Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 398
________________ પરિશિષ્ટ અમે તો પ્રભુ અને કુરાન ૫૨ વિશ્વાસ રાખ્યો છે, એટલું જ નહિ બલકે ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસ્લાક તથા યાકૂબ અને મુસા તથા ઈસાને જે પુસ્તકો મળ્યાં છે; તે ૫૨ પણ વિશ્વાસ રાખ્યો છે. અમે એ પયગંબરો પૈકી કોઈ એક વચ્ચે પણ ભેદભાવ રાખતા નથી. (તેઓ સર્વે પ્રભુના કાસદ જ હતા. અમે એ પ્રભુની આજ્ઞાને આધીન છીએ’ (કુ. ૨-૧૩૬). (સહુ સહુને પોતાનો ધર્મ પાળવા દેવાની ઈચ્છા આમાં સાફ જણાઈ આવે છે.) ૭૦૩ (૧૧-૪૩) પોતે પોતાના કર્મમાં રકત સાધક સંસિદ્ધિ મેળવે છે. (૧૮-૪૫) આ પરથી હવે સમજાયું જ હશે કે ખેરિયાત, મહેર, ભ્રાતૃભાવ, બંદગી એ ઈસ્લામધર્મનો સાર છે. અહીં 'અવસ્તા' માજદયસ્ની અથવા હિંદના પારસી લોકો જેમને પવિત્ર શાસ્ત્ર તરીકે માને છે; અને જે શાસ્ત્રમાં અશો જરથુષ્ટ્ર મહાત્માને મળેલી પ્રેરણાઓ પણ છે. તે ટૂંકાણમાં મૂકી તેની સામે પણ ગીતાવચનો આપણે ટાંકીશું. આ માજદયસ્ની જ્ઞાનીઓના ધર્મમાં પણ અહુરમજદને મુખ્ય પ્રભુ માનવામાં આવેલ છે, અને બીજી દૈવી શકિતઓ અને એના અધિષ્ઠાતા દેવો તથા શેતાની- રાક્ષસી શક્તિઓ અને એના અધિષ્ઠાતા શેતાનો પણ કલ્પના છે. પવિત્રતા, પ્રમાણિકપણું અને સેવકપણું એવા ત્રણ અર્થ જે અશોઈના થાય છે, તે જેની પાસે છે તે પરમ સુખી છે, (અષેમવોહ્)(અહુરમજદના ક્લામ.) અહુરમજદ સૌથી મોટા દેવ છે અને એની નીચે સૌ દુન્યવી કામ કરે છે, પવિત્રતા અને પરોપકાર એ માજદયરની ધર્મનો સાર છે, જે નીચેના વાકયોમાં દેખાશે : 'સ્વધર્મ વિગુણો પણ સારો’ (૧૮-૪૭) નિર્દોષતા એ બ્રહ્મનું વિશેષણ છે. (૫-૧૯) બ્રહ્મ એ જ ઐકાંતિક સુખની પ્રતિષ્ઠા છે. (૧૪-૨૭)

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401