________________
जैन तत्त्वचर्चा
[३१३
जैन तत्त्व चर्चा (૧) સ્ત્રી જાતિને દષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ પર એક વિચાર
સમાનતા–વ્યવહાર અને શાસ્ત્ર એ બન્ને સ્ત્રી જાતિને શારીરિક અને આધ્યાત્મિક વિકાસમાં પુરુષજાતિની સમાન સિદ્ધ કરે છે. શારીરિક બળમાં પ્રો. રામમૂર્તિથી કુમારી તારાબાઈ કેઈપણ રીતે ઉતરે તેવી નથી. તેવી જ રીતે વકતૃત્વકલામાં અને અનેક પ્રકારના વિચારમાં વિદુષી એનીબિસેંટ કઈ પણ વિચારક કે વક્તા પુરુષથી ઉતરે એવા નથી. તે જ પ્રકારે કવિત્વશક્તિમાં કોઈપણું પ્રસિદ્ધ પુર કરતાં શ્રીમતી સરોજિની દેવી પાછાં પડે તેવાં નથી. ખરી રીતે નિયમ એ છે કે સમાન સાધન અને અવસર મળે તો સ્ત્રી પણ પુરુષ જેટલું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. શ્વેતાંબર આચાર્યોએ સ્ત્રીને પુરુષની બરાબર કેવલ જ્ઞાન અને મોક્ષની અધિકારિણી અર્થાત શારીરિક અને આધ્યાત્મિક વિકાસની અધિકારિણી સિદ્ધ કરેલ છે. પ્રમાણ માટે જૂઓ પ્રજ્ઞાપના સૂ૦ ૭, પૃ. ૧૮; નંદી સૂ૦ ૨૧, પૃ૦ ૧૩૦.
આ વિષયમાં મતભેદ ધરાવનાર દિગંબર આચાર્યો સામે તેઓએ (શ્વેતાંબરાચાર્યોએ) બહુ લખ્યું છે. જુઓ નંદી-ટીકા પૃ૦ ૧૩૧,૧૭૩; પ્રજ્ઞાપના-ટીકા પૃ૦ ૨૦-૨૨. શાસ્ત્રવાર્તા સમુચ્ચય–ટીકા પૃ. ૪૨૫-૪૩૦.
આલંકારિક પંડિત રાજશેખરે મધ્યસ્થભાવપૂર્વક સ્ત્રી જાતિને પુરુષજાતિની સમાન વર્ણવી છે–
" पुरुषवत् योषितोऽपि कवीभवेयुः । संस्कारो ह्यात्मनि समवैति, न स्त्रैणं पौरुषं वा विभागमपेक्षते। श्रूयन्ते दृश्यन्ते च राजपुत्र्यो महामात्यदुहितरो गणिकाः कौतुकिभार्याश्च शास्त्रप्रतिबुद्धाः कवयश्चः।"
કાવ્યમીમાંસા-અધ્યાય ૧૦ અર્થાત સ્ત્રીઓ પણ પુરુષની જેમ કવિ થઈ શકે, કારણ કે સંસ્કાર-શિક્ષા એ આત્મામાં ઊતરે છે તે કાંઈ સ્ત્રી જાતિ કે પુરુષજાતિના ભેદની અપેક્ષા–પરવા નથી કરતો. સાંભળવામાં આવે છે અને જોવામાં પણ આવે છે કે રાજપુત્રીઓ, મહામંત્રીની પુત્રીઓ, ગણિકાઓ અને નટભર્યા શાસ્ત્રજ્ઞ તેમ જ કવિ હતી અને છે.
વિરોધ–સ્ત્રીને દૃષ્ટિવાદ ભણવા માટે જે નિષેધ કરાયેલ છે તેમાં બે પ્રકારે વિરોધ આવે છે (૧) તર્કદષ્ટિથી, અને (૨) શાસ્ત્રની મર્યાદાથી.
(૧) એક તરફ સ્ત્રીને કેવલજ્ઞાન અને મોક્ષ સુદ્ધાની અધિકારિણી માનવી અને બીજી તરફ દષ્ટિવાદની-શ્રુતજ્ઞાન વિશેષની-પણ અધિકારિણી ન માનવી-અયોગ્ય ઠરાવવી એ એવું વિરુદ્ધ જણાય છે જેમ કોઇને રન લેંપીને કહેવું કે તું કોડીની રક્ષા નહિ કરી શકે.
(૨) દૃષ્ટિવાદના અધ્યયન નિષેધ કરવાથી શાસ્ત્રકથિત કાર્ય-કારણ મર્યાદામાં પણ બાધ આવે છે. તે આ રીતે-શક્ષસ્થાનના પહેલા બે પાદ-અંશ પ્રાપ્ત કર્યા વિના કેવલ જ્ઞાન ઉત્પન્ન નથી થતું. પૂર્વનામક શ્રતના જ્ઞાનની પ્રાપ્તિવિના શુધ્યાનના પ્રથમના બે પાદ પ્રાપ્ત નથી થતા અને પૂર્વશ્રત એ દૃષ્ટિવાદનો એક હિસ્સો છે. આ મર્યાદાશાસ્ત્રમાં નિર્વિવાદ સ્વીકારવામાં આવી છે.
શુ વારે પૂર્વવિક તત્વાર્થ અ૦ ૯, સુ૨૬
આ કારણથી સ્ત્રીને દષ્ટિવાદના અધ્યયનની અધિકારિણી ન માની કેવલ જ્ઞાનની અધિકારિણી માનવી એ સ્પષ્ટ વિરુદ્ધ જણાય છે.
Aho! Shrutgyanam