Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 365
________________ ક૭૦ ગીતા દર્શન શકો, પરંતુ હું જેમ અત્યારે ન સમજી શકયો, તેમ ભવિષ્ય પણ મૂંઝાઉ ત્યારે એવી કસોટી હોય તો ફરીને ભૂલ ન થાય ! "ભારત ! તને બધું ય માફ છે, ભોળા એ બધું ભૂલી જા. અને સાંભળ તારા પ્રશ્નનો ઉત્તર આપું છું : કર્મની પ્રેરણા પછી કર્મનો સંગ્રહ થાય છે. પ્રેરણામાં જ્ઞાન, ય અને પરિજ્ઞાતા. ત્રણ મુખ્ય કામ કરે છે. અને કર્મસંગ્રહમાં કરણ, કર્મ અને કર્તા ત્રણ મુખ્ય કામ કરે છે. દાખલો આપીને આ વાત તને સમજાવું. હું બ્રહ્મચર્ય પાળું તે શેય. એ અમુક રીતે પળાશે તે જ્ઞાન. એવો પ્રથમ પરિજ્ઞાતા તે આત્મા નિશ્ચય કરે છે. પછી એ આત્મા (એટલે) કર્તા; સાધનો મેળવી એટલે કરણ સાધી એ પ્રમાણે આચરે છે; તે કર્મ થયું. મતલબ કે પ્રથમ મનને દુકામનાથી બચાવી લેવું, તો કર્મમાં આપમેળે શુદ્ધિ આવે છે. નિયતકર્મને ઓળખવાની એક કસોટી તો એ કે; તેમાં સ્વાર્થ કરતાં પરમાર્થ વધુ હોવો જોઈએ. વળી તે અશક્ય-પરિહારવાળું હોવું જોઈએ. વળી એ ધર્મથી અવિરુદ્ધ લેવું જોઈએ. ઘણાં નિયતકર્મો તો આવી રીતે તટસ્થસાધક આપ મેળે જ કળી શકે છે. પણ જ્યાં એ ન કળી શકે, ત્યાં સદૂગરનો આધાર લેવો. સંતોની સેવા અજબ અમૃતરસાયણ છે. એ જીવનને અમૃત બનાવી દે છે. સંતો પણ આવા સાધકોની સેવાથી પ્રસન્ન થઈ કૃપા વરસાવ્યા વગર રહેતા નથી. આવા સંતોનો નિર્વાહ પવિત્ર ગૃહસ્થો પર છે. જે ગૃહસ્થો પોતા માટે જ રાંધે તે તો પાપ જ ખાય છે, અન્ન નહિ. પવિત્ર ગૃહસ્થોનું નિઃસ્પૃહભાવે અપાયેલું અન્ન લઈ સંતો મસ્ત રહે, અને જ્ઞાનદાન અને પ્રેરણા આપ્યા કરે. એમ સહુ સહુના કર્તવ્યોમાં પરાયણ રહેતા થકા સંસિદ્ધિ પામે છે." સત્ શાસ્ત્રના અભાવમાં ઉઠે, તત્, સત્ પણ શાસ્ત્ર જ છે, ૐ એ સર્વમાન્ય બ્રહ્મનો ઉચ્ચાર છે, તત્વથી કર્મફળત્યાગ સૂચિત થાય અને સત્થી સાત્ત્વિભાવ ઊપજે છે, કિવા પ્રશસ્તકર્મની પ્રીતિ થાય છે. "પાર્થ! પ્રકૃતિના સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એવા ત્રણ ગુણો છે. તેમાં સાત્ત્વિક ગુણ ઊંચો છે, કારણ કે તે નિર્મળ, પ્રકાશદાયક અને સુખદ હોય છે. બાકી રજોગુણમાં લોભ હોઈને તે દુઃખદાયક, અને તમોગુણમાં મોહ હોઈને તે અજ્ઞાનદાયક બને છે. રજોગુણમાં જે પ્રવૃત્તિ દેખાય છે તેમાં કામરાગનું બલ હોય છે અને તમોગુણમાં તો આળસ, પ્રમાદ અને નિદ્રાનું જ જોર હોય છે. ખરાબ સ્વપ્નાં આવવાં એ પણ તામસી ધૃતિનું જ પરિણામ છે. આ ત્રણે ગુણોની સામ્યવસ્થા તેનું જ નામ પ્રકૃતિ. એટલે પ્રકૃતિ મૂળે દૂષિત નથી અને આત્મા તો

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401