Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 392
________________ પરિશિષ્ટ ૯૭ નહોતી, માટે જે એકના એક યજ્ઞો વર્ષો-વર્ષ તેઓ હમેશ કરતા હતા તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને (જૂના કરાર રૂપ) નિયમ શાસ્ત્ર, કદી સમર્થ નહોતું જો એમ હોત, તો યજ્ઞ કરવાનું શું (તે કાળે જ બંધ ન થાત ?) (૧૦-૧-૨). આમ ઈસુ મહાત્માએ યજ્ઞમાં હોમાતા નિર્દોષ પશુઓને બચાવ્યાં અને જે યુદ્ધનું મૂળ; ધન, સ્ત્રી કે સત્તા હોય તે યુદ્ધ જ કરવાનો નિષેધ કર્યો. તાલેવંતને માટે તો સોયના નાકામાંથી સો ઊંટ જાય તો ય સ્વર્ગ સુલભ નથી એમ બતાવી ગરીબાઈનો અને અસંગ્રહનો મહિમા ગાયો. પોતે બ્રહ્મચારી રહ્યા અને માનસિક, વાચિક કાયિક બ્રહ્મચર્યને પસંદ કર્યું. શ્રદ્ધા, સવર્તન અને અર્પણતાથી પ્રેરણારૂપ પ્રભુ મળે છે એમ શીખવ્યું. યહૂદીઓ સપ્તાહમાં શનિવારે રજા પાળે છે. ખ્રિસ્તીઓ રવિવારે પાળે છે અને ઈસ્લામીઓ શુક્રવારે પાળે છે. આટલું જોયા પછી હવે કુરાનમાં આથી વિશેષ ઊંડું તત્ત્વજ્ઞાન જોવા નહિ મળે એટલે નવા કરારની વાણી આગળ કુરાનની વાણી એ રીતે તો સામાન્ય દેખાશે. પણ કુરાનની વાણીમાં એક અદ્ભુતતા એ જરૂર છે કે અરબસ્તાનના એમના કાળના આરબો કે જેઓ પથ્થર તેટલા દેવ માની લાલસાપૂર્તિ માટે ઘેટાં બકરાં અને માણસોને પણ ચડાવતા હતા. એકવચનીપણાની તેમને કિંમત જ ન હતી. માણસોને વેચાતા લેવા અને ગુલામ રાખવા, એ બૂરી પ્રથા ઠેઠ જૂનાકરારના કાળથી (પુનર્નિયમ ૨૩-૧૫) ચાલુ હતી; ગમે તેટલી સ્ત્રીઓ પ્રત્યે સ્વેચ્છાચાર અને દુરાચાર ખેલાતો હતો. જુગાર અને દારૂની બદી પણ જોરપૂર્વક ચાલુ હતી; તે સામે પ્રબળ આંદોલનો જગાવ્યાં અને ફતેહ મેળવી. તથા વ્યાજ ન લેવાનો જૂના કરારમાં (૨૩-૧૯) કાયદો હતો તે મજબૂત કર્યો. એકેશ્વરવાદ ઉપર ઈમાન કરાવ્યું અને આરબોને નમાજ પઢતા, હજ કરતા અને ઈમાનદારીમાં માનતા બનાવી સદાચારને માર્ગે વાળ્યા. દાસ-માલિક વચ્ચેનો ભેદભાવ છોડાવી રોટી, બેટી વ્યવહારમાં એકતા સ્થપાવી. ત્યાં જ હજરત મોહમ્મદ સાહેબની ખરી ખૂબી છે. કુરાનમાં સામાજિક બાબતોને ઝીણવટથી છણી તે લોકોના તે કાળનાં તે ક્ષેત્રનાં માનસને જોઈને સંસ્કાર અપાયા છે; એ કુરાનની ખાસ લાક્ષણિક

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401