Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 183
________________ ૨૨૮] जैन साहित्य संशोधक [ વંદ રૂ થઈ ગયો છે તેથી હિંદુઓમાં એ બહુ માનવાળો ઈલકાબ છે. લગભગ ઈ. સ. ૧૬૨૩ સુધી શાહજહાંને લીધે અને પોતાની કુશળતા અને પરાક્રમથી સુંદરદાસ જહાંગીરનો ખાસ માની અને મુખ્ય અમીર ગણાય છે. એ પછી શાહજહાં બળ કરે છે ત્યારે સુંદરદાસ શાહજહાંને પક્ષ લઈને જહાંગીર સામે લઢે છે. જહાંગીર લખે છે કે સુંદરના ચઢાવ્યાથીજ શાહજહાંએ બળવો કર્યો હતો અને બળવાખોર અમીરોમાં એ મુખ્ય હતે. બળવાની લઢાઈ ચાલી ત્યાં સુધી એ શાહજહાંને જમણે હાથ અને એના લશ્કરને ખાસ સેનાપતિ હતે. એજ લઢાઈમાં જહાંગીરનો વિજય થાય છે, અને સુંદરનું મરણ થાય છે. કુંવર રાહ જોઈ છેવટે જહાંગીરના પક્ષમાં હેવાનું જણાવે છે અને બચે છે. * આ વર્ણન જોતાં સુંદર એ જ સોનપાલ એ કહેવું મુશ્કેલ છે. સોનપાલનું સ્વર્ણપાલતો પ્રશસ્તિમાં જ આપેલું છે. અને સુંદર એ શબ્દનું ભાષાંતર હોઈ શકે. જહાંગીરના અમાત્ય, સોનપાલ અને સુદરદાસ અને સુંદર એ સોનપાલનું નામ છે એમ માનીએ તો એ બે ભાઈને ઉપરનું વર્ણન પ્રશસ્તિ અને હિંદી કાવ્યને ખાસ મળતું આવે છે. બન્નેએ ગુજરાતની દીવાની ભોગવી છે. હિંદી કાવ્યમાં કંરપાલ કરતાં સોનપાલનું વર્ણન વધારે છે અને એનેજ f uતાળ કહ્યો છે. મણીરાજ, નિષાદળ, વગેરે શબ્દો પણ ખાસ સૂચક છે. સુંદર અને સેનપાલ બને ઢયા અને પ્રતાપ અને સત્તામાં પતે જ રાજા જેવા વિસિરિયલમ-જહાંગીર અને પછીથી શાહજહાંના ખાસ સ્તંભ-સહાયક-જેવા જણાય છે. એ પણ સેંધવા જેવું છે કે પ્રશસ્તિ બને ભાઈઓને અમાત્ય કહે છે અને હિંદી કાવ્ય તેથી પણ વધુ રાજા જેવું વર્ણન કરે છે. જહાંગીરના રાજ્યને હેવાલ જોતાં આ કુંવર અને સુંદર સીવાય આવા પરાક્રમના બીજા ભાઈઓ જણાતા નથી એટલે એ બે ભાઇઓ કુરપાલ સેનપાલ હય, સોનપાલ-સ્વર્ણપાલનું સુંદરદાસ થયું હોય. પાલદાસ વગેરે શબ્દ તે નામને છેડે લખનાર ગમેતેમ મુકતા એવા દાખલા છે. પરંતુ કુંવર અને સુંદર એ બે ભાઈઓના જહાંગીરના આત્મચરિત્રમાં આપેલા વર્ણન સાથે યુરપાલ સોનપાલનું વૃત્તાન્ત જેવું મળતું આવે છે તેવા કેટલાક વાંધા પણ એ સામ્યમાં વાંધા આવે છે. જહાંગીરના સમયમાં રાજા વિક્રમાજીત નામના ઈલકાબવાળા ત્રણ પુરૂષો જણાય છે. એક પત્રદાસ રાજા વિક્રમજીત, બીજો સુંદરદાસ વિક્રમાજીત, અને ત્રીજે બાંધુ અગર માંધુને રાજા વિક્રમાજીત વાઘેલે. એમાં પત્રદાસ અને સુંદરદાસ બન્નેને રાયપૅને ઈલ્કાબ મળે છે. પત્રદાસ અકબરના વખતને અમીર છે અને જહાંગીર એને “ ખત્રી' લખે છે. બાંધુના રાજાને વાઘેલે લખે છે. આ ત્રણેને વિક્રમાજીત કહ્યા છે. અને તુઝુકે જહાંગીરીના ભાષાંતરકાર રેજર્સ અને બેરીજે આ ત્રણે પુરૂષોને એક બીજામાં મેળવીને કાંઈ ગોટાળો કર્યો છે એમ એ ગ્રંથની શબ્દ સૂચિ ઉપરથી જણાય છે. છતાં પણ બરાબર જોતાં સુંદરદાસ વિક્રમાજીત જૂદો જ પુરૂષ હોય એમ જણાઈ આવે છે અને એનાં પરાક્રમો બીજા બે કરતાં વધારે છે. બીજો વિરોધ જરા ભારે છે અને તે એ કે ચરિત્રના પાછલા ભાગમાં જહાંગીર સુંદરદાસને “બ્રાહ્મણ” કહે છે. શરૂઆતમાં એવું કાંઈ લખ્યું નથી. આપણા લેખને સેનપાલ ઓસવાલ જ્ઞાતિનો છે એ સ્પષ્ટ છે. એટલે જહાંગીરે ભૂલમાં સુંદરદાસને બ્રાહ્મણ લખ્યો છે એવું સિદ્ધ ન થાય ત્યાં સુધી આ આખુયે અનુમાન તુટી પડે છે. આટલા * જુએ Memoirs of Jehangir Vol. I P. 273--74, 402, Vol. II 185, 253–54, 261, આઇને અકબરીના લેડવીનના તરજુમામાં મનસબદારીમાં છેલ્લું નામ સુંદરનું છે. બ્લેકમેનનું ભાષાંતર આ લખતી વખતે મળી શક્યું નથી. મનસુબુ ત્તવારીખ-બદૈનીમાં પત્રદાસ વિમાછતનું નામ છે પણ સુંદરદાસનું નામ નથી. Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190