Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 389
________________ ગીતા દર્શન નવા કરારમાં ધર્મક્રાન્તિ એટલે જૂનાનું સંસ્કરણ સુધારો-વધારો-સાંપડે છે. એ જાતે જ ઈસુવચનો વાંચવાથી એનો ખ્યાલ આવશે; પરંતુ ગીતાનો ધ્વનિ તો એથી પણ વિશાળ દેખાય છે. ૯૪ હું નિયમ શાસ્ત્ર....ની વાતોનો નાશ કરવા નહિ; પણ એમને પૂર્ણ કરવા આવ્યો છું. (માત્થી ૫-૧૭) જેઓ નમ્ર છે, તેઓને ધન્ય છે. (મા. થી ૫-૫) દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ (અ. ૧૬મો). દયા પામશે.’ (મા. ૫-૭) (તમારા વૈરીઓ ઉ૫૨ વૈર કરવાનું જૂના ક૨ા૨માં કહેવાયું હતું પણ હું કહું છું કે ) વૈરીઓ પ૨ પણ પ્રીતિ કરો અને જેઓ પૂંઠે લાગે છે, તેમને માટે (પણ તેઓ સુખી થાય તેવી) પ્રાર્થના કરો.(મા. ૫-૪૩) તારા ડાબા ગાલ પર તમાચો મારે તો જમણો ધર (મા. ૫-૩૯). (ખૂન ન કર . એમ અગાઉ કહેવાયું હતું પણ હું તો કહું છું કે - ) ક્રોધ કરે છે તે પણ અપરાધી છે.(મા. ૫-૨૧-૨૨) જેની પાસે બે અંગરખાં છે તે; જેની પાસે એક પણ નથી તેને એક આપે, જ ની પાસે ખાવાનું હોય તે પણ તેમ કરે, (લુક. ૩-૧૧) તું દાન દે ધર્મ કૃત્ય કરે તે ગુપ્ત રાખ. તારો જમણો હાથ કરે તે ડાબો ન જાણે. દુષ્ટતાના વિનાશાથે અને સાધુતાના રક્ષણાર્થે હું આવું છું (૪૮), નમ્રતા, ભૂતદયા આદિ દૈવી સંપત્તિનાં લક્ષણો છે, તેવો દૈવી સંપત્તિમાન મોક્ષનો અધિકારી છે (મા. ૬-૧ થી ૩) જેઓ સર્વ ભૂતો ૫૨ નિર્દેરી છે તે મને પામે છે. (૧૧-૫૫) મિત્ર અને દ્વેષી બન્ને તરફ સમભાવ રાખે છે તે જ વિશિષ્ટ પુરુષ છે (૬-૯). ક્ષમા એ ભકતનું ઉત્તમ લક્ષણ છે. (૧૨-૧૩) ક્રોધ એ અસુરનું લક્ષણ છે. નરકનું દ્વાર છે. (૧૬-૪ તથા ૧૬-૨૧) સાત્ત્વિક દાન ઉત્તમદાન છે અને તે કર્તવ્ય માનીને ફળ તથા આસકિત રહિત થવું જોઈએ. (૧૭-૨૦) જે દાન કામના કે નામનાની આશાએ થાય છે તે રાજસી (હલકું) દાન ગણાય છે. (૧૭-૨૧)

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401