________________
ચં% રૂ]
महानिशीथ सूत्र परिचय
રાજને વંદીને સર્વને ખમાવીને, છઠન તપ, સર્વ મુનિ મંડલ, શ્રી વીતરાગનું દેહરુ છે તિહાં પ્રતિમા આગલ જઈનેં સર્વ જિનબિંબને વાદીને પછે શ્રુતદેવતાનું સમરણ ધારીને ક્ષરધારે ઓલી..? શ્રુતદેવતાના મંત્રાક્ષની છે, પછે અક્ષીણમાનશી લબ્ધિ મંત્રાક્ષરની ૧ ઓલી છે. પછે વીરના મંત્રાક્ષર છે, તથા સર્વે તીર્થકરના મંત્રાક્ષર છે. પછે શુદ્ધ સાધુના મંત્રાક્ષર છે. પછે થતજ્ઞાની અવધિજ્ઞાની મનપર્યવજ્ઞાનીના મંત્રાક્ષર છે. પછે પચીસ જાતના કેવલી ભગવંતને વાંદને પછે આયણ લીયેં. તે આલોયણના પાઠ આલાવા ઘણું છે તે પાનાથી જોઈ લેવું. ઈતિ સત્યઉદ્ધરણ અધ્યયન સમાપ્ત. ૧.
બીજું કર્મવિપાક અધ્યયન પાના ૧૧ છે. એહ અધ્યયનમાં કર્મવિપાકની વાત છે. નિગેદિયા એ કે દ્વીથી માંડીને દસ ભુવનપતિ, સેલ વ્યંતર, દસ તિષી, વિમાનીક છવીસ, પાંચ થાવર, ત્રિણ વિકેંદ્રી, તીર્થચ, મનુષ્ય આદિ વીસ કંડક, ચેરાસી લાખ જીવાજોનીમેં જે જે પાપ કર્યા હોય તે સંભારીને આલેચે નિંદે ગરહે તે ઘણી વાત છે. અધ્યયનને છેડે સામાયક પિસહાવ્રતની વાત છે. તિહાં ગૌતમે પ્રશ્ન કર્યું જે-ભગવંત! શ્રાવક જિનલિંગ આદરીનેં છોડે તે આરાધક કે વિરાધક?. ઉત્તર-ગૌતમ ! શ્રાવક સંસારી સામાયિક પિસહમાં જિનલિંગ ધરીને બેડો તે ૨ ઘડી જ પહેર ૮ પ્રહર ૧૬ પ્રહર જિનલિંગ તેણે દુવિધ ત્રિવિધ ભાંગે ઉચર્યું છે પણ ત્રિવિધ ત્રિવિધ ભાંગે ઉચર્યું નથી. માટે તેહના તને કાલ પૂરે થાયૅ તિવારે પારીને ઘરે જાયે. એ આરાધક પણ વિરાધક નહીં. અને મુનિયે ત્રિવિધ વિવિધ ભાગે વ્રત ઉચર્ચા છે તે જિનલિંગ મુનિપણું આદરીને છાંડે તે વિરાધક કહીયે. ઈત્યાદિ કર્મવિ પાકની વાત તો ઘણા પ્રકારની વરણવી છે. તે પાનાથી જોઈ લેવું. ઈતિ બીજું કર્મવિપાક અધ્યયન સ૦ ૨.
અથ ત્રીજું કુશીલ નામ અધ્યયન છે. પાના ૧૬ છે. મોટું અધ્યયન છે. એ અધ્યયનમાં કુશીલીયાની વાત છે. નેકારના પંચપરમેષ્ટી નવ પદની વાત છે. તેમાં ઉપધાનાદિ દિનમાન તપક્રિયાની વાત છે. પંચપરમેષ્ટીનું જુદું જુદુ વર્ણવ બહુમાન ઘણું છે. પછે નેકારના કહેનારા વખાણ કરનારા અનંતા તીર્થકર. તે તીર્થકરનું ઘણું વર્ણવ છે. તીર્થકરનેં દેવેંદ્ર નરેંદ્ર સ્તવના પૂજા કરીને દ્રવ્યસ્તવ ૧ ભાવસ્તવ ૨. વલી દ્રવ્યસ્તવ તે જલ ચંદન અક્ષત ધૂપ દીપ કુલ નૈવેદ્ય એ દ્રવ્યપૂજા ૧, અને ભાવસ્તવ તે ગુણગ્રામ અને મુનિરાજપણું ૨. દ્રવ્યપૂજા તે સમકિત વિરતાવિરતી ગુણઠાણું ૧, શ્રાવકની કરણી ૧. અને ભાવપૂજા તે છઠે સાતમેં ગુણઠાણે મુનિરાજ ૨. તીર્થકર ભગવંત તે પૂર્વ ભવથી દશ બેલે ભાવસ્તવ મુનિપણું કેવલ જ્ઞાન ખજાને નિકાચીને અવતર્યા છે. તે પિસાપડિકમણું નકાર વ્રત પચખાણ જિનપૂજા ઈત્યાદિ ઘેડી પૂંજી સામું જોતા નથી. એક ભાવસ્તવ મુનિરાજપણું કર્મક્ષયને અર્થે આદરે–તપ કરે એ વાત છે. સંસારી તીર્થકર શુદ્ધ સમકતી, પણ દેશવીરતી વિરતાવીરતી સર્વવિરતી એકમાં નહીં, ઈછીએ કે કર્મને અર્થે ભાવાસ્તવ મુનિપણું આદરે. દ્રવ્યસ્તવ જિનપૂજા આરંભિક છે, ભાવસ્તવપૂજા અનારંભિક છે, એ
Aho ! Shrutgyanam