________________
૧
અભ્યાસ કરવા જનાર શ્રીજિનવિજયજી જ પહેલા છે. તેઓએ આજસુધીમાં એકનિષ્ઠાથી સાહિત્યસેવાને જ પેાતાનું ધ્યેય બનાવેલુ છે. અને જર્મીની વગેરે પશ્ચિમના દેશેામાંથી નવી જ્ઞેય સમ્પત્તિ લાવી તેઓ સાહિત્યના ક્ષેત્રમાં આજસુધીમાં કર્યું છે તે કરતાં વધારે કિમતી અને વધારે સગીન કામ કરવાના છે. એવી દૃઢ આશા-જનિત પ્રસન્નતામાં મારૂં પેાતાની ચેાગ્યતા વિષેની ખામીનું દુ:ખ મને નથી સાલ્યું. અને તેથી જ આ 'ક પ્રસિદ્ધ કરી શકાય છે. આશા છે વાચકા મારી ખામી ઉદારતાથી નભાવી લેશે. અને મારી સાથે પ્રભુ-પ્રાથનામાં સંમિલિત થશે કે પેાતાના ધારેલા અભ્યાસ સપૂર્ણ રીતે પૂર્ણ કરી શ્રી જિનવિજયજી સુખરૂપ પાછા ફરે અને છેલ્લામાં છેલ્લી ગવેષણાએ તેમજ પદ્ધતિના લાભા જૈનસમાજમાં રજુ કરી સ્પૃહણીય જૈનસાહિત્યની વિશિષ્ટ અભિવૃદ્ધિ અને તેના ગૌરવને વધારે અને તે દ્વારા ભારતીય સાહિત્યના ઉત્કર્ષ સાધે.
હવે એકજ પ્રશ્નના ખુલાસેા કરવા બાકી રહે છે. પ્રશ્ન એ છે કે શ્રીમાન્ જિનવિજયજી વિદેશથી પાછા ફરે ત્યાં સુધીમાં સંશોધક ચાલુ રાખવું કે નહિ અને રાખવું તા કેવી રીતે ? કેટલાક સહૃદય વાચકના પત્રા એવી મતલમના આવી રહ્યા છે કે સશેાધક ચાલુ રાખવું. શ્રી. જિનવિજયજીની પણ વિદેશ જવાની ઇચ્છા થઈ ત્યારે અને છેલ્લે વિદાય થવાના દિવસે પણ એ જ ઈચ્છા હતી કે સ ંશોધક ચાલુ રહે. પરન્તુ એ ઈચ્છાને માન આપી સ`શેાધક ચલાવવું હાય તા ચલાવે કાણુ ? એ પ્રશ્ન આવ્યે.. સ'મતિતર્કના દુ:સહ ખેાજા અને ખીજાં કેટલાંક કારણસર એના સંપાદનનું કાર્ય ( રુચિ છતાં પણ) કરવાની મારી અશક્તિ મે સ્પષ્ટ જણાવી. અત્યારે રા. રા. મેાહનલાલ દલીચંદ દેશાઇ બી. એ. એલ. એલ. મી. સિવાય બીજો કેાઈ આ પત્ર ચાલુ રાખે તેવા નજરમાં ન આવવાથી તેમના તરફ સ્વાભાવિક રીતેજ દૃષ્ટિ ગઈ. તેઓ પેાતાના ઉપર અનેક પ્રકારના કાના ખાજો છતાં સદ્ભાવના ખાતર સંશાધકના સંપાદનનું કાર્ય કરવા કબુલ થયા. પરન્તુ એવી સરતે કે માહ્યવ્યવસ્થા અને આર્થિકખાટની ચિંતા તે ઉપર ન રહે.
અધી માહ્યવ્યવસ્થા કરવાની કબુલાત મે' આપી પણ ખેાટના પ્રશ્ન ઉલ્લેા છે જ. કાગળ, છપામણી, બ્લાક, ફાટા અને પેસ્ટને જ ખચીઁ ગણતાં લગભગ ૪૦૦ રુપિઆની ખાટ આ વર્ષમાં આવી છે. પણાસા ગ્રાહક વધે તે એ ખોટ પૂરાય અને માત્ર ખાટ પડવાને કારણે સંશોધક ખધ ન રહે. સંશોધકના વાચકાને એ કહેવાની ભાગ્યેજ જરૂર હાય કે સાહિત્યસેવક આર્થિકખાટના બેજો હમેશાં નભાવી ન શકે. તેથી એ ખેાટની ચિંતાથી મુક્ત રાખી સંશોધકનું કામ ચાલુ રખાવવાની ફરજ તેના સહૃદય વાચકા ઉપર આવી પડે છે. દરેક ગ્રાહક એકએક નવા ગ્રાહક બનાવવાની પેાતાની ફરજ સમજે તે કોઈ એકના ઉપર ભાર પડયા સિવાય ખાટ પૂરી થાય અને ઉદાત્ત સાહિત્યનું વાચન વધી ક્રમશઃ સમાજમાં વિદ્યાવૃદ્ધિ થાય.
તેથી હું દરેક વાચકને આ નિવેદન દ્વારા જણાવવા રજા લઉ છું કે તેએ સાહિત્યસંશોધકને ચાલુ રાખવા અને ગ્રાહક બની રહેવા તૈયાર છે ? તેમજ તેએ ખીજા નવા
Aho ! Shrutgyanam