Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 393
________________ ૯ ગીતા દર્શન વિશિષ્ટતા છે. હિંદુસ્મૃતિશાસ્ત્રોમાં તો એ વ્યવસ્થા પ્રથમથી જ છે. બાકી ધર્મયુદ્ધમાં તેને લેવો પડેલો સશસ્ત્ર ભાગ તથા ન છૂટકે માંસની આપેલી છૂટનો દુરુપયોગ થયો છે. પોતે ઈસુ મહાત્માની જેમ બ્રહ્મચારી નથી રહ્યા, પણ અનેકપત્નીઓ કરી છે; છતાં બ્રહ્મચર્ય એમને પ્રિય તો હતું જ. એમને યુદ્ધજન્ય હિંસાનો પસ્તાવો જ હતો. એમનામાં પ્રમાણિકપણું, રહેમ અને શ્રદ્ધા એ ગુણ ખાસ ઉચ્ચ કોટીના છે. તેઓ (હજરત મોહમ્મદ પયગંબર સાહેબ) સાંઢણીનું દૂધ, જવની રોટી અને ખજૂર ખાતા. ખજૂરનો અને અનાજનો ખોરાક એમણે સર્વોત્તમ ગણાવ્યો છે. કુરાનમાં પણ એ ઉલ્લેખો છે. જે નીચે જોઈશું. હજમાં કરેલી શિકારની મનાઈ અને દાતણની સળી પણ વિશેષ દિવસ ચલાવવાની પળાતી ક્રિયા પ્રાણીદયા તરફ એમનું વલણ હતું, એની સાક્ષી પૂરે છે. તેઓ કોઈને પરાણે ધર્માતર કરાવવામાં માનતા જ નહિ; એવું કુરાન બોલે છે. કયામતના દિવસનાં ભય અને લાલચ એ કુરાનનું મધ્યબિંદુ છે. સામાન્ય ભૂમિકામાં આવાં ભય અને લાલચો દષ્ટિબિંદુ શુદ્ધ હોય તો પથ્ય નીવડે છે. આ સિવાય એ પ્રજાને સમજાવવાનો-ઉપાય નહિ હોય, ગીતાએ સીધેસીપાં ભય કે લાલચ બતાવ્યાં નથી, પણ દષ્ટિ એવી આપી છે કે જેથી આપમેળે લોકો પાપથી ડરે અને ધર્મ તરફ હૃદયપૂર્વક પ્રેરાય. અહીં જ ગીતાની વિશેષતા છે. આવું જ તત્ત્વજ્ઞાન અને આચારાનું ઊંડાણ જૈન સૂત્રોમાં દેખાય છે કે જેનું સંક્ષેપથી વર્ણન તો ગીતામાં છે જ. સર્વ ભૂતોનો અબી વિઝ અને કરુણાળુ હોય (૧૨-૧૩) સમભાવી અને સરંભ (હિંસામય કર્મ નો પરિત્યાગી હોય તે ગુણાતીત ગણાય. (૧૪-૨૫) ૧. ઈસુના પિતાનું નામ યુસુફ, માતાનું નામ મરિયમ, રૂસલામમાં એમના અનુયાયીનો એમને દેવપુત્ર કહેછે. કુરાનમાં એમનું સન્માન છે. ઈસ્લામી ભાઈઓ તેમને હજરત નૂહ, હજરત ઈબ્રાહીમ અને હજરત મુસા (હજરત મુસાને સિનાય ધવત પર યહોવાહદેવ પાસેથી જ્ઞાન મળ્યું હતું) પછીના ચોથા પયગંબર તરીકે સ્વીકારે છે. ૨. હજરત મહમ્મદ પયગંબરના પિતાનું નામ અબ્દુલા, સાંજનાનું નામ આપના હાલમ ન(મની ધાવમાતાએ એમને ઉછેરેલા ગર્ભમાં હતા ત્યારે જ એમને પિતાનો વિરહ થયો. માંના પરા : વ. માં પરવાર્યા; તેથી બનીહાસ નામના એમના વડા પિતા અને કાકાને આ સમય છર્યા. નાની પ . . . . એકાંતમાં કરવાનો રસ એમને હતો.

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401