપોહ કર્યો છે. એમાંના પ્રથમના ત્રણ મુદ્દાઓ ઉપરના લખાણનું આ સંપૂર્ણ ભાષાંતર છે.
હરિભદ્રસૂરિના સમયનિર્ણયના વિષયમાં ડૅ. યાકેબીને ખાસ સ્વતંત્ર અને દઢ ભિન્ન મત હતા. એ ભિન્ન મતના સંબંધમાં એમની સાથે શ્રીયુત મોતીચંદ ગિરધર કાપૌઆ વગેરે વિદ્વાનેએ ખૂબ ચર્ચા પણ ચલાવેલી હતી પરંતુ તેથી એમને સંતોષ થયું ન હતું અને એ પિતાના મતને દૃઢ રીતે વળગી રહ્યા હતા, પરંતુ ૧૯૧૯ માં પૂના ખાતે ભરાએલી ભારતની પ્રથમ પ્રાચ્યવિદ્યાવિદ્વત્પરિષદુ’ આગળ “હરિમવા રમનિર્ગા એ વિષેને જે સંસ્કૃત નિબંધ અમે વાંચ્યા હતા અને એ નિબંધમાં હરિભદ્ર
સૂરિને જે સમય અમે નિશ્ચિત કર્યો હતે, તે વાંચીને એ સમર્થ સત્યસંશોધક વિદ્વાને પિતાને પૂર્વમત ઝટ લઈને બદલી નાંખ્યો અને અમારા કરેલા નિર્ણયને સર્વથા સહમત થઈ તેને સાદર સ્વીકાર કર્યો. એમના એ સ્વીકારને સ્પષ્ટ ઉલેખ આ નીચે આપેલી પ્રસ્તાવનાના પ્રારંભમાં જ વાંચકોને મળી આવશે. યુરોપના એક મહાન અભ્યાસી અને બહુશ્રુત વિદ્વાનને જ્યારે આ રીતે સત્ય જણાઈ આવે છે ત્યારે તે તુરત પિતાના મતને તદનુકુળ બનાવી લેવાની અને પિતાની ભૂલને સુધારી લેવાની કેટલી કાળજી રાખે છે તેનો આ એક ઉદાહરણભૂત દાખલો છે. જ્યારે આપણા દેશના લેભાગુ પંડિતમા , કશું સમજ્યા વગર, સમજવાની જરાએ ઈચ્છા રાખ્યા વગર, પકડયું “તે પકડયું” કરીને પિતાના નિમલ્ય મતને પણ આખર સુધી જેવા–તપાસવાની દરકાર કરતા નથી. હરિભદ્રસૂરિ યથાર્થ જ કહે છે કે
आग्रही वत निनीषति युक्तिं यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तियत्र तत्र मतिरेति निवेशम् ।।
* સંપાદક, * હરિભદ્રસૂરિના સંબંધમાં એક જૂનામાં જૂનો પ્રાકૃત પ્રબંધ જે ભદ્રેશ્વરસૂરિના કથાવલી નામના ગ્રંથમાં આવેલો છે તે અને બીજી પણ કેટલીક નવી વિગતો આ પછીના અંકમાં આપવાને અમારો વિચાર છે.--સંપાદક
Aho ! Shrutgyanam