Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 378
________________ ઉપસંહાર ૬૮૩ લલચાયા વગર મરે, તો તો મોક્ષ સુદ્ધાં છેવટે ઘણા જન્મ પણ પામે; તો પછી અહીં પ્રશ્ન થાય છે કે શ્રદ્ધા હોય અને શાસ્ત્રવિધિ ન જાણતો હોય તો તે નિષ્ઠા કેવી માનવી? એટલે 'શ્રદ્ધાત્રયવિભાગ યોગ' નામનો સત્તરમો અધ્યાય શરૂ થાય છે. શ્રદ્ધાત્રયવિભાગ યોગ (૧૦) અર્જુનનો સવાલ (૧). સાત્ત્વિક, રાજસ, તામસ એવી ત્રણ જાતની સ્વભાવજન્ય શ્રદ્ધા દેહધારીઓને હોય; જેવું જેનું અંતર તેવી તેની શ્રદ્ધા-એવું પ્રતિપાદન (૨-૩). સાત્ત્વિકો, રાજસો અને તામસી કોને કોને પૂજે? (૪). શાસ્ત્રદષ્ટિ વિનાના તપથી થતી આત્મહાનિનું મૂળ શું છે, તે સ્પષ્ટ નિદર્શન (પ-૬). આહાર, યજ્ઞ, અને દાનના સાત્ત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ ત્રણ પ્રકારો કહેવાશે એવું શ્રીકૃષ્ણ કથન (૭-૮). આહારના ત્રણ પ્રકારનું વર્ણન (૮-૧૦). યજ્ઞના ત્રણ પ્રકારનું વર્ણન (૧૧ થી ૧૬). શારીરિકતપ, વાચિકતપ અને કાયિક તપનું કથન (૧૪ થી ૧૬). તપના ત્રણ પ્રકારનું વર્ણન (૧૭ થી ૧૯) દાનના ત્રણ પ્રકારનું વર્ણન (૨૦ થી ૨૨). ૐ તત્ સતુનું રહસ્ય જ્ઞાન એ શાસ્ત્રવિધિ જ છે, એવું ગર્ભિત સૂચન (૨૩ થી ર૭). શ્રદ્ધા તો જોઈએ જ નહિ તો આ લોક અને પરલોક બેયમાં રખડવું પડે (૨૮), આ બધું સાંભળ્યા પછી હવે અર્જુનને કર્મસંન્યાસ અને કર્મયોગનું જ્ઞાન થઈ જ ગયું છતાં જેમ વર્ણવ્યવસ્થાનો આગ્રહ છે તેમ શ્રીકૃષ્ણગુરુને આશ્રમ વ્યવસ્થાનો આગ્રહ છે કે કેમ, તે જાણવાની ઈચ્છા થતાં સંન્યાસ અને ત્યાગનું તત્ત્વજ્ઞાન એ જાણવા ઈચ્છે છે, ત્યાંથી આવતા અધ્યાયની શરૂઆત અને આ અધ્યાયમાં મોક્ષ લગી સંન્યાસ કે જેમાં મનના સંકલ્પોનો સંન્યાસ કરવો પણ કર્મ ન તજવાં એ જાતનું પ્રતિપાદન હોઈને એનું નામ મોક્ષસંન્યાસ યોગ છે. એક રીતે તો આ અધ્યાય ગીતા તત્વનો સરવાળારૂપ ઉપસંહાર છે; એમ કહીએ તો પણ ચાલે “ જેનો અંત સારો તેનું સર્વ સારું.” એ રીતે અર્જુન અંતે સમતા પામે છે, તેથી તેનો ખેદ પણ અર્થસૂચક બને છે. જે સાધક ભૂલે, ત્યાં સદ્ગુરુનું શરણ લે તો તે કેવો આબાદ પાર ઊતરી જાય છે, તેનું ગીતા એ પ્રમાણ છે. ભૂલ ન થાય તે સૌથી ઉત્તમ, છતાં સાધક દશા જ એવી છે, કે ભૂલ થઈ જાય તો ત્યાં અર્જુને જેમ સદગુરુશરણ સ્વીકારી જિજ્ઞાસુભાવે રાખજવાની મહેનત કરી તેમ સાધક પણ કરે,

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401