Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 171
________________ ૨૮૬ ] जैन साहित्य संशोधक | સ્પંદ રૂ સાધારણ નિમિત્તનું અનુમાન કરવું પડશે. ધર્મ અને અધર્મ યથાક્રમે આ સાધારણ નિમિત્ત છે; કારણ એ બન્ને સિવાય ઉપરાત ગતિસ્થિતિરૂપ કાર્ય સંભવતું નથી.” પ્રભાશ્ચંદ્રનાં ઊપર ઉતારેલાં વચન ઊપરથી એ જ સિદ્ધ થાય છે કે એકથી વધારે પદાર્થની યુગપત્ ગતિ પરથી ધર્મતત્ત્વના અસ્તિત્વનું અનુમાન કરાય છે. પરન્તુ જે રીતે એક પદાર્થ પછી બીજો એક પદાર્થ જાય એટલે જ તે શૃંખલાબદ્ધ છે એમ કહી શકાતું નથી. તેવી રીતે બે કે તેથી વધારે પદાર્થોની યુગપત્ ગતિ ઊપરથી જ તેએ શૃંખલાબદ્ધ છે એવું અનુમાન કરી શકાતું નથી. ગતિએ યુગપત્ થઇ એટલે શૃંખલાબદુ થઈ ગઈ એવું જ કંઇ નથી. ધારે કે કૈાઇ તળાવમાં એક માછલી ઉત્તર તરફ દોડે છે; એક માણસ પૂર્વ તરફ તરે છે; ઝાડ પરથી ખરી પડેલું એક પાંદડું પશ્ચિમ તરફ તણાતું જાય છે અને એક કાંકરા સરેાવરના તળીયા તરફ ઉતરતા જાય છે. આ બધી ગતિએ યુગપત્ છે અને એ યુગપત્ ગતિએ, ગતિ કારણ જલને લીધે જ સંભવ શકે છે. પરન્તુ એ બધી ગતિએમાં યોગપદ્ય હોવા છતાં કાઈ પણ શંખલા ( વ્યવસ્થા ) દેખાતી નથી. તે જ રીતે ધર્મ યુગપત્ ગતિનું કારણ હેવા છતાં એને તેમાં રહેલી શૃંખલાનું કારણ કહી શકાય નહિં. ધર્મને જનદર્શનમાં નિષ્ક્રિય પદાર્થ કહેવામાં આવ્યા છે. ગતિ પરંપરાની શૃંખલામાં ધર્મની ઉપયેાગિતા છે એ સ્વીકાર્ય છે; પરન્તુ યાદ રાખવું જોઇએ કે ધર્મ ક્રિયાશીલ વસ્તુ નથી અને તેથી વિશ્વની ગતિમાં જે શૃંખલા છે તેનું એક માત્ર કારણ ધર્મ છે એવું કહી શકાય નહિં. "" એટલે અમને લાગે છે કે અધ્યાપક ચક્રવર્તીએ, પંડિતવર શીલના ધર્મસંબંધી મતવાદની જે સમાલાચના કરી છે તે યુક્તિસંગત છે. પરન્તુ ગતિસમૂહની શૃંખલાનું કારણ શોધવા જતાં અધ્યાપક ચક્રવર્તીએ અધર્મતત્ત્વ લાવી મુકયું છે. સ્થિતિ કારણ અધર્મ “યુક્તિથી” ધર્મના “ પૂર્વગામી ” ( logically prior) છે અને અધર્મનું ફળ અથવા કાર્યને નિરાસ કરવા માટે અથવા તેને કંઇક અંશે મંદ કરવા માટે ધર્મના પ્રયત્નથી શૃંખલાની ઉત્પત્તિ થઇ છે, એવા તેમના મત હેાય એમ લાગે છે. વિદ્વાન અધ્યાપકને આ મત અમે સ્વીકારી શકતા નથી. આપણે ભૂલી જવું ન જોઇએ કે ધર્મ અને અધર્મ બન્ને નિષ્ક્રિય તત્ત્વા છે. તેઓના અસ્તિત્વથી ગતિશ્રૃંખલાના આર્વિભાવને સહાયતા મળી શકે, પરન્તુ ગતિશ્રૃંખલાની ઉત્પત્તિમાં તેનું ક્રિયાકારિત્વ ખીલકુલ નથી. ખરી વાત તે એ છે કે ધર્મ, અધર્મ, આકાશ અથવા કાલ ભેગાં અથવા અલગ અલગ વસ્તુએની ગતિપરંપરામાં શૃંખલા લાવવાને સમર્થ નથી. એએનું અસ્તિત્વ શૃંખલાના સહાયક તરીકે ગણાયા છતાં એએ બધી રીતે નિષ્ક્રિય દ્રવ્ય છે. વિશ્વ નિયમનું કારણ નક્કી કરવા જતાં અદ્વૈતવાદ “ પદ્માવ્રુત્તિયમ્ ” સપદાર્થને લાવે છે અને શ્વરવાદ એક મહાન સ્રષ્ટાને નિર્દેશ કરે છે. જૈનદર્શન અદ્વૈતવાદ, કતૃત્વવાદ અન્નેને વિરેધી છે એટલે શૃંખલાબદ્ધ ગતિનું અને તેની સાથે વિશ્વમાં રહેલા નિયમનું કારણ નક્કી કરવામાં જૈતેને પેાતાની મેળે ગતિશીલ જીવ અને પુલની સ્વાભાવિક પ્રકૃતિ ઊપર જ આધાર રાખવાની ફરજ પડે છે. બધા જીવેામાં સમાન જ જીવના ગુણા રહેલા છે. તેથી બધા જીવાનાં કર્યાં અને ક્રિયાપદ્ધતિ ઘણે ભાગે એક પ્રકારની જ હેાય છે. વળી એક જ કાલ, આકાશ, ધર્મ, અધર્મ અને પુલની સાથે જોડાઇને બધા જીવને કામ કરવું પડે છે; એ કારણથી પણ જીવામાં એક નિયમ અને શૃંખલાના આર્વિભાવ થાય છે. જડ જગતની શૃંખલા સંબંધે અમને લાગે છે કે જૈન દર્શન આધુનિક વિજ્ઞાનસંમત મત સ્વીકારવામાં લગારે આનાકાની નહિં કરે. વર્તમાન યુગના જડ વિજ્ઞાનના આચાર્યની પેઠે જૈને પણ કહી શકે કે જડ જંગતમાં જે શૃંખલા છે તે જડ પદાર્થનાં સ્વાભાવિક ગુણમાંથી જન્મેલી છે. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190