Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 151
________________ ૨૧ जैन साहित्य संशोधक कलिंगना चक्रवर्ती महाराज खारवेलना शिलालेखनुं विवरण [ લેખક-વિદ્યા મહેદધિ શ્રીકાશપ્રસાદ જાયસવાલ એમ. એ. પટણા]. [પશ્ચિમ હિંદુસ્થાનમાં થએલ પરમહંત નરપતિ કુમારપાલ અને દક્ષિણ હિંદુસ્થાનમાં થએલ પરમાહંત નરપતિ અમેઘવર્ષ એ સામાન્ય રીતે જૈન જનતામાં પ્રભાવક નરેશ તરીકે બહુ જાણીતા છે. કારણ કે જેમ તેઓ સમયથી નજીક છે તેમ તેઓની તથા તેઓના આશ્રિત વિદ્વાનોની મંદિર, સાહિત્ય આદિ સંબંધી વિવિધ કૃતિઓ ઉપલબ્ધ છે. પરંતુ ઐતિહાસિક તેમ જ મહાપ્રભાવશાળી પરમાહિત ખારવેલ નરપતિની બાબતમાં તેમ નથી. એ નરપતિને જાણનાર કહેવાતા જૈન વિદ્વાનોમાં પણ ગણ્યા ગાંઠયા જ મળશે. કારણ એ છે કે એ નરપતિ જેમ સમયથી દૂર છે તેમ તેના સંબંધનું સાહિત્ય પણ નહિવત છે. આમ છતાં પણ સદ્દભાગ્યની વાત એ છે કે એ કલિંગ ચક્રવર્તિ ખારવેલે જે પિ કેતરાવેલ એક શિલાલેખ મળી આવ્યો છે. અને તેના ઉપરથી તેને લગતી અનેક બાબતો ઉપર પ્રકાશ પડે છે. એ શિલાલેખની ભાળ મળ્યા પછી તેને વાંચવા સમજવા વિગેરે માટે લગભગ સે વર્ષ થયાં દેશીય અને વિદેશીય વિદ્વાનો પ્રયત્ન કરતા આવ્યા છે. દેશીય વિદ્વાનોમાં વ્યાપારપ્રધાન ગુજરાતના સાક્ષરોનું પણ સ્થાન છે. સગત ભગવાનલાલ દ્રિજીતે વૈદ્યકપ્રિય પ્રારા કુળમાં જન્મ્યા છતાં પણ એ પ્રાચીન શિલાલેખ વાંચવા અને સંબંધી વિચાર કરવા આજથી ૪૦ વર્ષ અગાઉ ગુજરાતી તરીકે ફાળે આપેલો છે. રાવબહાદુર કેહ. ધ્રુવ અધ્યાપક તેમજ ઐતિહાસિક સાક્ષર છે એટલે એ વિષયમાં તેમને ઉહાપોહ સ્થાને જ ગણુ જોઈએ. પરંતુ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે બધી સાધન સંપત્તિ પ્રાપ્ત છતાં તેમ જ જ્ઞાન અને શોધખોળ પાછળ જોઈતો બધે વખત મેળવી શકનાર સેંકડો જૈન સાધુઓમાંથી આ બાબત ભાગ્યે જ કોઇનું ધ્યાન ગયેલું છે. પ્રસિદ્ધ અને પ્રાચીન એક જૈન નરપતિ વિષે જૈન વિદ્વાનોની અને ખાસ કરી જૈન સાધુમંડલની આટલી જિજ્ઞાસાશન્યતા એ ભાગ્યે જ સંતવ્ય ગણી શકાય. તેમ છતાં ખુશીની વાત એ છે કે પ્રસ્તુત પત્રના તંત્રી શ્રીમાન જીનેવિજયજીએ આજથી અગીયાર વર્ષ અગાઉ પ્રાચીન જૈનલેખસંગ્રહ (પ્રથમ ભાગ ) એ નામનું એક પુસ્તક બહાર પાડેલું. જેમાં એ ખારવેલને શિલાલેખ અને બીજા ત્રણ લેખે આપેલા છે. સાથે સાથે તેઓશ્રીએ એ પુસ્તકમાં એ લેખને સમજવા અને તેની બધી વસ્તુઓ ઉપર પ્રકાશ પાડવા તે વખત સુધી પ્રસિદ્ધ થએલી બધી સામગ્રીને ઉપયોગ કરી ખૂબ માહિતી પૂરી પાડી છે. ખારવેલના એ શિલાલેખ પાછળ ઘણા વર્ષો થયાં સતત શ્રમ કરનાર શ્રીયુત જાયસવાલ મહાદયે છેલ્લામાં છેલ્લો ખારવેલના શિલાલેખ વિષે એક નિબંધ હિંદીમાં પ્રસિદ્ધ કર્યો છે. એ મહત્વનું હોવાથી નાગરીમચારિણી પત્રિકાના ૧૯૮૪ ના કાર્તિક માસના અંકમાંથી તેને ગુજરાતી: અનુવાદ અ આપવામાં આવે છે, આ લેખને વધારે સમજવા અને તેના અભ્યાસ માટે ઉંડા ઉતરવા માટે અમે અમારાં તરફથી કશું ન લખતાં પ્રાચીન જૈનલેખસંગ્રહ (પ્રથમ ભાગ ) વાંચવાની વાચકે ને ભલામણ કરીએ છીએ. જો કે એ પુસ્તક ગુજરાતી આલમ માટે બહુ જ મહત્વનું છે, પણ અત્યારે તે સુલભ નથી. તેથી એ શિલાલેખનું તેમજ ખારવેલનું મહત્ત્વ અને પ્રાચીનકાલમાં જૈનધર્મની જાહોજલાલી સમજાવવા પૂરતા થોડાક ફકરા એ પુસ્તકના ઉદઘાતમાંથી અને અનુપૂર્તિમાંથી અહીં મૂકવામાં આવે છે. વિશેષ રસ- વૃત્તિવાળાઓ એ મૂળ પુસ્તક વાંચી લેશે તે તેને પ્રસ્તુત અનુવાદ સમજવામાં કિંમતી મદદ મળશે અને જ્ઞાન સમૃદ્ધિ વધશે. Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190