________________
ગંજ રૂ ]
श्री महावीर स्तुति
[२९५
મહાકવિ ધનપાલ વિરચિત વિરોધાભાસાલંકારમય
श्री महावीर स्तुति
[ વિવેચક- શ્રી બેચરદાસ જીરાજ ] સંપાદકશ્રીએ મહાકવિ ધનપાલને પરિચય આગળ આપેલો છે, મારે તે માત્ર એમની કવિત્વપૂર્ણ સ્તુતિઓ, સ્તુતિઓની ભાષાને ચમકાર, પ્રાકૃત ભાષાનું ગાંભીર્ય એ વિષે થોડુંક સૂચવવાનું છે.
આ સ્તુતિઓ મહાકવિ ધનપાલની છે એ તે સ્તુતિઓના અંતિમ કાવ્યમાં કવિએ પિતાને નામનિર્દેશ ભંગ્યુંતરથી કરેલો છે તે દ્વારા જાણી શકાય છે. પણ ધનપાલ નામના કવિઓ એક કરતાં વધારે થયા છે એટલે એમ સંદેહ થાય કે, આ સ્તુતિઓ કયા ધનપાલની છે? તિલકમંજરીના પ્રણેતા ધનપાલ કવિની છે કે બીજા કોઈ ધનપાલની ? એ પ્રશ્નનું નિરાકરણ પણ પ્રભાવક ચરિત્રના ઉલ્લેખથી થઈ જાય છે. પ્રભાવક ચરિત્રના પ્રણેતા પ્રભાચંદ્રસૂરિએ મહેન્દ્રસૂરિના પ્રબંધમાં જ્યાં ધનપાલના ચરિતનું વર્ણન છે ત્યાં જણાવ્યું છે કે, શેભનમુનિના ભાઈ અને તિલકમંજરીના પ્રણેતા ધનપાલ મહાકવિએ ભગવાન મહાવીરની વિરોધાભાસ અલંકારથી અલકૃત એવી મનોરમ સ્તુતિએ બનાવેલી છે. આ ઉપરથી હવે એ શંકાને સ્થાન જ નથી કે “આ સ્તુતિઓ કયા ધનપાલની છે ?
ભગવાન મહાવીરમાં સ્તુતિકારની શ્રદ્ધા અચલ અને ભક્તિ અતિશયિત છે એ તો સ્તુતિઓ વાંચતાં જ સમજાઈ જાય છે. સ્તુતિઓમાં કવિત્વ તે પદે પદે મહેંકી રહ્યું છે. સ્તુતિઓની ભાષા પ્રાકૃત છે, મહાકવિ ધનપાલને પ્રાકૃતભાષા ઉપર અંકુશ પણ અસાધારણ દેખાય છે. કહેવાય છે કે, પ્રાકૃતભાષા જેવી કોમલ છે તેવી ગંભીર પણ છે. આ સ્તુતિઓને વાંચનાર એ હકીકતને સ્પષ્ટપણે સમજી શકે એમ છે. એકએક પ્રાકૃત શબ્દનું મૂળ સંસ્કૃત કેવી કેવી વિલક્ષણ રીતે ઉદ્દભવે છે એ તો આ
સ્વતિઓ દ્વારા કૌતુકપૂર્વક વાંચનાર જોઈ શકશે. પ્રાકૃત ભાષાના આવા વિલક્ષણ ગાંભીર્યને લીધે જ કદાચ એમ કહેવામાં આવ્યું હોય પણ સદૃસ મiતો મનથી..
આ બધા લેપવાળી સ્તુતિઓમાં ક્યાંય શબ્દથી અને ક્યાંય અર્થથી એમ બન્ને રીતે વિરોધાભાસને ગોઠવવામાં આવ્યો છે. એ બન્ને અલંકારેને સમજાવવાનું આ સ્થાન નથી પણ આચાર્ય હેમચંદ્ર પોતાના કાવ્યાનશાસનમાં લેવું અને વિરોધાભાસનાં જે લક્ષણે આપ્યાં છે તેને જ અહીં દર્શાવી દઉં છું – अर्थभेदभिन्नानां भंगाभंगाभ्यां युगपदुक्तिः श्लेषः ।
કાવ્યાનુશાસન-અ. ૫. પૃ. ૨૨૭. अर्थानां विरोधाभासो विरोधः ।
કાવ્યાનુશાસન-અ. ૬. પૃ. ૨૬ ૮. આ રસ્તુતિને અનુવાદ કરતાં અનુવાદકના ચિત્ત ઉપર મહાકવિ ધનપાલની જવલંત ભક્તિની ઉડી છાપ પડી છે અને એમ પણ થઈ આવ્યું કે, જો સંતો પ્રત્યે આવી ભક્તિ પ્રકટ, હદયમાં ઉતરે તે આ કલિયુગમાં પણ જીવનવિકાસ વિશેષ દૂર ન રહે. શાસનદેવ એવી ભક્તિ તરફ સૌને પ્રેરે.
[ ૫. સુખલાલજી પુરાતત્ત્વ મંદિરને કામે પાટણ ગયેલા તે સમયે તેઓ ત્યાં રહેલા મુનિરાજે પાસે પણ ગયેલા. ત્યાં એક મુનિશ્રી પાસે એમણે પોતે કઈ અસલ પ્રત ઉપરથી ઉતારેલું આ સ્તુતિ
Aho! Shrutgyanam