Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 169
________________ ૩૮૪ ] जैन साहित्य संशोधक ૧ ધર્મ ', સાધારણ રીતે ધર્મશબ્દના અર્થ પુણ્યકર્મ અથવા પુણ્યકર્મો થાય છે. ભારતીય વેદમાર્ગાનુયાયી દર્શનામાં કાઇ કઇ જગાએ ધર્મશબ્દમાં નૈતિક ઉપરાંત અર્થના આરાપ કરેલા જોવામાં આવે છે. આ બધી જગાએ ધર્મશબ્દના અર્થ વસ્તુની “પ્રકૃતિ ” “ સ્વભાવ ’ અથવા “ ગુણ ” થાય છે. બૌદ્ધદર્શનમાં પણ ધર્મશબ્દને નૈતિક અર્થમાં પ્રયાગ જોવામાં આવે છે; પરન્તુ ઘણી જગાએ “કાર્યકારણુ શૃંખલા’’ “ અનિત્યતા ” વગેરે ક્રાઇ વિશ્વ નિયમ અથવા વસ્તુધર્મ પ્રગટ કરવાને પણ એને પ્રયેાગ થયા છે. પરન્તુ જૈનદર્શન સિવાય ખીજા કાઇ પણ દર્શનમાં ધર્મ એક અજીવ પદાર્થરૂપે સ્વીકારવામાં આવ્યા નથી. નૈતિક અર્થ સિવાય એક નવા જ અર્થમાં ધર્મશબ્દના પ્રયાગ એક માત્ર જૈનદર્શનમાં જ જોવામાં આવે છે. જૈનદર્શનમાં ધર્મ એક “ અજીવ ” પદાર્થ છે. કાલ, અધર્મ અને આકાશની માક ધર્મ અમૂર્ત ” દ્રવ્ય છે. એ લેાકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે અને એના “ પ્રદેશે! ' અસંખ્યેય છે. પંચ “ અસ્તિકાય ” માં ધર્મ પણ એક છે. એ “અપૌલિક' (immaterial) અને નિત્ય છે; ધર્મ-પદાર્થ સંપૂર્ણપણે “ નિષ્ક્રિય ” છે અને “ અલેક ”માં એનું અસ્તિત્વ નથી. .. [ खंड ३ જૈન દર્શનમાં ધર્મને “તિકારણ ” કહેવામાં આવે છે. પરન્તુ એને અર્થ એવા નથી કે ધર્મ વસ્તુઓને ચલાવે છે, ધર્મ નિષ્ક્રિય પદાર્થ છે. તેા પછી એને કેવી રીતે ગતિકારણ તરીકે માની શકાય ? ધર્મ કાઇ પણ પદાર્થની ગતિની ખાખતમાં “ બહિરંગ હેતુ ” અથવા “ ઊદાસીન હેતુ ” છે; એ પદાર્થને ગતિ કરવામાં માત્ર સહાય કરે છે. જીવ અથવા કાઇ પણ પુલદ્રવ્ય પેાતાની મેળે જ ગતિમાન થાય છે; ધર્મ ખરી રીતે જોતાં કાઇ પણ રીતે એને ચલાવતા નથી; તે એ ધર્મ ગતિના સહાયક અને ધર્મને લીધે પદાર્થીની ગતિ એક રીતે સંભવિત બને છે. વ્યસંગ્રહકાર કહે છે “ જલ જેવી રીતે ગતિમાન મત્સ્યની ગતિમાં સહાયક છે તેવી રીતે ધર્મ ગતિમાન જીવ અથવા પુલ દ્રવ્યની ગતિમાં સહાયક છે. એ ગતિહીન પદાર્થને ચલાવતા નથી. ” કુંદકુંદાચાર્ય અને ખીજા જૈન દાર્શનિકા પણ આ વિષયમાં જલ અને ગતિશીલ મહ્ત્વનું દૃષ્ટાંત આપે છે. “ જલ જેવી રીતે ગતિશીલ મત્સ્યના ગમનમાં સહાયતા કરે છે તેવી જ રીતે ધર્મ પણ જીવ અને પુલની ગતિમાં સહાયતા કરે છે. (૯૨ પંચાસ્તિકાય, સમયસાર, ) તત્ત્વાર્થસારના કર્તા કહે છે કે “ જે બધા પદાર્થો પેાતાની મેળે ગતિમાન થાય છે, તેઓની ગતિમાં ધર્મ સહાયતા કરે છે; ગમન વખતે મત્સ્ય જેમ જલની સહાયતા ગ્રહણ કરે છે તેમ જીવ અને પુલદ્રવ્યેા પણ ગતિમાં ધર્મની સહાયતા ગ્રહણ કરે છે. '' વસ્તુએના ગતિકાર્યમાં ધર્મના અમુખ્યહેતુત્વનું અને નિષ્ક્રિયત્વનું અહ્મદેવ નીચે મુજબ દૃષ્ટાંત સાથે સમર્થન કરે છે. સિદ્ધ સંપૂર્ણપણે મુક્ત જીવ છે. તેમની સાથે સંસારના કશે પણ સંબંધ નથી. તે પૃથ્વીના કાઈ પણ જીવના ઉપકારક નથી, પૃથ્વીના કાઈ પણ જીવવડે તેઓ ઉષ્કૃત થતા નથી. તે કાઈ પણ જીવને મુક્તિમાર્ગે લઇ જતા નથી. છતાં એ જો કાઇ પણ જીવ ભક્તિપૂર્વક સિદ્ધ પુરુષની ભાવના કરે, વિચાર કરીને જુએ કે અનંતજ્ઞાનાદિ વિષયમાં સ્વાભાવિક રીતે તે પણ સિદ્ધના જેવા જ છે, તેા પેલા જીવ ધીરે ધીરે સિદ્ધત્વની પ્રાપ્તિને માર્ગે આગળ વધે છે. અહીં જણાય છે કે ખરી રીતે જોતાં જીવ માર્ગના વટેમાર્ગુ બન્યા છે; છતાં સિદ્ધપુરુષ પણ તેની મુક્તિનું કારણ છે, એ વાતને એમ નથી. ખરી રીતે કે કાઇ પણ પ્રકારે વસ્તુઓને ન ચલાવવા છતાં, ધર્મ ખરાબર એ જ રીતે તેઓની ગતિનું કારણ અથવા હેતુ છે. પાતે જ મેાક્ષઅસ્વીકાર કરાય Aho ! Shrutgyanam 33

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190