Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 149
________________ ૩૬૪] जैन साहित्य संशोधक [ खंड ३ પણ બીજી પ્રવૃત્તિ થતી નથી. પૃથ્વીને માનીશું તે પૃથ્વી સૂર્ય ભણી દિવસ રાત્રિ કરવા ગતિ કરે છે. જ્યારે ઉત્તરાયણ સૂર્યને ઉત્તર ખાજીમાં આવવાને-કહીએ છીએ, ત્યારે પૃથ્વી સૂર્ય પાસે જાય છે. જ્યારે દક્ષિણાયન થાય છે. ત્યારે પૃથ્વી સૂર્યથી દૂર જાય છે. ૯. સૂર્યની શાધ કરતાં શાષકાને સૂર્યની કલ્પના કાંઈ જુદી જ લાગી છે. બીજા બધા ચહેાની શોધ કરતાં ત્રાસ ને અસ્થિરતા જેટલાં તેમને નથી લાગ્યાં, તેટલાં ત્રાસ ને અસ્થિરતા સૂર્યને ચોક્કસ કરતાં થયાં છે. એક પછી એક શેાધકાએ નવા નવા જુદા જુદા નિર્ણય સમજાવ્યેા છે. પણ હજી તે જો એ તેવા નિર્ણય પર આવી શક્યા નથી. હજી પણ જે જે શેાધકા આગળ યત્ન કરશે, તેઓને આજ કરતાં કાંઇ જુદું જ સમજાશે. ૧૦. હવે કાઇ એમ પ્રશ્ન કરશે કે લેાકેા મકરવૃત્ત તે કર્કવૃત્તને ચીરીને આગળ જાય છે તેને ઉત્તર એ જ કે આ વાત પ્રશ્ન કરનાર સમજ્યા હોય એવું જણાતું નથી. પૌરાણિક વાતને નવા જમાનાએ ગપગેાળા માન્યા છે, એ વાત હીક છે; પણ નવેા જમાને જે ગપગોળા હાંકે છે, તે બિચારી ઘેર બેસી રહેલી પ્રજા સાંભળી આભી જ બની જાય છે. એટલે, આ જમાનાને લાગે છે કે નવેા જમાને કેવાં કેવાં સત્ય શોધી આપે છે. સાચી વાત એ છે કે કર્કવૃત્તના એટલે તે વખતના સૂર્ય વર્તુલા યુરેાપ ઉપર આવે છે, તે વાત ખરી છે. પણ ત્યારપછી યુરે।પ ઉપર આગળ વધતા ઉત્તર મહાસાગરમાં આવે છે કે જ્યાં અમુક ભાગ સુધી સ્ટીમરે વા વહાણા ચાલે છે જેમાં થઇ આટલાંટિકમાં આવી અમેરિકામાં જાય છે, પણ ઉપર આગળ વધી શકાતું નથી. કારણ ઉપર આગળ જવામાં ઘણા પ્રયત્ન થયા છે પણ લેાકેા પાછા આવ્યા છે તે મરણેાન્મુખ પણ થયા છે. જ્યારે પૂર્ણ ભરતમાં જઈ શકાતું નથી ત્યારે યુગલક્ષેત્રને મહાવિદક્ષેત્રમાં જવાની વાત જ શી કરવી ? વળી દક્ષિણ મહાસાગરમાં પણ આગળ અમુક હદ પછી જવાયું નથી. ઉત્તરમાં જવાની વાત આજથી કેટલાંક વર્ષ પહેલાં ગુજરાતીના દીવાળીના અંકમાં ને સાંજવર્તમાનના પતેતીના અંકમાં હતી તે પૃથ્વી ગાળ નથી આ વાત પણું આવી હતી, પણ તે અંકે યાદ નથી તેમ આજે તેને ધણાં વર્ષ થઈ ગયાં છે. ૧૧. વળી એમ પ્રશ્ન થાય છે કે અમેરિકામાં અત્યારે તાર મુકતાં માલમ પડે છે કે અહીં જ્યારે મધ્ય દિવસ હૈ।ય ત્યારે ત્યાં મધ્ય રાત્રિ હાય, એ વાત સત્ય જણાતી નથી, તેમાં કયાં ભૂલ છે તે પરાશ્રિતતા હેાવાથી માલમ પડતી નથી ( એટલે તાર સંબંધી હકીકત ઘણી ગુંચવવાળી છે ) પણ અત્ર એક બીજો દાખલા લઇએ. એમ કહે છે કે લંડનને તેના આસપાસના પ્રદેશમાં ( વિલાયતમાં ) સૂર્ય લગભગ સેાળ કલાક રહે છે, ને રાત્રિ આઠ કલાક રહે છે, તેા વિલાયતમાં અત થયા પછી અમેરિકામાં સૂર્યોદય થાય એમ આ પ્રશ્નથી સિદ્ધ થાય છે. આ ઉપરથી સમજાશે કે અમેરિકામાં નીચેના ગાળામાં સૂર્ય સેાળ કલાક વિલાયતની જેમ રહેવાને તે અહીં કે યુરેપમાં સેળ કલાકની રાત્રિ સૂર્યના અભાવે રહેવી જ જોઇએ. તે રહે છે ખરી ? આપણે એવું અનુભવ્યું છે કે સેાળ કલાકના દિવસ પછી સેાળ કલાકની રાત્રિ રહે ? આથી એમ પ્રશ્ન થશે કે પૃથ્વી સૂર્ય પાસે જવાથી સૂર્યાસ્ત થતેા નથી. આમ હાય તેા કાઇપણ દેશની પ્રજાને પૂછે કે તમારે સૂર્યોદય ને સૂર્યાસ્ત થાય છે કે નહીં ? વિશ્વાયતમાં ઉપરના પ્રદેશમાં ઉભા રહી જુએ, એશિયાના કાઇપણ ભાગમાં રહીને જુએ, તેમ અમેરિકાના ભાગમાં રહીને જુએ; તેા પણ પશ્ચિમમાં સૂર્યાસ્ત થતા ને પૂર્વમાં સૂર્યોદય થતા જણાશે. આ ઉપરથી બંને ગાળા વચ્ચે રાત્રિ દિવસ જેટલે અંતર રહે છે કે નહીં તેને વ્યાજબી ખ્યાલ આવી શકશે. નહીં તે માનવું પડશે કે ઉદ્દયાસ્ત થનાર ને સ્થાયી રહેનાર સૂર્ય જુદા જુદા છે. નહીં તે ઉદયાસ્ત નથી થતા આવે અનુભવ સર્વ પ્રજાને થવા જો એ. ૧૨. આ પૃથ્વી ગોળ સ્થાલીની જેમ છે. તે આખા જંબુદ્રીપની સ્થિતિએ, નહિં કે આટલી આપણા આજના અનુભવમાં આવેલી પૃથ્વીની સ્થિતિએ, ખીજ ત્રીજના ચંદ્ર માફક આ અર્ધ ભરતક્ષેત્ર છે. તેમાં ત્રણ ભાગ છે. તેમાં પૂર્વના ભાગ પશ્ચિમ ભાગની જેમ ( અમેરીકા ) હાથ આન્ગેા નથી. Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190