________________
અધ્યાય દસમો
૪૦૭
(સમુદ્રમંથન કરતાં નીકળેલા) અશ્લોમાં, અમૃતસંગે જે ઉચ્ચશ્રવા નામનો અશ્વ નીકળ્યો તે હું છું. હાથીઓમાં ઐરાવત અને નરોમાં નરાધિપ હું છું. શસ્ત્રોમાં વજ અને ગાયોમાં કામધેનુ હું છું. પ્રજોત્પત્તિની ઈચ્છામાં કામદેવ પણ હું છું. સર્પોમાં વાસુકિ અને જલવાસીમાં વરુણ હું છું. નાગોમાં શેષનાગ હું છું પિતૃઓમાં અર્યમાં સર્વોપરિ ગણાય છે) તે હું છું. દૈત્યોમાં પ્રફ્લાદ હું છું. જેઓ મૃત્યુમુખે જવા તૈયાર છે તેવા જનારનો કાળ પણ હું છું. પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ અને પવિત્રતા પાથરનારમાં વાયુ હું છું. શસ્ત્રધારીઓમાં રામ, મસ્યોમાં મગર અને નદીઓમાં ગંગા હું છું.
નોંધ : ક્ષીરસાગરના મંથનમાંથી જે અમૂલ્ય વસ્તુઓ નીકળેલી, તેમાં સુધા” અમૃત નીકળ્યું, અને ઘોડો પણ નીકળ્યો, જે ઈન્દ્રનો અશ્વ કહેવાય છે. આ જાતની પૌરાણિક કથા છે. એ બધી ચીજો અને સાગર, મનુષ્યના શરીરમાં રહેલી રચના પરત્વે પણ ઘટી શકે છે. ઈન્દ્રિયોને જો ઘોડા ગણીએ તો એમાં ઉચ્ચ ગતિ કરનાર મનને દિવ્યતાના ઉચ્ચઃશ્રવા ઘોડા તરીકે પણ ગણી શકાય. મથન કરનાર જો આત્માભણી જાય તો અમૃત જ મળે.
હાથીમાં ઐરાવતની પ્રશંસા તો જૈનસૂત્રોમાં પણ છે, ત્યાં નામ ઐરાવણ છે. કામ પણ જો ધર્મથી અવિરુદ્ધ હોય તો હું છું એમ સાતમા અધ્યાયમાં કહેલું અહીં કેવળ પ્રજોત્પત્તિ ખાતર કંદર્પ હોય તો તે ક્ષમ્ય છે એમ બતાવ્યું કારણ કે તેવા ગૃહસ્થના સંસારનું લક્ષ્ય બ્રહ્મચર્ય તરફ હશે જ. આ રીતે કંદર્પ પણ હું છું એમ કહ્યું.
સર્પોની બે જાત : (૧) સર્પ, (૨) નાગ. સર્પમાં વાસુકિ શ્રેષ્ઠ છે. આ વિષે મહાભારતમાં આખ્યાયિકા પણ છે. અનંત નાગને શેષાહિ' પણ કહેવાય છે.
પિતલોક માત્ર વૈદિક ગ્રંથોમાં છે. જૈનસૂત્રોમાં પિતૃલોકોને સ્થાન નથી. વૈદિક ગ્રંથો અનાસકત ગૃહસ્થાશ્રમ પર ભાર મૂકે છે, જ્યારે જૈનસૂત્રો અનાસક્તિના સાધક સંન્યાસ તરફ ઝોક લે છે.
મરણ વખતે યમ જવાબ લે છે, આ કલ્પના પણ વૈદિક ગ્રંથોમાં છે. જૈનસૂત્રો કર્મનિયમ પર ભાર આપતાં હોઈ ત્યાં યમની જરૂર નથી. એ રીતે જલ, વાયુ, પૃથ્વી કે અગ્નિ આદિના દેવોને માનવાની પણ એમને એ દષ્ટિએ જરૂર લાગતી નથી.
મૃત્યુનું પણ એમ જ. આયુઃ કર્મ ક્ષીણ થાય કે તૂટે, ત્યારે જવું જ પડે છે.