Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 138
________________ શંવ 9] आजीविक संप्रदाय [ ૩૬૨ વાંધા બાબત ટીકા કરતાં શીલાંક લખે છે કે ત્યાં આજીવિકે વા દિગંબરનો ઉલ્લેખ છે. એના એ જ ગ્રંથના બીજા ફકરા ૯૪ ઉપરની પોતાની ટીકામાં એ ગોસાલના અનુયાયીઓને અર્થાત આજીવિકાને અને તેરાસિયોને (સં. ફિક્કો) એકરૂપ જણાવે છે એ જોતાં ફલિત થાય છે કે શીલાંકના મતે ગોસાલના અનુયાયીઓ, આજીવિકો, તેરસિયા અને દિગંબરો ત્રણે એક જ પ્રકારના પરિવ્રાજક હતા. દશમાં સકામાં આજીવિકે અને દિગંબરોની એકરૂપતાની આપણને વધુ સાક્ષી મળે છે. હલાયુધ૯૫ પિતાના અભિધાનરત્નમાલા નામના શબ્દકોષમાં વેતાંબર અને દિગંબર અથવા, એ કહે છે તે પ્રમાણે, કતવાસ અને દિગ્વાસ નામના બે જૈન વિભાગનાં નામોની મોટી સંખ્યા ગણી બતાવે છે. એ કહે છે કે દિગ્વાસ આજના (જે માત્ર આજીવિકનું સંક્ષેપરૂપ જ છે.) નામે પણ ઓળખાય છે. અંતમાં ૧૩મા સૈકામાં અમુક દેવાલયના લખાણનાં આપણને ઉલેખ મળે છે કે આજીવિકે એ કાળમાં એક સમૂહ તરીકે દક્ષિણ ભારતમાં યથાર્થ રીતે અસ્તિત્વમાં હતા. આ લખાણ તે વિરિચિપુરમ પાસેના પિયર્ગે આગળ આવેલાં પેરુ માલના દેવાલયની દિવાલો ઉપરના લેખે. એ ઈ સ. ૧૨૩૮, ૧૨૩૮, ૧૨૪૩, ૧૨૫૯માં એલરાજા રાજે મંદિરને કરેલાં ભૂમિદાન અને આજીવિકા ઉપર નંખાયેલા કરવેરા, ને ઉદેશીને છે. આ શિલાલેખોના સંપાદકે આધુનિક તામિલ શબ્દકે જેના આધારે આ આજીવિકા એટલે જેનો એમ જણાવેલું છે. આ, અલબત્ત જૈનોનો દિગંબર સમાજ જ સમજવાને કારણું, જેનું મુખ્ય મથક એ કાળમાં દક્ષિણ ભારતમાં હતું અને જેમાં સંસ્થાને અદ્યાપિ પર્યત ત્યાં જોવામાં આવે છે એ આ જ સમાજ.૯૮ તામિલ શબ્દકોમાંનાં તદ્વિષયક લખાણ તામિલ સાહિત્યના ૯૯ અને સંભવતઃ આધુનિક વાપરના આધારે કરાયેલાં છે. પ્રાચીનતર તામિલ સાહિત્યમાં આજીવિક શબ્દ જેને અર્થાત દિગંબરના અર્થમાં વપરાયેલો છે એ નિશ્ચિત છે. એથી કરીને, નિઃશંકપણે ઈ. સ. ના છઠ્ઠા સિકામાં જ્યારે વરાહમિહિરે એ શબ્દ વાપર્યો ત્યારથી એ નામથી જૈનેને દિગંબર સમાજ ત્તિત થયેલ છે. વરાહમિહિરના એ શબ્દપ્રયોગ પર એ નોંધવાનું છે કે એને વ્યાખ્યાકાર ભદોત્પલ (આશરે ઈ. સ. ૯૫૦) એમ જણાવે છે કે આજીવિકા એટલે એકદંડીએ. કાલકાચાર્ય નામના જૈન લેખકની એણે ઢાંકેલી એક પ્રાકૃત ગાથાને આધારે આ એક રૂપતા (આજીવિકે-એકદંડીઓ ) દર્શાવેલી છે. એ લેખક જે ઇ. સ. ૪૫૦ની આસપાસમાં અર્થાત વરાહમિહિર પૂર્વે પ્રાયઃ એક સૈકા ઉપર થઈ ગયો તે તપસ્વીઓના સહવર્ગોનાં નામ આપે છે, જેમાં અપવાદ એટલો છે કે આજીવિકેને સ્થાને એ એકદંડીએ લખે છે. ભદ્રોત્પલ પોતે ઉમેરે છે૧૦૦ કે એકદંડીઓ અથવા આજીવિકે નારાયણ અર્થાત વિના ભકતો છે. બીજા પક્ષે શીલાંક અન્ય સંબંધમાં એકદંડીઓ વિષે બોલતાં એઓ શિવના ભકત૧૦૧ હોવાનું જણાવે છે. આ દેખીતો વિરોધ ઉપરથી સ્પષ્ટ છે કે આ બંને વ્યાખ્યાકારોના મનમાં હતા તે અદ્યાપિ પર્યત દંડી તરીકે ઓળખાતો તપસ્વી વર્ગ જ. આ તપસ્વીઓ સામાન્યરીતે હિંદુઓના શિવ સંપ્રદાયના હોવાનું લખાય છે; પરંતુ એ ખરૂં પૂછે તે ઉદારમતવાદી હોય છે કારણ એઓ નારાયણ તરીકે માત્ર શિવનું જ નહિ પરંતુ વિષ્ણુનું પણ અફાન કરે છે, એઓ ટોચે લાલાશ પડતા રંગના કપડાનો કકડો લગાડેલો દંડ ધારણ કરે છે અને કેવળ લંગોટી પહેરે છે વા સંપૂર્ણતઃ નગ્ન ફરે છે. એમને એકલ જીવન ગુજારવાની આજ્ઞા હોય છે. એ વેદાંતી મતો ધરાવે છે;૧૦૨ અને જ્ઞાતિનો વા ૯૪ જે, સૂ, ૨, ૨૪૫. ૯૫ આશરે ઈ. સ. ૯૫૦, ૯૬ ૨. ૧૮૯, ૧૯૦, ૯૭ સા. ઇ. ઇ-ક્રીપશસ. ૨. ૮૮, ૮૯, ૯૨, ૧૦૮ ૯૮ ઈ, એ. રૂ. ૪પ૯, જ, એ. સો. ૩૮ ૧૭, ૯૯ tesce . પપ ૧૦૦ . કે. એ. ૩, ૨ પૃ. ૫૫૩, ૧૦૧ જૈ. સૂ. ૨. ૨૪૫, ૪૧૭, ૧૦૨ છે. ગે. ૯, ભા. ૧, ૫૪૨. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190