Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 126
________________ ૩ ૪ ] आजीविक संप्रदाय [ રૂ૪૨ લખેલું છે કે બુદ્ધથી વિરૂદ્ધ જઈને સર્વ વડાભનેતાએ એક સરખી રીતે બંધ કરતા કે “પ્રબુદ્ધ આત્મા નિર્વાણ પછી અસ્તિત્વ ધરાવવું જારી રાખે છે, જે કે એ અસ્તિત્વના ચોક્કસ પ્રકાર વિષે એમનામાં મતભેદ હતો. આત્મા “રૂપી' છે એ મત ગેસાલ ધરાવતો હોવાનું કહેવાય છે (બુદ્ધઘષવડે) જ્યારે મહાવીર માનતા કે એ અરૂપી છે, પરંતુ આ પારિભાષિક શબ્દને ચેકસ અર્થ શો હતો તે આપણે જાણતા નથી. વર્ગીકરણની યોજના નીચે મુજબ છે.૩૦ “૧૪૦૦૦૦૧ મુખ્ય પ્રકારના જમે છે, અને પુન: ૬૦૦૦ (અથવા દુઃવ પ્રમાણે ૬૦,૦૦૦) અને પુનઃ ૬૦૦ બીજા છે. કર્મના ૫૦૦ પ્રકાર છે અને ( પંચેન્દ્રિય પ્રમાણે) વળી પાંચ બીજા છે અને (મન, વાચા અને કર્મ પ્રમાણે વળી ત્રણ બીજા છે; અને આખું કર્મ અને અધું કર્મ (પણ) છે.) (આખું કર્મ એટલે વાચા વા કર્મણ કરેલું કર્મ અને અધું કર્મ એટલે કેવળ મનસા કરેલું કર્મ). વર્તણુકના ૬ર પ્રકાર છે. આંતરકલ્પ (periods) ૬૨ છે: મનુષ્યમાં છ વર્ગ (મિઝાતિ) છે; માનવ જીવનની ૮ અવસ્થા છે; ૪૯૦૦ પ્રકારના આજીવ' છે; ૪૯૦૦ પ્રકારના પરિવ્રાજકે છે; નાગલોકથી વસાયેલા ૪૯૦૦ પ્રદેશો છે; ૨૦૦૦ શક્તિઓ (Faculties) છે; ૩૦૦૦ પાપમોચનસ્થાને છે; ૩૬ ધૂળરાજિઓ છે, “પ્રબુદ્ધ (સંજ્ઞા) આત્માઓ” માંથી સાત પેદાશ (productr) છે, ions અસંસી પ્રાણીઓમાંથી છે અને ૭ (શેરડીની) બે ગાંઠે વચ્ચેના ભાગમાંથી છે; ૭ પ્રકાર દેવોના છે, છ મનુષ્યોના છે, ૭ પિશાચના છે, સાત સરેવરોના છે; સાત મેટા અને સાત નાના પ્રપાત છે, સાત અગત્યનાં અને સાત બીનઅગત્યનાં સ્વપ્ન છે; ૮૪૦૦૦૦૦ મહાકપે છે જેમાં બાલ અને પંડિત બને એક સરખી રીતે સંસારમાં આથડી આથડીને આખરે પિતાના દુઃખનો અંત આણશે' આ પેજનાને અંતે ગેસલને પોતાને નિયતિવાદી ઉપદેશ પરિશિષ્ટરૂપે જોડતો વર્ણવ્યો છે: “જો કે મંડિતો અમુક શીલે કરીને, તે કરીને તપે કરીને, વા બ્રહ્મચર્ય કરીને (વારસામાં મળેલાં) અપરિપકવ કર્મોથી પરિપકવ કરવાની આશા રાખશે અને બાલે એ જ સાધનોથી પરિપકવ થએલાં કર્મમાંથી છૂટવાની આશા રાખશે પરંતુ બેમાંથી એક પણ ફાવી શકવાના નથી; જાણે માપથી માપી આપેલાં ન હોય એવાં સુખદુ:ખે સંસાર દરમિયાન બદલી શકાવાનાં નથી; એમાં નથી વધારો થઈ શકવાને કે નથી ઘટાડે. જેમ એક દોરીને દંડ ફેકે તો બરાબર એની લંબાઈ સુધી ઉકેલાશે, જરાય વધારે નહિ, તેમ બાલ અને પંડિત બને એક સરખી રીતે નિયત સમય સુધી સંસારમાં ભ્રમણ કરશે અને ત્યાર પછી જ, કેવળ ત્યાર પછી જ, એમના દુઃખનો અંત આવશે.' ઉપલી યોજનામાંની બે બાબતે જે જૈન ૩૧ સિદ્ધાંતોમાંની બાબતે સાથે ચોકકસપણે મેળવી શકાય એમ છે તે આ છે; (૧) સર્વે સજીવ પ્રાણીઓનું ઇંદ્રિના પ્રમાણમાં એક, બે, ત્રણ, ચાર અથવા પાંચ ઇંદ્રિયો ધરાવનાર તરીકેનું વર્ગીકરણ જે જૈન ઉત્તરાધ્યયન સૂત્રમાં સંપૂર્ણતયા અપાયેલું છે. અને (૨) મનુષ્ય જાતિનું પ અભિજાતિઓમાં વર્ગીકરણ. પાછળનું, ગોસાલના મત પ્રમાણેનું વર્ગીકરણ બુદ્ધ બૌદ્ધ દીવનિકાય૩૨ ઉપરના પોતાના ભાષ્યમાં સમજાવેલું છે. આ વૃત્તાંત પ્રમાણે ગોસાલ આ ષડ-વર્ગોને છ વર્ણો વડે ઓળખતો-કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ, શુકલ અને પરમ શુકલ. કૃષ્ણભિજાતિ એટલે શિકારીઓ, કસાઈઓ, ખુનીઓ, ચારો ટુંકમાં તમામ ક્રર ધંધો કરનારા મનુષ્ય. નીલા ૩૦. દી. નિ. ૫૪; ડા, ૭૨ સરખા ઉ, દ, પરિશિષ્ટ ૨. પૃ. ૧૭-૨૯ ૩૧ જે. . ૨, ૨૧૩, ૨૧૯ વળી જૈ સૂ, ૧, ૩ પાદધ બીજી ૩૨. સુ. વિ. ૧૬૨, દ, ને પરિશિષ્ટ ૨ . શ માં અનુવાદિત Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190