Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 139
________________ ૩૪ ] जैन साहित्य संशोधक [खंड ३ બીન જ્ઞાતિનો કોઈપણ માણસ એમનામાં જોડાઈ શકે છે. એમને દશનામી દંડીઓ સાથે સેળભેળ ન કરી દેવા જોઈએ. દશનામી દંડીઓ તે સરખામણીમાં આધુનિક વર્ગના સન્યાસીઓ છે. સુધારક - શંકરાચાર્ય અને એમના શિષ્યોએ ઈ. સ. ના ૯મા સૈકામાં એમની તે સ્થાપના કરી, એ મઠવાસી છે અને સંઘપ્રવેશની બાબતમાં જ્ઞાતિ ઉપર કેટલુંક ધ્યાન આપે છે. ૧૦૩ ગોસાલ, મેખલીપુત્ત વા મેખલી (મજિન) અર્થાત વાંસદંડ રાખનાર પુરુષ કહેવાય છે એ હકીકત ઉપરથી સ્પષ્ટ છે કે મૂળે એ એકદંડી (વા દંડી) સન્યાસીના વર્ષનો હતો; અને જો કે પાછળથી એ મહાવીર સાથે ભળ્યો અને એની પદ્ધતિ સ્વીકારી તો પણ એ પિતાના કેટલાક વિશિષ્ટ મતે અને પોતાની પ્રાચીન વિશિષ્ટ સંજ્ઞા, વાંસદંડ, પણ રાખી રહ્યો હતો. આ ભેદોને લીધે નિષ્ણુન્થ સમાજમાંની એની ટોળી તેરાસિય વા આજીવિક અને દેખીતી રીતે એકદંડીના નામે પણ ઓળખાતી હતી.૧૦૪ ત્યાર પછીના કાળમાં ગેસલના અસાધુ જીવનની ખબર પડતાં મહાવીરે એ કારણને લીધે એને નિગ્ન સમાજમાંથી બહિષ્કૃત કર્યો. એમ જણાશે કે એની સાથે આજીવિક પક્ષમાંના કેટલાક બીજા માણસો જે એના ગાઢ મિત્રો હતા અને એના પાપાચારોના ભાગી હતા. તેમને પણ બહિષ્કૃત કરવામાં આવ્યા હતા. બૌદ્ધધર્મશાસ્ત્ર આમાંના બે મિત્રોનાં નામ આપે છે, કિસ્સ સંકિચ્ચ અને નંદવચ્છ,૧૦૫ આ આ ત્રણ પુરુષોએ, મહાવીરથી જુદા પડયા પછી સમવિચારના નાના નાના સમૂહની સરદારી કરીને સાવથીમાં સરખામણીમાં એકાંત જીવન ગુજાર્યું હોય એમ જણાય છે. પરંતુ એમ માનવાને કશું કારણ નથી કે આ કાળાં મેઢાને કાઢી મુકયા પછી નિગ્રન્થ સંઘમાં આજીવિકો વા તેરાસિયોનું પક્ષ તરીકેનું અસ્તિત્વ મટી ગયું હતું. વાસ્તવમાં, જે કાંઈ પુરા મેજુદ છે તે એથી ઉલટી દશા સૂચવે છે. આમ, આ સંબંધમાં “ચતુર્યામ”ને બે અહેવાલો વચ્ચેનો ભેદ જે આપણે ક્યારનો નોંધી ચુક્યા છીએ૧૦૧ એ ખાસ મહત્વનો છે. સ્ત્રીસંગના દોષનો ઉલ્લેખ એ અહેવાલમાં આવે છે કે જે પ્રધાનતપણે સાલ અને એના પક્ષ જોડે સંબંધ ધરાવે છે, જ્યારે બીજો અહેવાલ જેમાં એની જગાએ ગૃહીના પાત્રના વપરાશનો ઉલ્લેખ છે. તે ડીકાકાર શીલાં કના કથનાનુસાર આ છવિક વા દિગંબર સંબંધીને છે. એ બે અહેવાલેમાનો ભેદ એમ સૂચવે છે કે નિન્થ સંઘમાં આજીવિક પક્ષનો એક એવો વિભાગ હતો કે જે ગોસાલના તડના નીતિવિ િસ થે સામેલ ન હતો. વાસ્તવમાં આજે પણ દિગબરો એ ચતુર્યામમાં વિવક્ષિત થતા મુદ્દાઓને વિષે શ્વેતાંબરેથી જુદા પડે છે. આમ ઠંડાં પાણી અને કુદરતી બીજોના ઉપયોગ સંબધીના યામોના ઉદ્દેશ કોઈપણ પ્રકારના જીવ પ્રત્યેની આત્યંતિક કાળજીને દઢીભૂત કરવાનો હતે; પરંતુ દિગંબરે “પ્રાણીઓના જીવન વિષે માત્ર મધ્યમસરની કાળજી રાખનારા' કહેવાય છે જયારે શ્વેતાંબરે અતિકાળજી રાખનારા કહેવાય છે. ૧૦૭ ચતુર્થ યામના સંબંધમાં બને મતવાળા બ્રહ્મચર્યવ્રતને આગ્રહ કરતાં છતાં ભિક્ષાપાત્રના અધિકારના સંબંધમાં ભિન્ન અભિપ્રાય ધરાવે છે. ભિક્ષાપાત્ર એ શ્વેતાંબર સાધુઓના નિયમિત ઉપકરણસંભારનું અંગ છે જ્યારે દિગંબરને એ રાખવાની પરવાનગી નથી: એમણે પોતાની ભિક્ષા પિતાના ખોબામાં જ સ્વીકારવાની હોય છે. ૧૦૮ નવસ્ત્રાપણાની બાબતમાં એ બે સંપ્રદાય વચ્ચેનો ભેદ એમના નામથી પૂરતી રીતે સૂચવાયેલો છે. નિગસ્થ સમાજમાં પાછળથી ફરી ઉભળેલા તેરાસિયાના ઝઘડાથી, અને દિગબરોમાં આજ દિન સુધી દંડની વિશિષ્ટતાસૂચક જે સંજ્ઞા રેખાઇ રહી છે એથી એ જ દિશામાં વધુ પુરાવો મળે છે. ૧૦૩ J. B. A. s.૫૯. ૫૫, પાદધ, ૧૦૮ પૃ. ૨૨. ૧૦૫ પૃ ૨૯ ૧૦૬ પૃ. ૩૬ ૧૦૭ છે. એ. ૩૨. ૪૬૦, ૧૦૮ એમન, પૃ. ૧૫? . Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190