Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 173
________________ जैन साहित्य संशोधक [ खंड ३ જરૂર નથી. જૈન દાર્શનિકો એ મતવાદની નિઃસારતા બતાવવા કહે છે કે અવકાશ આપવો એજ આકાશને ગુણ છે. અવકાશપ્રદાન એ ગતિશીલ પદાર્થોને ગતિ ક્રિયામાં મદદ આપવા કરતાં જુદી વસ્તુ છે એ સમજી શકાય એવું છે. એ બન્ને ગુણોની આ મૌલિક ભિન્નતા મૂળથી જ ભિન્ન એવા બે દ્રવ્યોનું અસ્તિત્વ પ્રતિપાદન કરે છે અને એટલા માટે ધર્મતત્ત્વ આકાશથી જુદું જ દ્રવ્ય છે. વળી એ પણ જણાય છે કે જે આકાશ ગતિ કારણ હોત તો વસ્તુઓ અલોકમાં પ્રવેશ કરી લોકાકાશની માફક ત્યાં પણ આમ તેમ સંચરી શકત. અલેક એ આકાશને અશ હોવા છતાં તે બિલકુલ શૂન્ય અને પદાર્થ રહિત છે ( એટલું જ નહિં પણ સિદ્ધો સુદ્ધાં ત્યાં પ્રવેશ કરી શકતા નથી,) આ ઉપરથી જ સમજાય છે કે ધર્મ સવ્ય છે, અલકમાં એનું અસ્તિત્વ નથી અને લોકમાં વ્યાપ્ત રહી લોકાકાશ અને અલોકાકાશ વચ્ચે એક મોટી ભિન્નતા પ્રતિપાદન કરે છે. અદષ્ટ જ ગતિ કારણ છે ધર્મ દ્રવ્યની સત્તા નથી એમ પણ કોઈ કાઈ કહે છે. પરંતુ યાદ રાખવું જોઇએ કે ચેતન જીવ જે શુભાશુભ કર્મ કરે છે, તેના જ ફળ તરીકે અદૃષ્ટ કલ્પાયું છે. ચેતન જીવને જવર અવર કરાવવામાં અદષ્ટ સમર્થ છે એમ દલીલ ખાતર માની લઇએ તે પણ પાપ-પુણ્ય કર્મના અકર્તા અને તજજન્ય અદષ્ટની સાથે કોઈ પણ જાતના સંબંધ વિનાના જે જડ પદાર્થો છે તેઓની ગતિનું કારણ શું હોઈ શકે? અહિ યાદ રાખવું જોઈએ કે જન મત પ્રમાણે ધર્મ, પદાર્થને ચલાવનાર કે દ્રવ્ય નથી, એ વસ્તુઓની ગતિ ક્રિયામાં માત્ર સહાયતા કરે છે. ગતિમાં ધર્મના જેવું એક નિષ્ક્રિય કારણ અવશ્ય સ્વીકારવું જોઈએ. અદષ્ટની સત્તા સ્વીકારીએ તે પણ તેથી ધર્મ એક સંત તેમ જ અજીવ દ્રવ્ય છે એ મતને કઈ પણ રીતે બાધ આવતો નથી. અધર્મ વિશ્વવ્યાપારના આધારની શોધ કરવા જતાં અનેક દર્શને ખાસ કરીને પ્રાચીન દર્શનો બે વિરોધી તોની શોધ કરે છે. જરથુએ પ્રવર્તાવેલા ધર્મમાં આપણે “અહુરામજદ” અને “અહરિમાન” નામે પર વિરોધી-હિતકારી અને અહિતકારી દેવતાઓને પરિચય પામીએ છીએ. પ્રાચીન યાહુદી ધર્મમાં અને ખ્રિસ્તી ધર્મમાં પણ ઇશ્વર અને તેને ચિરત્રિ શયતાન વિદ્યમાન છે. દેવ અને અસુરની ભારતમાં પુરાતન ધર્મ કથા છે. ધર્મવિશ્વાસની વાત છોડીને જે આપણે દાર્શનિક તત્ત્વવિચારની આલોચના કરીએ તો ત્યાં પણ તવાદની એક અસર જોવામાં આવે છે. એ બધા દ્વૈતવાદમાં આત્મા અને અનાત્માનો ભેદ ખાસ ઉલ્લેખ યોગ્ય છે અને એ ભેદની કલ્પના લગભગ દરેક દર્શનમાં કઈને કઈ રીતે રહેલી છે. સાંખ્યમાં એ વૈતપુરુષ-પ્રકૃતિના ભેદરૂપે વર્ણવવામાં આવ્યું છે, વળી વેદાંતમાં બ્રહ્મ અને માયાના સંબંધના વિચારમાં Áતને કાંઈક આભાસ જણાય છે. ફેંચ ફિલસુફ ડેકાર્ટના અનુયાયીઓ આત્મા અને જડની ભિન્નતા જોઈ શક્યા હતા અને તેનો સમન્વય કરવાનો તેમણે વૃથા પ્રયાસ કર્યો હતે. જૈન દર્શનમાં જીવ અને અજીવ એ પરસ્પર ભિન્ન મૂળતા છે. આ બધા દ્વતો ઉપરાંત દાર્શનિકા બીજા પણ અનેક દૈત સ્વીકારે છે જેમકે સત અને અસત ( Being and non Being ) તત્ત્વ અને પર્યાય ( Noumenon and Phenomenon ) વગેરે. પ્રાચીન ગ્રીકેએ બીજા એક સુપ્રસિદ્ધ ભેદની કલ્પના કરી હતી તે ભેદ ગતિ અને સ્થિતિ વચ્ચેને. હેરાકલીટ્રાસના શિષ્યોના મત પ્રમાણે સ્થિતિ એ ખરે તાત્વિક વ્યાપાર નથી, દરેક પદાર્થ દરેક ક્ષણે Aho I Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190