Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 396
________________ પરિશિષ્ટ (વળી કુરાનમાં કહ્યું છે કે ) 'જો તમે પરમેશ્વરને ખુશદિલથી કરજ આપશો તો તે તમને બમણું આપશે. કારણ કે તે કદરદાન અને કૃપાર્ક છે. (કુ. ૬૪-૧૭) (તમે કામવાસનાની તૃપ્તિ માટે નહિ) પણ લગ્નબંધનમાં જોડાવા માટે દ્રવ્ય ઈચ્છી શકો છો. (મતલબ કે ભોગવિલાસ માટે ગૃહસ્થાશ્રમ કે ગૃહસ્થાશ્રમને લગતાં સાધનો ન હોવાં જોઈએ. (કુ. ૪-૨૪) કયામતના દિવસે સર્વ લોકોને જીવતા કરાશે. તે કયામતનો દહાડો એટલા માટે માત્ર નથી કે માણસ; પાપ કરે. પરંતુ પાપથી ડરીને પાછો ફરે એટલા માટે છે ; કારણ કે તે દહાડે તેને પાપ બદલ ત્યાં શિક્ષા થશે આથી જ પાપી કયામતના દિવસને માનતો નથી કારણ કે તેને પાપ કરવામાં અટકાયત થાય. (કુ. અ. ૭૫) (ધર્મવર્ણન નામના ગ્રંથમાં નજ્જાસી બાદશાહના સાંનિઘ્યમાં પયગંબરે બોલેલાં સૂકતો આ છે ઃ એક ખુદા પૂજો’ 'સત્ય આચરો’ કોઈની થાપણ ન પચાવો' પડોશી હક જાળવો' ઈશ્વરની બંદગી કરો’ 'સ્ત્રી સન્માન જાળવો' ૭૦૧ દેવોને ભાવો તો તે તમને ભાવશે (૩-૧૧) ધર્મથી અવિરોધી એવો એટલે કે ધર્મ લક્ષી કામ હું છું. (૭-૧૧). (મતલબ કે ગૃહસ્થાશ્રમનો આદર્શ પણ સંયમલક્ષી હોવો જોઈએ) (ગીતા કયામતને માટે વાટ જોવાનું બોલતી નથી; એ તો કહે છે કે આસુરી અને પાપીજનોને અશુભયોનિ અને પુણ્યશાળીને સ્વર્ગીયયોનિ મળે છે મતલબ કે ) ગુણાસિકત જ સત્ કે અસત્ યોનિના જન્મનું કારણ છે. (૧૩-૨૧) અનન્યયોગે અવ્યભિચારિણી પ્રભુભકિત, પવિત્રતા, પુત્ર, સ્ત્રી, આદિમાં અનાસકિત, અહિંસા વગેરે જ્ઞાન છે. (૧૩-૭ થી ૧૧) ભૂતદયા, એ દૈવી સંપત્તિનું એક લક્ષણ છે. (૧૬-૨) દૈવી સંપત્તિ, એ મોક્ષનું કારણ છે. (૧૬-૫)

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401