________________
૧૨
વિષયને સાદી ભાષામાં મૂકવા જતાં અનેક સ્ખલના થવી સભવિત છે. અતિ પ્રવૃત્તિવાળા ધંધા, અભ્યાસની આછાશ અને ખુલાસા મળી શકે તેવા સત્સંગના અલ્પ ભાવ અથવા અભાવ અને તેવા પ્રસંગ હાથ ધરવાની આછી કાળજીને લઈને આ નવીન પ્રકારના વિષયમાં ઢાષ થવા સંભવિત છે. જે લખવામાં આવ્યુ છે તે જૈનના યોગપ્રથા પૈકી હરિભદ્રસૂરિન ચાગ-ષ્ટિસમુચ્ચય, ઉપાધ્યાયજી શ્રીમદ્યશવિજયજીની દ્વાત્રિશતૢદ્વાત્રિ'શિકા, શ્રી હેમચંદ્રાચાર્યનું યાગશાસ્ત્ર, શ્રી શુભચદ્રગણના જ્ઞાનાણૢવ વિગેરે પરથી તારવી વિચારી સમજીને લખ્યું છે, શાસ્ત્ર અનુકરણ કરવાની દૃષ્ટિ છેડી નથી; છતાં પ્રમાદ, છદ્મસ્થ સ્થિતિ અને વિષયના અલ્પ પરિચય ધ્યાનમાં રાખી ઢાષ માટે ક્ષમા કરી વિષયવાંચનમાં પ્રવૃત્તિ કરવા અને દોષ સુધરી શકે તેવી રીતે મારી સાથે રૂબરૂ અથવા પત્રદ્વારા ચર્ચા કરવા વિજ્ઞપ્તિ કરી આ લઘુ લેખની પ્રસ્તાવના પૂર્ણ કરું છું. છેવટે આ લેખ મહે વિગતથી તપાસી આપવા માટે પન્યાસ શ્રી આનંદસાગર ગણિ તથા મારા કાકાશ્રી કુંવરજી આણુ દજીના આભાર માની લેવાની આ તક હાથ ધરું છું.
મૌન એકાદશી. સં. } મેશ્વતીચંદ ગિરધરલાલ કાપડિયા
૧૯૭૧