________________
૨૩ ધ ]
जैन साहित्य संशोधक
[खंड ३
પૂર્વક બાજુ ઉપર હડસેલી કાઢયું એટલે એથી ક્રોધાયમાન થએલા ગોસાલે પિતાના પ્રતિપક્ષીને ન ભંડાય એવી ગાળો ભાંડી અને બન્ને હરિફ મારામારી ઉપર આવ્યા. લડાઈમાં મહાવીરના બે શિષ્ય ખાખરા થઈ ગયા પરંતુ આખરે વ્યક્તિગત મુકાબલામાં મહાવીરે ગોસાલને હાર ખવડાવી અને એને અપકીર્તિ પૂર્વક પાછા હઠવાની ફરજ પડી. એના હરિફના ટોણાઓ અને એથી ઉત્પન્ન થએલા ગામલેકના અવિશ્વાસ કરીને સાલથી સાવથીમાં ઉભું રહેવાય એવું રહ્યું નહિ. આની એના મગજ ઉપર એટલી બધી અસર થઈ કે એ ચસકી ગયું અને તપસ્વીને સર્વ સંયમ બાજુ ઉપર ફેંકી દઈને એ ગાન તાન (નાચ) અને પાનમાં ગુલતાન થઈ ગયા અને પેલી કુંભારણને નાચવા તથા એની દુકાનનું કાદવવાળું પાણી લઈ લઇને પોતાના ઉપર છાંટવા લાગ્યો. તોફાનભર્યા આ ભોગવિલાસના જીવનના છ મહિનાએ એનો અંત આણે. અને તે સાથે બુદ્ધિનું અને પશ્ચાત્તાપનું પુનરાગમન થયું. મરતાં મરતાં એણે પિતા વિષેના મહાવીરના કથનની સત્યતાનો પિતાના શિષ્યો સમક્ષ સ્વીકાર કર્યો અને એમને કહ્યું કે મને હરેક કલંકનાં ચિહ્નોથી દાટજો અને મારી શરમ ઢંઢેરો પીટાવી જાહેર કરજો. ઉમેરવામાં આવ્યું છે કે પોતાના ગુની અંતઘડીની સૂચનાઓને શિષ્યએ અમલ કર્યો નહોતે.
ભગવતી સૂત્રમાંના ગોસાલના જીવનવૃત્તાંતનો સાર આવે છે. એના જીવન વિષેના બૌદ્ધ ઉલ્લેખ આથી પણ વધુ સંક્ષિપ્ત છે. ખુષ (આશરે ઈ. સ. ૪૧૦) દીવનિકાય ઉપરની પિતાની ટીકાને વિષે આપણને જણાવે છે કે મેખલી એ ગોસાલનું નામ હતું અને પાછલું નામ એ ગૌશાળામાં જન્મે હતા તે ઉપરથી એને આપવામાં આવ્યું હતું. [એક દિવસે ] એણે બેદરકારીથી એક તેલનું વાસણ ભાગી નાખ્યું હતું. અને એના ગુસ્સે ભરાયેલા શેઠે એને પકડ્યો હતો. શિક્ષાના ભયથી શેઠના હાથમાં પિતાનાં કપડાં રહેવા દઈને એ એના પંજામાંથી નાઠે. નાગ નાગ એ એક ગામ ભણી નાઠે, જ્યાં લોકેએ એને કપડાં ધર્યોપરંતુ એણે એ ગ્રહણ કરવાની ના પાડી, કારણ નગ્ન અહં અથવા પવિત્ર પુરુષ તરીકે એને વધારે સારું ગુજરાન મેળવવાની આશા પડી.
| બન્ને અહેવાલો—આપણે નિર્ધાર કરવા સમર્થ છીએ ત્યાં સુધી એક બીજાથી તદ્દન સ્વતંત્ર છે. એક બૌદ્ધ છે, બીજે જૈન છે; અને બૌદ્ધ અને જૈન પ્રતિપક્ષી સંપ્રદાયો હોઈને એક બીજાનાં અવલોકન [ જેમનાં તેમ] સ્વીકારી લે જ નહિ. તદુપરાંત બુદ્ધિશે લંકામાં રહીને લખ્યું અને જૈન ધર્મશાસ્ત્રો, આપણી સમક્ષ અત્યારે છે એ પ્રમાણેનાં, પશ્ચિમ ભારતમાં રચાયાં હતાં. બન્ને અહેવાલ મળતા આવે છે અને જુદા પડે તે બન્ને બાબતમાં પરમ મૂલ્યવાન છે. એ બે બાબતમાં મળતા આવે છે. પ્રથમ, ગોસાલ ગૌશાળામાં અને હલકા કુળમાં જન્મ્યો હતો અને પાછળથી તેણે નગ્ન ભિક્ષનો વ્યવસાય અંગીકાર કર્યો હતો, અને બીજું એનો આ અવસાય અંત:કરણપૂર્વકનો નહોતો પરંતુ માત્ર નિદ્યોગે આજીવિકા મેળવવા માટે જ ગ્રહણ કરેલ હતું. હવે પછી દર્શાવવામાં ૨ તે પ્રમાણે ગોપાલના પાખંડીપણાની માન્યતાનું કારણ, બૌદ્ધ અને જૈનો બન્નેના કહેવા મુજબ, એ હતું કે એ નીતિ વિરુદ્ધના સિદ્ધાંતોને ઉપદેશ કરતે એટલું જ નહિ પણ વળી તે પ્રમાણે આચરણ કરતે.
બન્ને અહેવાલો જુદા પડે છે તે મખલી વા મેખલીપુર નામના અર્થની બાબતમાં. જેના કથનાનસાર સંખલી એ ગોસાલના બાપનું નામ છે અને એ મંe ઉપરથી આવેલ છે. બૌદ્ધાના કહેવા પ્રમાણે એ સાલનું પોતાનું નામ છે. મંસ માંથી કાઢેલી વ્યુત્પત્તિને બચાવ થઈ શકે એમ નથી. પ્રાકૃત શબ્દ deી સંસ્કૃત શબ્દ નનિ ને સમાનાર્થક છે. પરંતુ ના સમર્થ મા જે કોઈ શબ્દ હસ્તી ધરાવતા નથી. વાસ્તવમાં, આગલો શબ્દ, એનો સંબલીના મૂળ તરીકે નિર્દેશ કરતા ભગવતી * ભગવતીના પાઠ પ્રમાણે તે ભગવાન મહાવીર મન જ રહ્યા હતા ગોશાળકના ગમે તેવા પ્રકોપ સામે પશુ–સંપા
Aho! Shrutgyanam