Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 157
________________ ૩૭૨ ] जैन साहित्य संशोधक [ચંદ રૂ શિલાલેખમાં ચૌલુકય વિક્રમાદિત્ય છઠ્ઠાએ પણ સન ૧૦૬૦ માં આ નંદ સવતનું ચલણુ જણાવ્યું છે. નંદ સવત વિક્રમ સવતમાં ૪૦૦ ના અંક ઉમેરવાથી નીકળી આવતા. આ ગણત્રી અલ્બેરૂનીએ આપેલી છે, અર્થાત્ તે વિક્રમથી ચારસો વર્ષ પહેલાં શરૂ થયા હતા. આ સમય ન ંદવર્ધનનેા છે કે જે પહેલા નંદ હતા અને મહાપદ્મ, મહાનદ વિગેરેનાં પહેલાં થયા. આ શિલાલેખમાં નંદ સવતના ઉલ્લેખ છે, તે સવતના ૧૦૩જા વર્ષમાં એક નહેર ખાદવામાં આવી હતી. આ નહેરને લખાવીને ખારવેલ કલિંગની રાજ ધાનીમાં લઇ આવ્યેા, સ'વત્સર ચલાવનાર ન'દાજ જ ખારવેલના લેખમાં નિર્દિષ્ટ નંદરાજ છે એ ચાખ્યુ છે, કારણ કે એ જગાએ એને નિર્દેશ છે. એક તા સંવત સાથે અને ખીજો મગધમાં મૂર્તિ ઉઠાવી લાવવાની બાબતમાં. જણાય છે કે તે જૈન હતા. કારણ કે તે પેાતાને ત્યાં જૈન મૂર્તિ લઈ આવ્યેા હતેા. ઇરવીસનથી ૪૫૮ વર્ષ પહેલાં અને વિક્રમ સ', ૪૦૦ વર્ષ પહેલાં ઉડીસામાં જૈન ધર્મના એટલે પ્રચાર હતા કે ભગવાન મહાવીરના નિવાણુ પછી પચેાંતર વર્ષમાં જ ત્યાં સ્મૃતિ પ્રચલિત થઈ ગઈ. જૈન સૂત્રોમાં લખેલું છે કે ભગવાન શ્રી મહાવીર પાતે ઉીસામાં ગયા હતા, અને ત્યાં તેઓના પિતાના એક મિત્ર રાજ્ય કરતા હતા. આ લેખમાં લખેલુ` છે કે કુમારી પર્વત ઊપર અર્થાત્ ખ'ડગિરિ ઊપર, જ્યાં આ લેખ છે ત્યાં ધર્મવિજયચક્ર પ્રવર્ત્ય હતું, અર્થાત્ ભગવાન મહાવીરે પાતે જ જૈન ધર્મના ઉપદેશ કર્યાં હતા, અથવા તેઓના પૂવી કોઇ જિન તીર્થંકરે ઉપદેશ કર્યા હતા. ત્યાં પર્યંત ઉપર એક કાય-નિષીદ્દી અર્થાત્ જૈનસ્તૂપ હતેા, જેમાં કોઇ અરિહંતનું અસ્થિ દાટવામાં આવેલું હતું. ખારવેલ યા એના પહેલાના વખતની એવી અનેક ગુફા અને શિ આ પર્વત ઊપર છે કે જેના ઊપર પાશ્વનાથનાં ચિન્હા તેમ જ પાદુકાઓ છે, અને જે કારી કાઢેલાં છે, તેમ જ બ્રાહ્મી લિપિમાં લેખવાળાં છે. તેમાં જૈન સાધુએ રહેતા હતા એ વાતને ઉલ્લેખ છે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કે આ સ્થાન એક જૈન તીર્થ તેમ જ ઘણું જુનું છે. મરાઠાએના રાજ્ય કાલ દરમીયાન પણ જૈનાએ અહિ' એક નવું મદિર બંધાવ્યું હતું. યાત્રીએએ મનાવરાવેલા અનેક નાના નાના સ્તૂપે અથવા ચૈત્ય અહિ’ એક જગ્યાએ છે જેને દેવસભા કહેવામાં આવે છે. ખારવેલે એ વાર મગધ ઊપર ચડાઈ કરી હતી. પહેલીવાર ગાથગિરિના ગિરિદુગ જે હવે ‘ખરાખર’ પહાડ કહેવાય છે તે લીધેા. અને તેણે રાજગૃહી ઊપર હુમલેા કરી તેને ઘેરો ઘાલ્યા હતા. એ જ વખતે યવનરાજ ડિમિત ( Demitrios ) પટણા યા ગયા તરફ ચડાઈ લઈ જતા હતા. ખારવેલની વીરકથા સાંભળી એ પાછે હઠયા અને મથુરા પણ છેડીને ભાગ્યા. ખીજીવાર તેણે બૃહસ્પતિ મિત્ર મગધરાજને પેાતાના પગે પાડયેા. અર્થાત્ નમાવ્યેા. તે વખતે ખારવેલ પાતાના હાથીઓ સાથે પાટલિપુત્રના સુગાંગેય મહેલ સુધી પહોંચી ગયા હતા. યવનરાજની ચડાઇની ચર્ચા વ્યાણુ મહાભાષ્યકાર પંતજલિએ પણ કરી છે-“બહળવ પવન સાથેä, ” અને ગાર્ગીસંહિતામાં લખેલુ છે કે દુષ્ટ વિક્રાંત યવન, મથુરા સાકેત Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190