________________
અંક ૪]
विबुधविमलसूरि-विज्ञप्तिपत्र.
[३२९
વિસર્યા નવિ વિસરે, જે સદગુરૂ કિમ કિમ ન વિસરે, સમય ચિત્ત ન મેય, જએ વિણ ઘડી ન જાય.
સરસતિ કંઠાભરણ, તપ તે દિનકાર; ચારિત્ર પાત્ર ચૂડામણી, ભવિજન તારણ હાર. શ્રી શ્રી શ્રી અતિ ઘણી, એકસો આઠ અભિરામ; શ્રી શ્રી વિબુધવિમલ સુરજી, સપરિવાર ચરણાન. આજ્ઞા કારિ ગુરૂપદં, પંકજ રેણુ સમાન;
દાસ ભાવ કરી આપણે, લિખ લેખ સિરનામ. કુલદીપક કુલઉદ્દઘાતકારક, કલિકાલ કલ્પદ્રુમ; જિમ દેવતાં માહે ઈંદ્ર, તારામાંહે ચંદ્ર, ગિરમાંહિ મેરૂ. વાજિત્રમાંહે ભેરૂ, પર્વમાંહિ શ્રીપર્યુષણાપર્વ, હસ્તિમાંહિં એરાવણુ, સૂત્રમાંહિ શ્રી કલ્પસૂત્ર, મંત્રમાંહી નવકાર, રતનમાંહિં ચિન્તામણી, તિમ ગચ્છમાંહિ શ્રીપગ૭, તેમાં હિં શ્રી ભટ્ટારકને ગુણેકરી સુસોભિત છે, શ્રી શ્રી પૂ જીના ગુણ અનંત એક મુખ એક જીર્ભ કિમ વરણવાય. જે સરસ્વતી પ્રસન્ન થાય તેહિ લિખ્યા ન જાય. સાઈ મંડલી સોભીત પરમ ઉપગારી શિરોમણી, ભવ્ય જીવને સમકિત દાતાર ઇત્યાદિ સર્વ ઉપમા જોગ્ય, પરમપૂજ્ય પરમગુરૂ શ્રીમત્તપાગચ્છાધિરાજ સકલભટ્ટારક પરંપરા પુરંદર, સુજ્ઞ ભટ્ટારિક શિરોમણી ભટ્ટારક શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી વિબુધવિમલસૂરીસર સપરિવારનું ચરણકમલાન શ્રી બરાનપૂર નગરાત સદા સેવક આજ્ઞાકારિ ચરણસેવક આજ્ઞા પ્રતિપાલક, દીપાસા મેતિચંદસા, તથા ગોકલદાસ, ગોપાલદાસ, વણારસીદાસ, ગુલાબદાસ, દુલભદાસ, વધુમા, હર્ષચંદસા, કચરાસા, વધુ, સોની ભોજસા ઉદાસા, ડુંગરસા મેંડાસા, ઝવૅરચંદ, ઝરસોની, નાલચંદ, ધનાસા, રાયચંદસા, કાકાસા, પ્રતાપમાદ, ખેતાસા, જીવણદાસ, હઠીસંગ, સોભાગસા, રૂપાસા, સંકલસા, કપૂરસા, દેવચંદસા, તારાચંદસ, ગલાલસા, હેમચંદસા, ગલાલસા, પ્રમુખ સમસ્તસંધની વંદના ૧૦૮ વાર અવધાજી, ઈહાં શ્રી પૂજ્યજીને વાંદવાને સંઘને ઘણી ઉત્કંઠા છે, તે દિવસ કેહવે હસે જે શ્રીના મુખની દેસના સાંભલશું એવી અમને ઘણી ઉત્કંઠા છે, ઈહાં શ્રીજીને પ્રસાદે કરી પજુસણ પર્વ નિવીંધ્રપર્ણ થયા છે, અઠાઈ તથા છઠ અઠમાદિક ઘણો તપ થયો છે. ઈહિ શ્રીજીના સેવક આજ્ઞાકારિ ૫. માંનવિમલજી, ૫. તિલકવિમલજીની વંદના ૧૦૮ વાર અવધારો. છતાં શ્રીજીનો પરિવાર જથા જેગ્ય જેઈઈ તેહવો છે, શ્રીજી એકવાર ચોમાસું ઉત્તરે દેવયાત્રા કરવા પધારો. અહિનો સંઘ શ્રીજની દેસના સાંભલવાનું ઘણો હર્ષ રાખે છે, ઈલાં શ્રીજી સંઘ ઉપર સ્નેહ રાખો છે તેથી વિશેષ રાખોજી, તમારા ગુણ અહર્નિશ નિરંતર સાંભરે છે છે. તુલ્મને સંઘ ધર્મકરણીવેલા અવસરે નીત્ય સંભારે છે છે. તે માટે એકવાર પતિતપાવન કરવા પધારજી સંઘ દેવયાત્રા અવસરે નિત્ય સંભારે છે . તુહો પણ શ્રી બરાનપૂરના સંધને સંભારજી. શરિરનાં જતન કરો. બાઈ જમક બાઈ નંદકંઅર, બાઈ સામjઅર, બાઈ મંડીબાઈ માનકુંઅરબાઈ, હેજબાઈ, બાઇ કીલો, સમસ્ત શ્રાવકાની વંદના ૧૦૮ વાર અવધારો. સંવત ૧૮૧૦ આ સુદિ ૧૫ સર્વે શ્રીજીને વંદના લખી છે છે તે જાણવુંજી સંઘ ઉપર કૃપાદૃષ્ટી રાખ્યો છે તેથી વિશેષ રાખવીછ. શ્રીજી જે જે દેશના દેવ જૂવારે તિહાંથી બરાનપૂરના સંઘનેં સંભારાજી ઈતિ શ્રેયડતુ મંગલ. :
Aho! Shrutgyanam