Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 184
________________ અંક ૪ 1 कुंरपाल सोनपाल संबंधी केटलीक हकीकत બધા સામ્યમાં આ એક વિધ ઘણો મોટો છે. જહાંગીર હિંદુની જ્ઞાતિ લખવામાં ભૂલ ન કરે કે બધી વિગત બરોબર નોંધે જ એમ માનવાનું કારણ નથી. યૂરોપીય રાજ્યોના પ્રતિનિધીઓની મુલાકાત આત્મચરિત્રમાં નંધી નથી. સર ટોમસરોનું નામ જ નથી. એટલે સુંદરની જ્ઞાતિ ખરી જ લખી હશે એમ પણ ચોકકસ કહેવું મુશ્કેલ છે. છતાં બ્રાહ્મણે જ્ઞાતિને ઉલ્લેખ છે એટલે હાલ તો આ સામ્યને માટે વધારે કાંઈ ચોક્કસ કહેવાય નહી. એમ કહેવાય છે કે જહાંગીરના સમયમાં રાજા વિક્રમજીતે જીવહિંસા અટકાવી હતી એમ તે સમયને એક વિદેશી મુસાફર લખે છે. આ વિક્રમાજીત તે સુંદરદાસ હોય તો તે જૈન હોય એવો સંભવ બળવાન થાય. કુરપાલ સોનપાલ ગમે તે હોય, પણ જેમાં કેટલીક મહાન વ્યક્તિઓમાં એમની પણ ગણત્રી થાય છે. અને આપણે લેખ એમની હકીકતમાં કેટલીક પુરવણી કરે છે. જહાંગીરના સમયમાં મહાપુરૂષોના હેવાલમાં આ બન્ને વ્યક્તિઓની હજી વધારે તપાસ થવાની જરૂર છે. મને જે સામ્ય નજરે પડયું છે તે વાંધાવાળું અને કાચું જ છે. આ સંબંધી કોઈ વધારે પ્રકાશ પાડશે એમ ઈચ્છું છું.x * દુધેશ્વર આગળને આ લેખ કુઆના થાળામાં જડેલો છે. પાળીઓ આખાયે ઘણે સુંદર છે અને અસલ સુંદર છત્રીમાં જડેલ હશે અને પછીથી એ તુટી જતાં નદી કીનારે ૨ખડતે હશે તે આ દુઆમાં જડ હશે એમ જણાય છે. ઘણા જૂના વખતથી ત્યાં જ સ્મશાન હતું એમ મીરાતે અહમદી લખે છે. એટલે સ્મશાનમાં રૂપચંદની પાછળ ત્રણે સ્ત્રીઓ સતી થઈ હશે. આ પાળીઓ હાલમાં છે એવા સ્થળમાં રાખવા જેવો નથી. અને અમદાવાદના કલારસિક અને ઇતિહાસના શોખીન ગૃહસ્થાએ કુઆના માલીક પાસેથી એની માંગણી કરી કેઈ સારે સ્થળે કે કોઈ સંગ્રહસ્થાનમાં અગર તે અમદાવાદના ભાવિ મ્યુઝીયમમાં મુકાવવા યત્ન કર જોઈએ. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190