Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 182
________________ એ છે ] कुंरपाल सोनपाल संबंधो केटलीक हकीकत [ ३९७ કાગળમાં જે નામે છે તે કંરપાલના સગાંનાં ન હોય તો એમને આગ્રાની બહારના કેઈ સ્થળના વતની માનવા કે કેમ તે પણ પ્રશ્ન છે. જે એ કુટુંબ આગ્રાનું વતની ન હોય, અમચર અને અમદાવાદ ગર ટુંક મુદત માટે આગ્રામાં વસ્યું હોય તો રૂપચંદના અમદાવાદમાં થયેલા મરણથી અમદાવાદ કે ગુજરાતના કોઇ ભાગના વતની ઋષભદાસ વગેરેને માનવા કે નહી એ બીજો પ્રશ્ન છે. મૂર્તિઓના લેખ કુરપાલ સોનપાલને સ્પષ્ટ રીતે આગ્રાનાજ વતની કહે છે, એટલે એ કુટુંબને આગ્રાનું જ વતની માનવાને ખાસ ટકે મળે છે. પરંતુ ઉપરનાં કારણે ગૂજરાત બાજુનો સંભવ પણ ઉભો કરે છે. અને આગ્રા તેમજ અમદાવાદમાં એ કુટુંબને કામ પ્રસંગે થોડો નિવાસ હશે એમ માનવાને લલચાવે છે. પરંતુ મૂર્તિઓના લેખ વિરૂદ્ધ સબળ આધાર ન મળે ત્યાં સુધી પચંદ અમદાવાદમાં કામ પ્રસંગે જ સકટુંબ આવ્યા હશે એમ માનવું પડે. ઉપરની પ્રશસ્તિ અને હિંદી કવિતમાં જહાંગીરના અમાત્ય અને વસ્તુપાલ તેજપાલ જેવા આ બે ભાઈઓને વર્ણવ્યા છે. એટલે એ સમયના એ કઈ મેટા માણસો હોવા કુરપાલ સોનપાલ જોઈએ એમ સમજાય છે. જહાંગીરના સમયના ઇતિહાસમાં કુરપાલ કે અને જહાંગીરના કવરપાલ અને સોનપાલ એવાં સ્પષ્ટ નામ જડતાં નથી. જહાંગીરે પોતાનું સમયનો ઈતિહાસ આત્મચરિત્ર લખ્યું છે એમાં પણ ચોખાં નામ જડતાં નથી. પણ પ્રશસ્તિ અને હિંદી કાવ્યના વર્ણનને કાંઈક ઠીક બંધ બેસે એવાં બે નામ જડે છે. એ બે નામ આ બે ભાઈઓનાં હશે કે કેમ તે ચક્કસ કહી શકાતું નથી. છતાં વર્ણનમાં કેટલુંક સાદૃશ્ય રસમય છે એટલે ટુંકાણમાં અત્રે લખું છું. પરંતુ આ બાબત હજી વધારે તપાસ કરવાની અગત્ય છે. પ્રશસ્તિમાં કંરપાલ સોનપાલ બને ભાઈઓને જહાંગીરના અમાત્ય કહ્યા છે. અને વસ્તુપાલ તેજપાલ સાથે સરખાવ્યા છે. હિંદી કવિતમાંથી પણ એટલું સમજાય છે કે બંને ભાઈઓ ધાર્મિક અને દાનેશ્વરી ઉપરાંત ખાસ કરીને લડવૈયા અને વિરપુરૂષ હતા, અને એમની પદવી રાજા જેવી હતી જેથી સોનપાલ તે હિદુ સુલતાન-હિંદુ બાદશાહ કહેવાતા, રાજાના એ જમણા હાથ જેવા હતા. આ વર્ણન સાથે જહાંગીરના આત્મચરિત્રમાં જેમનું વર્ણન કાંઈક થા બંધ બેસતું આવે છે તે જોઈએ. - જહાંગીરના ઇતિહાસનાં જે પ્રસિદ્ધ પુસ્તક છે તેમાં ફેરપાલ સોનપાલનાં નામ દેખાતાં નથી. જહાંગીરના આત્મચરિત્રમાં બે વ્યક્તિનાં નામ જણાય છે. એમનું વર્ણન કુંવ૨, અને સુંદર ઉર્જ કાંઈક અંશે આ બન્ને ભાઈઓને મળે છે. કુંવર અને સુંદર નામના બે રાજ વિકામાજીત ભાઇઓએ જહાંગીરના રાજ્યકાળમાં કેટલીક વખત ઉપગી અધિકાર ભોગવ્યો છે, કુંવરનું નામ ફારસીમાં કનહર લખેલું છે અને એ સુંદરને ભાઈ થાય અને એને ગુજરાતના વહીવટ ઉપર નીમવામાં આવ્યો હતો એમ જહાંગીર લખે છે. ગુજરાત પછી એને માળવાની દીવાની ઉપર નીમ્યા હતા. સુંદર અગર સુંદરદાસનાં પરાક્રમો કુંવર કરતાં વધારે જોવામાં આવે છે. અકબરના મનસબદારોની નામાવલીમાં એક સુંદરનું નામ છે તે આજ સુંદર કે બીજો એ નક્કી થઈ શકતું નથી. પરંતુ શાહજહાંના સલાહકારોમાં સુંદર અગત્યને ભાગ લે છે, શાહજહાં એ વખતે શાહજાદો અને થોડો વખત ગુજરાતને સુબે હતો. એ વર્ષોમાં સુંદર કેટલીક લઢાઈમાં અને વિષ્ટિએમાં સફળતા મેળવે છે, એ બધી વિગતને અહીં સ્થળ નથી. જહાંગીર લખે છે કે શાહજહાંના - વકીલ તરીકે સારું કામ કરવાથી સુંદરને રાયરામૈંને ઇલ્કાબ આપ્યો અને રાજા વિક્રમજીતનો ઇલકાબ પણ આપ્યો જહાંગીર એમ પણ લખે છે કે રાજા વિક્રમાજીત ( વિક્રમાદિત્ય ) હિંદઓમાં મેટા રાજ Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190