Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 153
________________ ३६८ जैन साहित्य संशोधक खंड ३ જન્મ ઈસ. પૂર્વે ૧૯૭ માં થયે હતે. એને બાળપણમાં વિજિગીષને છાજે એવી ઉત્તમ પ્રકારની કેળવણી મળી હતી. ગણિત, સાહિત્ય, વ્યવહાર અને ચિત્રવિદ્યામાં તે કુશળ હતો. જૈન આગમોનું તે સારું જ્ઞાન ધરાવતા હતા. અભ્યાસકાળ પૂરો થતાં પંદર વરસની હાની ઉમ્મરે તેને યુવરાજ બનાવવામાં આવ્યું, અને પચીસમા વરસમાં તેના પિતા બુધરાજ દેવલોક પામતાં તે રાજા થયો. ઈ. સ. પૂર્વે ૧૭૩. પૂર્વજની વિજયપ્રવૃત્તિ જારી રાખવા અભિપિક જળથી જ તેણે સંકલ્પ કર્યો. ગાદીએ આવ્યા ને બીજે વર્ષે એ સંકલ્પને પુષ્ટિ આપનારો પ્રસંગ પણ તેને આવી મળે. સંઘરાજીના નૈસર્ગિક શત્ર રાષ્ટિએ ભેજ કેની સહાયતાથી શ્રીમલ શાતકણિને ભારે સંકડામણમાં લીધો હતો તેમાંથી છૂટવા તેણે ખારવેલની મદદ માગી. કલિંગરાજે મોઢું ચતુરંગ દળ અંધરાજની હારે મોકલ્યુ, આ જબરું સૈન્ય કમકે આવી પહોંચતાં શત્રએ પાછાં પગલાં કર્યો. તેમની પૂઠે લાગી કલિંગવીએ કૌશાંબ ક્ષત્રિયોની સામેલગીરીથી દુશ્મનના હાથમાં ગયેલું નાસીક નગર પાછું મેળવ્યું. શરા રાષ્ટિક અને ભેજ. કના હાથ હેઠા પડ્યા અને તેમણે ખારવેલ સાથે મેળ કર્યો. એ રીતે અંધ, મહારાષ્ટ્ર અને વિદર્ભદેશ કલિંગની છાયા નીચે આવ્યા અને કલિંગનરેશનો પ્રતાપ રાજ્ય કાળના બીજા જ વર્ષમાં નર્મદા અને મહાનદીથી કૃષ્ણ સૂધી પસર્યો. ” -સંપાદક.] ' અનુવાદ હિંદુ ઈતિહાસને પુનરુદ્ધાર આશ્ચર્યકારક છે. ગુપ્ત રાજાઓને વૃત્તાંત કેણ જાણતું હતું ? મોર્ય ચંદ્રગુપ્તની કીર્તિ વિશાખદત્ત સુધી અને ભારતપતિ શુંગેના વૃત્તાંત કવિ કાલિદાસ સુધી જીવતાં હતાં. તેમજ ત્યાર પછીના ગ્રંથો મારફત આપણે એને આજ પણ જાણીએ છીએ. પરંતુ સમુદ્રગુપ્ત, કર્ણકલચુરી અને ખારવેલ જેઓ મૌર્ય ચંદ્રગુપ્ત અને નેપલિયનથી પણ ઉતરતા ન હતા. બલકે એમ કહેવું જોઈએ કે કઈ કઈ બાબતમાં તેમાંથી પણ ચડીઆતા હતા. તેઓનું નામનિશાન પણ આપણી પાસેના ગ્રંથમાં નથી. તેઓને ઇતિહાસ તેઓના વખતમાં લખાએલ લેખ, પત્થર અથવા તામ્રપત્ર ઉપર કેરાયેલા પ્રશસ્તિઓ અને ચરિત્રેની મદદથી પ્રસિદ્ધિમાં આવ્યું છે. શિલાલેખે અને દાનપત્ર ઉપરથી ઇતિહાસ તારવે એ પુરાતત્ત્વજ્ઞાની જુની પ્રથા છે. રાજતરંગિણકાર કલ્હણે પિતાના કાશ્મીરના ઇતિહાસની રચનામાં એ સાધનને ઉપયોગ કર્યો હતો. એવું તેણે પિતે જ લખ્યું છે. જુના હિંદુરાજાઓ અને પંડિત એ પ્રથા જાણતા, નહી તે તેઓ ભૂમિદાન, કુંભ દાન વિગેરે સાધારણ પ્રસંગમાં લાંબા લાંબા ચરિત્ર અને રાજવહીવટના કામેના વર્ણને શા માટે કેવરાવે. અથવા મંદિરના શિખરોની નીચે અને સ્તની અંદર હાડકાંઓ સાથે લેખો ખજાનારૂપે શા માટે દાટી રાખે? ઈતિહાસને ચિરસ્થાયી કરવાની આ રીત હતી. અશકે તે સ્પષ્ટ લખ્યું છે કે ચિરસ્થાયી કરવા વાતે લેબે પત્થરે ઊ પર કોતરાવવામાં આવ્યા. ' તેઓ શિલાલેખ વિગેરેમાં વૃત્તાંત અને ચરિત્ર ઘણું કરી તિહાસિક દષ્ટિથી આલેખતા હતા; અર્થાત્ વીતી ગયેલ અથવા વર્તમાન હકીકત સંક્ષેપમાં કાવ્યરૂપે નહી. સાચારૂપે દાખલ કરી વર્ણવતા હતા. એ વસ્તુ જોઈ ડોકટર ફીટે કહ્યું છે કે, શિલાલેખ અને તામ્રલેખ જેવાથી સિદ્ધ થાય છે કે પુરાતન હિંદુઓમાં ઈતિહાસ લખવાનું સામર્થ્ય હતું. પૌરાણિક અને કાવ્યવર્ણનથી એ લેબોની પ્રથા બિલકુલ જુદી છે. એ લેખેની પરંપરા અને શૈલી દસ્તાવેજી ઢબની છે. પુરું નામ, ઠામ, પિતૃપરિચય, ઠેકાણું, તિથિ, સંવત વિગેરે આપી પિતાની રચનાનું કારણ જણાવે છે. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190