Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 174
________________ એ ૪] जैनदर्शनमा धर्म अने अधर्मतत्त्व [ રૂ૮૬ બદલાયા કરે છે અને એવી રીતે દરેક પદાર્થ દરેક ક્ષણે જ ગતિશીલ છે, એમ કહી શકાય. બીજી બાજુએ વળી પારમેનિડિસના શિષ્યો કહે છે-ગતિ અસંભવિત છે, પરિવર્તન ન પામે એવી સ્થિતિ જ સ્વાભાવિક તત્ત્વ છે. એ બે પક્ષોના વાદવિવાદમાંથી ગતિ અને સ્થિતિ બની સત્યતા અને તાત્ત્વિક્તા સમજાય છે. જેઓ કેવલ તત્ત્વવિચારને પક્ષ ન લેતાં લોક વ્યવહાર તરફ પણ દષ્ટિ રાખે છે તેઓ ગતિ અને સ્થિતિમાંથી કોઈ પણ એકની સત્યતા બિલકુલ ઉડાવી દઈ બીજાની તાત્ત્વિકતા દર્શાવી શકતા નથી. જૈનો અનેકાંતવાદી છે; એથી તેઓ ગતિકારણ ધર્મ અને સ્થિતિકારણ અધર્મ, એ બન્નેની તાત્ત્વિક્તા સ્વીકારે એમાં કંઈ નવાઈ નથી. ધર્મને લીધે ગતિ છે અને અધર્મને લીધે સ્થિતિ છે ધર્મ અને અધર્મ બન્ને સત દ્રવ્ય છે, અજીવ દ્રવ્યમાં સમાવેશ પામે છે. બન્ને જ લોકાકાશવ્યાપી સર્વગતવ્યાપક પદાર્થ છે. મહાશૂન્ય અલોકમાં બન્નેનું અસ્તિત્વ નથી. “ધર્મ તેથી કંઇક વધારે છે–તે નિયમબદ્ધ ગતિ પરંપરાને કારક કે કારણ છે—જીવ અને પુર્કલની ગતિઓમાં જે શંખલા રહેલી છે તેનું કારણ ધર્મ જ” છે–એમ માનવું યુક્તિસંગત નથી. જૈનદર્શનના મત પ્રમાણે જીવ અને પુલ બન્ને પિતાની મેળે ગતિશીલ છે અને ધર્મ સંપૂર્ણપણે નિષ્ક્રિય દ્રવ્ય છે; એટલા માટે ધર્મ વિશ્વમાં રહેલી શૃંખલાને વિધાયક છે એમ કહી શકાય નહિં. અધર્મ પણ નિષ્ક્રિય દ્રવ્ય છે. જીવ અને પુલ પિતાની મેળે જ સ્થિતિશીલ છે. જગતમાં જે શંખલાબદ્ધ સ્થિતિ હોય તે તેનું કારણ અધર્મ છે એમ કહી શકાય નહિં–જીવ અને પુલનો સ્વભાવ જ તેનું કારણ છે. ધર્મ અને અધર્મમાંથી એકે જગતમાં રહેલા નિયમને કર્તા નથી. વળી એમાંના કોઈ એકને બીજાને યુક્તિથી પૂર્વગામી (logically prior) કહી શકાય નહિ. ધર્મ અને અધર્મમાંથી કોઈ એક બીજાના વ્યાપારની પ્રતિક્રિયા કરે છે અને એ ચિરવિરોધ કે અનંતસંગ્રામ ઉપર વિશ્વખલા ટકેલી છે એમ માનવું એ યુક્તિવિરુદ્ધ છે. ગ્રીકદાર્શનિકે પ્રસિદ્ધ કરેલ “રાગ ” ( Principle of love) અને “ઠેષ(Principle of hate)ના સિદ્ધાંતની સાથે ધર્મ અને અધર્મના સિદ્ધાંતની તુલના થઈ શકે એમ નથી. ધર્મને બહિર્મુખી ગતિનું કારણુ ( principle “guaranteeing motion within limits”) અને અધર્મને અંતર્મુખી ગતિનું કારણ મધ્યાકર્ષણ કારણ (કેષ્ટક Principle of Gravitation) કહેવું એ ખોટું છે એમ અમને લાગે છે. પરમાણુકાયસંરક્ષણમાં જે બે પરસ્પર Gaziell ( Positive and negative ) agla's alsnal 641412 (electromagnetic influences) જોવામાં આવે છે તેના જેવા પરસ્પર વિરેાધી કાઈ બે તો સાથે ધર્મ અધર્મની તુલના થઈ શકે એમ નથી. ધર્મ અને અધર્મ સંપૂર્ણપણે નિષ્ક્રિય દ્રવ્ય છે. જેવી રીતે “કેંદ્રાભિમુખી” અને કેંદ્રબહિર્ગામી” ગતિ (centripetal and centrifugal forces)ની સાથે તેમનું સરખાપણું નથી. તેવી રીતે તેમની ઉપર કોઈ પણ પ્રકારના ક્રિયાકારિત્વ ( dynamic energising) આરોપ કરી શકાય એમ નથી. જૈનદર્શનમાં અધર્મનો અર્થ પાપ કે નીતિવિરુદ્ધ અપકર્મ એવો નથી એ એક સત અજીવ તત્વ છે; વસ્તુઓની સ્થિતિશીલતાનું એક કારણ છે. જીવો અને જડ વસ્તુઓના સ્થિતિકારણ તરીકે એ વર્ણવાય છે. તેથી અધર્મ ગતિશીલ પદાર્થને અટકાવી દે છે, એવો અર્થ સૂચિત થતું નથી. અધર્મ એ સ્થિતિને કારક સહભાવી કારણ છે, દ્રવ્યસંગ્રહકારે એને “તાળકુવાળ કપાયા(થાનશુતાનાં નસદારો ) અર્થાત્ સ્થિતિશીલ પદાર્થને સ્થિતિ સહાયક કહેલ છે. સ્થિતિશીલ પદાઈની સ્થિતિને જે સહાયતા કરે તેને વિશદ્ધ દર્શનવાળા અરિહંતાએ અધર્મ કહે છે. પશઓની સ્થિ Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190