Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 387
________________ ૬૯૨ તમે દેવનું નામ કયારે ય ન ભૂલો. તમારાં બાળકોને પણ શીખવો કે યહોવાહે અમારા દેખતાં મિસર ૫૨, ફારૂન ૫૨ તથા તેના આખા ઘર પર ચિહ્નો તથા ચમત્કારો દેખાડયા. અને અમને તે કાઢી લાવ્યો એટલા સારુ કે આપણા પિતૃઓ (યાકુબ, ઈસ્લાક અને ઈબ્રાહીમ) આગળ એણે સોગન ખાધા હતા કે 'હું તમને મિસર દેશ પાછો અપાવીશ. અને તમારો વંશવિસ્તાર વધારી આપીશ. દેશની સીમાઓ પણ વધારી આપીશ. (પુન.નિ. ૬ઠું) માણસ ફકત રોટલીથી નથી જીવતો પણ યહોવાહના વચનથી જીવે છે. (પુન. ૮-૩) હું કેમ કરીને તને ક્ષમા કરી શકું ? તારા પુત્રોએ મારો ત્યાગ કરી ફંદા રચ્યા છે. (યર્કોયાહ ૫) ગીતા દર્શન જેઓ સતત નિરંતર મારું ચિંતન-ભજન કરે છે. તેમનાં યોગક્ષેમ હું નિર્વહું છું.(૯-૨૨) ★ જોકે એમના કહેવાનો આશય તો એ જ હશે કારણ કે માણસનોખોરાક રોટલી નથી, પણ દેવ વચનનું પાલન છે.તેમ તેઓ જ કહે છે. આ પરથી પાઠક કળી શકશે કે સદાચારને માર્ગે પ્રે૨વા માટે ઉપલા લાલચો અને ભયો અપાયેલા છે; તેમજ ચમત્કારોની વાતો પણ કહેવાયેલી છે. શરૂઆતની ભૂમિકામાં દરેક ધર્મમાં આવી હકીકતો છે. ગીતાજીમાં પણ ચમત્કાર છે, ભય પણ છે. અને હું કરું છું. હું સર્વ છું એમ શ્રીકૃષ્ણ મહાત્માએ કહ્યું છે. છતાં છેવટે ગીતાની આપેલી લાલચ સત્ય અને કર્તવ્યનિષ્ઠા ૫૨ હોવાથી જે એ દૃષ્ટિબિંદુ ચૂકે છે તેનાં યોગક્ષેમ વહન ક૨વાનું તેઓ ના ભણે છે. પણ યહોવાહ દેવે એ ખુલાસો બહુ સ્પષ્ટ કર્યો નથી. 'ગીતા પણ અગિયારમા અઘ્યાયમાં શ્રીકૃષ્ણ શ૨ી૨માંથી અર્જુનને વિશ્વદર્શન બતાવે છે, પણ છેવટે આશ્ચર્ય પછી 'હું કાલ છું' લોક ક્ષય કરવા પ્રવૃત્ત થયો છું. એમ ભય પમાડીને અર્જુનના મુખે જ એમ બોલાવે છે કેઃ'તમારું માનુષી સૌમ્ય સ્વરૂપ જોઈને મને શાંતિ મળી. હવે હું આત્મભાનમાં આવ્યો.’ (૧૧-૫૧)

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401