Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 380
________________ ઉપસંહાર અઘ્યયન શ્રવણથી થતા લાભનું વર્ણન (૭૦-૭૧). અર્જુન ! તારો મોહ ગયો ? એમ શ્રીકૃષ્ણ ગુરુનો પ્રશ્ન (૭૨). 'હું હવે નિર્મોહી થયો ને મને આત્મભાન થયું’ એવું આત્મ નિવેદન કરી 'તમારું કહ્યું કરીશ' એવો પાર્થે આપેલો કોલ અને શ્રીકૃષ્ણ અર્જુનના સંવાદની શિવ, સુંદર અને સત્યલક્ષી સમાપ્તિ (૭૩). આ સંવાદ અને સ્વરૂપદર્શનથી પોતાના થયેલા આહ્લાદ અને સ્વદશાનું સંજયે ધૃતરાષ્ટ્ર સન્મુખે કરેલું નિદર્શન અને 'જ્યાં સમત્વરૂપી યોગ-ઉપયોગ-જતના રૂપી શ્રીકૃષ્ણ છે તથા એને લક્ષે થતી ક્રિયારૂપી ધનુર્ધારી અર્જુન છે ત્યાં શ્રી છે, વૈભવ છે અને અવિચળ નીતિ છે’ એવો પોતાનો દાખવેલો મંગળ અભિપ્રાય. ૬૮૫ આમ અઢારે અધ્યાયો પૂરેપૂરા સંકલનાબદ્ધ અને એ માંહેલો શ્લોકે શ્લોક અર્થપૂર્ણ છે. એથી પુનરુકિત જેવું ઘણે સ્થળે હોવા છતાં એ પુનરુતિ પણ કોઈ નવો જ ભાવ સૂચવતી જાય છે. એમ ગીતા જાણે ક્ષળે ક્ષળે યન્નવતામુપૈતિ ક્ષણે ક્ષણે જાણે નવીનતા દેખાય તેવી આકર્ષક ભાસે છે અને ગીતારૂપી અમૃત સુણતાં રહેલી અતૃપ્તિ વાચકને વારંવાર ગીતા તરફ પ્રેરે છે. આવી દશા હોય ત્યાં 'ગીતા સુગીતા ર્તવ્યા મિયૈઃ શાસ્ત્રવિસ્તરેઃ એ કથનને ટેકો કોણ નહિ આપે ?

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401